________________
પ્રકરણ ૩ નું
મને મેહ રહ્યો નથી “માતાછ, મને હવે આ સંસારમાં મોહ રહ્યો નથી. શા માટે તમો ખોટો આગ્રહ કરે છે?
પણ એવો તે તને શા કારણથી આ સંસાર અસાર લાગ્યો છે, બહેન? - મને પરમ દિવસથી રાત અને દિવસ એમજ થયા કરે છે કે આ સંસારમાં શું છે ! જન્મ મરણના ફેરાને વધુ ને વધુ મજબૂત કરવા સિવાય આપણાથી શું બની શકે છે ? અસત્ય બોલવું, લેકોને આડા માર્ગે દોરવા, સ્વાર્થ ખાતર લેકાના હાર્દિક નિસાસા લેવા, વિશ્વાસઘાત ભર્યા વિચારો કરવા, નિર્દોષ માતા પિતા અને પત્નિઓની શ્રાપ લેવા અને વિલાસી જીવન જીવ્યા કરવું; એમ આપણે આપણા જીવનનું–માનવ જીવનનું કયું સાર્થક કરીએ છીએ? કેવળ જીવન જીવવા માટે જ જીવી રહ્યા છીએ ને?
આપણાથી કાનું ભલું કરી શકાય છે? આપણે કાને ઉદ્ધાર કરી શકીએ છીએ? કાના જીવનમાં આપણે અમી સીંચી શકીએ છીએ
માતાજી, તમને યાદ છે, કે તમે તમારા આખા જીવનમાં કેઈનું ભલું કર્યું હોય? કેવળ લક્ષ્મીના મેહમાં અંધ બનીને નિર્દોષ યુવાનોને, પુરૂષોને વિલાસી ગર્તામાં ખેંચી લાવવા સિવાય આપણે બીજું શું કરીએ છીએ?
મને હવે આમાંનું કઈજ ગમતું નથી, કપક્ષ ત્યાગીને આકડાને