________________
જીવનરેખા ]
જીવન અને કવન (૬) પ્રભાવક ચરિત–-આ પદ્યાત્મક કૃતિમાં બાવીસ પ્રબંધ છે. એમાંને નવમો પ્રબંધ હરિભદ્રસૂરિને અગે છે. આ સમગ્ર કૃતિ પ્રભાચન્દ્રસૂરિએ વિ. સં. ૧૩૩૪માં રચી છે. એને પૂર્વર્ષિચરિત્રહણગિરિ પણ કહે છે, અને એના પ્રબ ને “શ ગ” કહે છે.
(૭) પુરાતનપ્રબન્ધસંગ્રહ–આ એક સંગ્રહાત્મક કૃતિ છે. એમને ૫૪મો પ્રબન્ધ અત્રે પ્રસ્તુત છે.
(૮) ૩પ્રબન્ધકેશ યાને ચતુવિ શતિપ્રબન્ધ–રાજશેખરસૂરિએ આ કૃતિ વિ. સ. ૧૪૦પમાં રચી છે. અહી ૨૪ પ્રબળે છે તે પૈકી આઠમે પ્રબન્ધ હરિભદ્રસૂરિને અગે છે અને એ અત્રે પ્રસ્તુત છે.
(૯) ગુર્નાવલી—વિ. સ. ૧૫૭૩માં સ્વર્ગ સંચરેલા સહસાવધાની” મુનિસુન્દરસૂરિની આ વિ સ ૧૪૬૬ની પઘાત્મક રચના છે. એના શ્લે. ૪૦ અને ૬૮ અહીં ઉપયોગી છે.
(૧૦) પપૌમિક આદિ ગચ્છની પદાવલીઓ.
૧ આ કૃતિ ઈ સ. ૧૯૦૯મા “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી પ્રકાશિત કરાઈ હતી “સિંધી જન ગ્રંથમાલામ આ કૃતિ ત્યાર પછી ઇ. સ. ૧૯૪૦માં છપાવાઈ છે અને એ સંસ્કરણને અડી હું ઉપયોગ કરું છું.
૨ આ સિં. જે. .મા ઇ. સ૧૯૩૬મા છપાયો છે.
૩ આનું સંપાદન મેં ક્યું છે. આ કૃતિ “ફાર્બસ ગુજરાતી સભા” (મુ બઈ) તરફથી ઇ.સ ૧૯૩૨માં પ્રસિદ્ધ કરાઈ છે. આને આધારે આ નિબંધમાં હું પૃષાંક આપનાર છું, જે કે સિં. જૈ. ગ્રં મા પણ આ કૃતિ ત્યાર પછી ઈ. સ. ૧૯૩૫મા પ્રસિદ્ધ કરાઈ છે.
૪ આ “ચશે વિજય જૈન ગ્રંથમાલા” (બનારસ) તરફથી વિ. સં. ૧૯૬૨મા છપાવાઈ છે. આ કૃતિ તે મુનિસુન્દરસૂરિકૃત ત્રિદશતરંગિણીના ત્રીજા સ્રોતને એક મેટે હદ છે જુઓ “જૈન પુસ્તક પ્રચારક સંસ્થા” (સુરત) તરફથી વિ સં. ૨૦૦૫માં છપાવાયેલા ઉપદેશરનાકરની મારી ભૂમિકા (પૃ. ૭૯)."
૫ આ પટ્ટાવીએ જૈન ગૂર્જર કવિએ (ભા. ૩, ખંડ ૨)ના પુ. ૨૨૩૩ ઇ.મા છે. બીજી કેટલીક પટાવલીઓ જે ગૂ, ક, (ભા. ૨)માં પરિશિષ્ટ ૨-૩ તરીકે અપાઈ છે.