________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮ – પ્રવચને નવનીત: ભાગ-૨ “હું” પર્યાય જેટલો નથી, માટે એનો પણ ગર્વ નથી. આહા... હા! સમ્યગ્દષ્ટિજીવ પોતાની પર્યાયમાં પામરતા જુએ છે અને પૂર્ણતામાં (સ્વરૂપમાં) પ્રભુ જુએ છે. આહા. હા! મુખ્ય તો એ ( પ્રભુ ) એક જ છે. આ (પર્યાયભાવો) તો જાણવા લાયક ચીજ છે અને એ પર્યાયમાં સમ્યગ્દષ્ટિ એમ માને છે કે, હું તો તૃણવત્ છું. (પોતાને) તૃણ સમજે છે.
આહા. હા! શું કહે છે? કે: હું સહજપરમવીતરાગસુખાત્મક ભાવરૂપ, ત્રિકાળ વીતરાગપરમસુખસ્વરૂપ છું પણ જ્યાં પર્યાયને જોઉં છું તો તૃણતુલ્ય લાગું છું. આહા.... હા ! ક્યાં ચારિત્રની પર્યાય અને ક્યાં વીતરાગ કેવળીની પર્યાય! પર્યાયમાં પામરતા જુએ છે અને વસ્તુમાં પ્રભુતા જુએ છે.
આહા... હા! ભાષા તો સાદી છે, પ્રભુ! સમજાય એવી આ વસ્તુ છે. આ અલૌકિક વાતો છે, બાપા! અત્યારે તો એવી ગડબડ થઈ (ગઈ ) છે કે માણસને આકરું પડે! હજી તો મૂળ સમ્યગ્દર્શન અને તેનો વિષય એ શું ચીજ છે? અને અનુભવ થતાં સમ્યગ્દર્શનમાં શું અનુભવાય? અને એ અનુભવ-પર્યાય છે કે ગુણ છે કે દ્રવ્ય છે? (–એનું કંઈ ભાન નથી). (ભાઈ !) એ પર્યાય છે! અહીંયાં તે અપેક્ષાએ તેને પારદ્રવ્યમાં જ લીધી છે.
આહા.. હા! (ક્યાં એ પ્રગટેલી અલ્પ શુદ્ધપર્યાય?) અને ક્યાં સર્વશની પર્યાય? ક્યાં સ્વસંવેદન–ચારિત્રની પર્યાય? મુનિને તો પ્રચુર સ્વસંવેદન જેનો ટ્રેડમાર્ક (મહોરછાપ) છે. એવો પાઠ “સમયસાર' ગાથા-૫ માં છે. સ્વસંવેદન=સ્વ અર્થાત પોતાનું + સમ અર્થાત પ્રત્યક્ષ આનંદનું + વેદન, એ અમારા અનુભવ (ની) મહોરછાપ છે. જેમ કાગળ (ઉપર) પોસ્ટવાળા મહોરછાપ મારે છે તો કાગળ (પોસ્ટમાં) ચાલે છે, તેમ આ પ્રચુર સ્વસંવેદન, અતીન્દ્રિય આનંદ, એ અમારા અનુભવની મહોરછાપ છે. છતાં અહીંયાં એને પણ “પદ્રવ્ય' કહી દીધું છે. કારણ કે, અનો-ત્રિકાળીનો આશ્રય લેવાથી જ, ત્રિકાળીના સેવન કરવાથી જ સમ્યગ્દર્શન; ત્રિકાળીનો આશ્રય કરવાથી જ સમ્યજ્ઞાન, ત્રિકાળીનો આશ્રય કરવાથી જ ચારિત્ર; ત્રિકાળીનો આશ્રય કરવાથી જ શુક્લધ્યાન; ત્રિકાળીનો આશ્રય કરવાથી જ કેવળજ્ઞાન (પ્રગટ થાય છે) ! (–એવી સર્વ પર્યાયોને અહીં “પદ્રવ્ય' કહી.)! આહા... હા! આવી વાત છે!! અને સહજપરમવીતરાગસુખાત્મક “શુદ્ધ અંત:તત્ત્વસ્વરૂપ,” શુદ્ધઅંત:તત્ત્વ અર્થાત્ શદ્ધઅંતઃસ્વભાવસ્વરૂપ, એને “સ્વદ્રવ્ય' કહ્યું. કોને “સ્વદ્રવ્ય” કહ્યું? – “ભાવ” ને અર્થાત સ્વાભાવિક ધ્રુવ જ્ઞાન, સ્વાભાવિક આનંદ, સ્વાભાવિક દર્શન, સ્વાભાવિક ચારિત્ર, એ નિત્ય, ધ્રુવ, રસકંદ, સામાન્યસ્વરૂપ, અભેદ, ભૂતાર્થ, જ્ઞાયક-તે એનો જે ભાવ, એ શુદ્ધઅંત:તત્ત્વસ્વરૂપ સ્વદ્રવ્ય' છે! આહા... હા! (પાઠમાં) છે.શુદ્ધઅંત:તત્ત્વસ્વરૂપ આ સ્વદ્રવ્ય!”
હવે, એ (સ્વ) દ્રવ્યનો પાછો ‘આધાર’ કહેશે. આહા.... હા! ભાવનો આધાર! વળી સ્વદ્રવ્યનો આધાર! એ “ભાવ” ને તો “અંતઃદ્રવ્ય” કહ્યું સમજાય છે કાંઈ? ત્રિકાળી સ્વભાવભાવ જે જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણ છે અને અંત:તત્ત્વ- “સ્વદ્રવ્ય' કહ્યું. તો એ “સ્વદ્રવ્ય' નો પાછો આધાર! આહા... હા! અનંત અનંત ગુણો છે એનો એક આધાર પરમપરિણામિકભાવ છે! અહીં તો એકરૂપ લેવું છે ને..? એ તો અનંત છે; સહજજ્ઞાનસહજદર્શનાદિ ઘણા ભાવ આવ્યા ને..! એને અંતઃત-અંતઃભાવસ્વરૂપ સ્વદ્રવ્ય કહ્યું છે તે સ્વદ્રવ્યનો આધાર ?! –આ તો બાપુ, અંતરની વાતો છે, ભાઈ ! શું થાય ? એને દ્રવ્ય નહીં, ભાવ” કહ્યો. અહીં સ્વદ્રવ્યના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com