________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪ – પ્રવચન નવનીત: ભાગ-૨ (એ) સિવાય (બીજું) કાંઈ ઉપાદેય નથી ! આહા... હા! ત્યાં તો એવી વિકલ્પદશા નથી.
૪૯ વર્ષ થયાં. સંવત ૧૯૮૫ની વાત છે. મોટી સભા હતી. પંદર-પંદરસો માણસ તે દી' વ્યાખ્યાનમાં. અપાસરામાં માણસ સમાય નહીં. સંપ્રદાયમાં પહેલેથી (જ) પ્રતિષ્ઠા ઘણી હતી ને..! ભલે (પહેલાં સ્થાનકવાસી) સંપ્રદાયમાં હતા. (પણ ખરેખર) અમે તો કોઈ સંપ્રદાયમાં હતાં પણ નહીં. અમને કોઈ સંપ્રદાયની દષ્ટિ નહોતી. જરી કહ્યું કે: જે ભાવે તીર્થકરગોત્ર બંધાય, એ ભાવ ધર્મ નથી. ભાવ શુભ છે ને! ઉદયભાવ છે! સત્ય અને સરળ-સીધી ભાષામાં કહીએ તો કીધું-એ અધર્મ છે! જે ભાવે તીર્થકરગોત્ર બંધાય એ ભાવ, ઉદયભાવ-વિકાર છે; ધર્મ નથી. (કેમકે) ધર્મથી બંધ હોય નહીં. જેનાથી બંધ થાય, એ ધર્મ નથી! આ તો સત્ય (વાત) છે પ્રભુ! આહા... હા! આ તો અંદરથી વાત આવી હતી. વળી) એક બીજી વાત કહી હતી. પંચ મહાવ્રત, એ આસ્રવ છે, રાગ છે અને બંધનું કારણ છે; એ સંવર-નિર્જરા નથી ! ખળભળાટ થઈ ગયો હતો. હો તો હો! પ્રભુ! માર્ગ તો આ છે, ભાઈ !
અહીંયાં તો એ કહ્યું: “કારણપરમાત્મા તે ખરેખર આત્મા” છે.” “ખરેખર' અને આત્મા’ શબ્દ પડ્યા છે ને...! આ તો એક એક શબ્દની કિંમત છે! સમજાય છે કાંઈઅતિ આસન્ન ભવ્યજીવોને “એવા નિજ પરમાત્મા સિવાય (બીજું)” (અર્થાત્ ) નિજ પરમાત્માથી ભિન્ન-પર્યાય કે રાગ કે કોઈ નિમિત્ત-“કાંઈ ઉપાય નથી.”
જિજ્ઞાસા: ઉપવાસ કરવા પડ ને ?
સમાધાન: કોણ કરે ઉપવાસ? ઉપવાસની વ્યાખ્યા જરી સૂક્ષ્મ છે. ઉપ=આત્મા આનંદસ્વરૂપ. વાસ=એની સમીપમાં વસવું. એ ઉપવાસ છે! વ્યાખ્યા બીજી છે, ભાઈ ! આ ( સંપ્રદાયમાં ) જે ઉપવાસ કરે છે તે તો અપવાસ છે! રાગની મંદતા કરે તો કરો, એ તો માઠો વાસ છે રાગમાં.
આહા... હા! આવો માર્ગ!! પ્રભુ! આકરો તો પડે. શું થાય? પોડશકારણભાવના પણ બંધનું કારણ છે. એને આસ્રવ કહેવો અને અધર્મ કહેવો? (રાગ) થાય છે. જ્ઞાનીને (પણ એવા ભાવ) આવે છે. ( જ્ઞાનીને) અનુભવ-દષ્ટિ હોવા છતાં પણ, વીતરાગતા અને કારણપરમાત્મા ઉપાદેય હોવા છતાં પણ, પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી એવો (રાગ) ભાવ આવે છે. પણ છે (એ) હેય. અહીં કહ્યું ને કે: “(બીજું) કાંઈ ઉપાય નથી.”
જિજ્ઞાસાઃ કારણપરમાત્મા, પર્યાયને (સન્મુખ) કરી દે છે?
સમાધાન: નહીં. નહીં. એ તો પહેલાં કહ્યું ને કેઃ પર્યાય પોતે જ (પર્યાયની) કર્તા છે. (કારણ ) પરમાત્માનો આદર-ઉપાદેય કરવામાં પર્યાયમાં અંદર પકારક પડયા છે. દ્રવ્ય છે એ પર્યાયને કાંઈ આપતો (નથી.)
શું થાય...? માર્ગ તો આ છે! અનંત તીર્થકરો, અનંત કેવળીઓ, અને મહા વિદેહમાં વર્તમાન ત્રિલોકનાથ બિરાજે છે-એ (બધા) આ જ કહે છે. ઇન્દ્ર અને ગણધરોની વચ્ચે સભામાં આ કહે છે. ભાઈ ! મારગડો આવો કોઈ સૂક્ષ્મ છે. આહા.... હા !
ભાઈએ શું પૂછ્યું? એમ કે એ જે સમ્યગ્દર્શનની (પર્યાય) થઈ એને દ્રવ્ય મદદ કરી ને? દ્રવ્ય કર્તા થયું કે નહીં? નહીં. (એ) પરિણમન પર્યાયમાં (પોતાના) પટ્ટારકથી છે. દ્રવ્યમાં પકારક છે તે તો ધૃવરૂપ છે. કારણપરમાત્મા જેને ખરેખર આત્મા કહ્યો એમાં પકારક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com