________________
ભાગ્યશાળી માતા
બહેન, એક ઉપાય છે.” જ શો?” સતીએ પૂછયું. “બત્રીસે પુત્ર સાથે જન્મે અને સાથે મરે” “મને વધિ નથી. સતીએ સંતેષ માનતાં કહ્યું. દેવ આશિષ આપીને ચાલ્યા ગયા.
પૂરા દીવસે સુલણાએ રૂ૫ રૂપના અંબર જેવા બત્રીસ પુત્રીને જન્મ આપ્યો. નાગે તેમને મહાયોદ્ધા બનાવી. સારથિપણું પણ સુંદર રીતે શીખવ્યું.
એક દીવસે નાગે મને કહ્યું કે, “મહારાજ, આ બત્રીસે પુત્ર. તમારા ચરણે ધરું છું. જ્યારે જરૂર પડે ત્યારે તેમને ઉપયોગ કરજે.”
દેવિ! બત્રીસે પુત્રો અપણું રક્ષણાર્થે ચેટકરાજને સામને કરવામાં ખપી ગયા. એકી સાથે જન્મેલા બત્રીસે પુત્રો એકી સાથે મરણ પામ્યા. એક પુત્ર પણ મરી જતાં તેની માતાથી તે દુઃખ સહન થતું નથી, જયારે આ તો એકી સાથે બત્રીસ પુત્રો મરી ગયાં. માતાના નામની જય પિકારવા માટે એક પણ પુત્રની હસ્તો ન રહી. છતાં તે દુખને વિસરીને ઉત્સવ ઊજવવા માટે તેણે આપણને નમ્ર વિનંતી કરી. કોઈ પણ માતામાં આટલી સહનશીલતા હોય ખરી?
મહારાણી ! એવી માતાના પુત્રના મૃત્યુથી આઘાત ન લાગે? જેના માટે તે ખપી ગયા, તેને કંઈજ ન થાય? આજે તે સર્વ પ્રકારે સુખી હોવા છતાં, તેને માતા કહીને બોલાવનાર એક પણ સંતાન નથી. દેવે બત્રીસ પુત્રે આવી અને લઈ લીધા. હું તો રોજ સવારે ઊઠીને એવી ભાગ્યશાળી માતાનું સ્મરણ કરું છું. - પરમાત્મા તેને સદાયે સુખી રાખે !”
મહારાજાની આંખના ખૂણા ભીના થયા. તેમણે પોતાનું વસ્તૃત્વ પૂરું કર્યું. મહારાણુનું હૈયું પણ હચમચી ઊઠયું. આવી માતાનું દુઃખ જોઇને હદય ન કરે તેમણે પિતાના બંને હાથ જેડીને મસ્તક નમાવતાં કહયું;
મારા કટિ વંદન છે એ ભાગ્યશાળી માતાને!”