________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૪ – પ્રવચન નવનીત: ભાગ-૨ છે; પૂર્ણ નથી છતાં તે ઉપાદેય છે. “એનું ચોથું સર્વદા ઉપાદેય છે.” પૂર્ણ આશ્રય છે તે સર્વદા ઉપાદેય છે. સમજાણું કાંઈ ?
પ્રશ્ન: એ વ્યવહારધર્મધ્યાન પણ કહેવાય કોને?
સમાધાનઃ જેને નિશ્ચયધર્મધ્યાન, આત્માના અવલંબને સમ્યગ્દર્શન, જ્ઞાન, વીતરાગી દશા પ્રગટ થઈ છે, જેને અતીન્દ્રિય આનંદના નમૂના સ્વાદમાં આવ્યા છે; એવા જીવને જે રાગ (બાકી રહે) તેને વ્યવહાર કહેવાય. એને વ્યવહાર કહ્યો.
પણ એ વ્યવહાર કહ્યો છે એ એને અહીંયાં નથી કહેવું. એને તો દ્રવ્યશ્રુતમાં અને ભાવશ્રુતમાં આ અબદ્ધસ્કૃષ્ટ આત્મા દેખ્યો એણે બધું દેખ્યું. કારણ કે વીતરાગભાવ એ જૈનશાસન છે. -શું કીધું? કેઃ ભગવાનનો માર્ગ પણ વીતરાગભાવ છે; અને ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગભાવ છે; કેમકે ભગવાને વીતરાગભાવનો જ ઉપદેશ આપ્યો છે. અને બીજો ઉપદેશ કહ્યો તે જાણવા માટે કહ્યો; પણ આ તો આદરવા માટે વીતરાગે આ જ ઉપદેશ કહ્યો (છે). સમજાણું કાંઈ ?
ત્રીજું પ્રથમ તો ઉપદેય છે.” “પ્રથમ' એટલે ? કેઃ સ્વદ્રવ્યનો આશ્રય છે પણ પૂરું નથી એટલે અત્યારે (ધર્મધ્યાનને) ઉપાદેય કહેવામાં આવ્યું. અને “ચોથું સર્વદા ઉપાદેય છે, (એમ કહ્યું).
[તથા વોવત્ત— એવી રીતે (અન્યત્ર શ્લોક દ્વારા) કહ્યું છે કે
(અનુષ્ટ્રમ) " निष्क्रिय करणातीतं ध्यानध्येयविवर्जितम्।
अंतर्मुखं तु युद्ध्यानं तच्छुक्लं योगिनो विदुः।।” “[ શ્લોકાર્થ:- ] જે ધ્યાન નિષ્ક્રિય છે, ઇન્દ્રિયાતીત છે, ધ્યાનધ્યેયવિવર્જિત (અર્થાત્ ધ્યાન ને ધ્યેયના વિકલ્પોરહિત) છે અને અંતર્મુખ છે, તે ધ્યાનને યોગીઓ શુક્લધ્યાન કહે છે.”]
જે ધ્યાન નિષ્ક્રિય છે.” આહા... હા! નિષ્ક્રિય અર્થાત રાગના સંબંધ વિનાનું છે. જેટલો વિકલ્પ ઊઠે છે એ સક્રિય છે. અને શુક્લધ્યાન છે એ રાગની ક્રિયા વિનાનું છે, નિષ્ક્રિયા છે. છે તો ધ્યાન-પરિણતિ એ સક્રિય; પણ રાગને સક્રિય ગણીને રાગરહિત પરિણતિ તે નિષ્ક્રિય છે; એમ કીધી છે. સમજાણું કાંઈ ?
એકકોર હજી આગળ કહેશે કે: પરિણતિ-ધ્યાન એ કાંઈ અંદર વસ્તુના સ્વરૂપમાં નથી. એ ધ્યાન અને એની બધી વાતું કરે; પણ એ વસ્તુના સ્વરૂપમાં નથી. એમ કે પર્યાય અંદર નથી. એવું ભગવાનનું શાસન ઇંદ્રજાળ જેવું છે.
જે ધ્યાન નિષ્ક્રિય છે”-કઈ અપેક્ષાએ? ધ્યાન છે તો પરિણતિ. પરિણતિ છે તે સક્રિય છે. દ્રવ્ય છે તે નિષ્ક્રિય છે. આહા... હા! શુદ્ધપરિણતિને ક્રિયા કીધી છે ને...! જડની ક્રિયા ભિન્ન. રાગની ક્રિયા ભિન્ન. અને શુદ્ધપરિણતિની ક્રિયા ભિન્ન. એમ ત્રણ પરિણતિ લીધી છે. તો ત્યાં રાગરહિત પરિણતિને પણ સક્રિય કીધી છે. જે પરિણમે છે તે સક્રિય છે. ત્રિકાળ દ્રવ્ય છે તે નિષ્ક્રિય છે. પણ અહીંયાં બીજી અપેક્ષા લેવી છે કે જેવું એ નિષ્ક્રિય તત્ત્વ છે તેવી જ પરિણતિ થઈ છે તેથી તે પરિણતિ રાગ વિનાની છે; માટે રાગની ક્રિયા રહિત પરિણતિને અહીંયાં નિષ્ક્રિય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com