________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬ પ્રવચન નવનીત: ભાગ-૨ આલિંગન કરતું નથી. એવા (બંને) અસ્તિત્વનું સત્ત્વ સ્વતંત્ર સ્વતંત્ર છે. સમજાણું કાંઈ ?
એક (વર્તમાન) દિગંબર સાધુએ “સ્વતંત્ર” નો અર્થ એવો કર્યો છે: “સ્વ” અર્થાત્ પોતાનો આત્મા; “તંત્ર' અર્થાત્ અનુભૂતિ. સ્વતંત્રની વ્યાખ્યાઃ સ્વની અનુભૂતિ. એ તો બરાબર છે. સત્ય ગમે તે કહો-સત્ય કહે તો તે બરાબર છે. સમજાણું કાંઈ ? પર્યાય નિર્મળ થાય છે તે સ્વતંત્ર છે. અનુભૂતિ દ્રવ્યના લક્ષે થાય છે પણ લક્ષનું સામર્થ્ય તો પર્યાયમાં છે. તેથી એ (દ્રવ્ય) બાજુ લક્ષ કર્યું એ સામર્થ્ય તો પર્યાયનું છે. એ અનુભૂતિ જે પર્યાય છે તે દ્રવ્યને સ્પર્શતી નથી. અને દ્રવ્ય છે તે અનુભૂતિની પર્યાયને સ્પર્શતું નથી. એવી સ્વયંસિદ્ધ વસ્તુ છે!
પ્રશ્ન: પણ એ બધાનું તાત્પર્ય શું? સમાધાન: એ બધાનું તાત્પર્ય “વીતરાગતા” છે. પ્રશ્ન: વીતરાગતા ક્યારે ઉત્પન્ન થાય ?
સમાધાન: જે અનંતગુણના પિંડરૂપ દ્રવ્ય છે તે તરફ આશ્રય-લક્ષ કરે તો વીતરાગતા ઉત્પન્ન થાય છે. આહા... હા! સમજાણું કાંઈ ? બધા કથનનું તાત્પર્ય છેવટ આ આવ્યું.
હવે, અહીંયાં કહે છે: જુઓ, (ટીકાનો બીજો પેરાગ્રાફ ) “અભેદ-અનુપચારરત્નત્રયપરિણતિ-વાળા જીવને ” છે..! અભેદ રત્નત્રયપરિણતિવાળા જીવને જીવ છે એ દ્રવ્ય લીધું. પણ કેવો છે? કે: અભેદ રત્નત્રયપરિણતિવાળો. કારણ કે આ વાત તો નિશ્ચય-વ્યવહાર રત્નત્રયની ચાલે છે ને..! વ્યવહારરત્નત્રય છે તો બંધનું કારણ. પણ અહીંયાં તો રત્નત્રયમાં ગણવામાં આવ્યું છે. તો એને એમ કહ્યું કે નિશ્ચયરત્નત્રય જેને ઉત્પન્ન થયું તેને વ્યવહારરત્નત્રય (હોય). અહીં છઠ્ઠી ગુણસ્થાને વ્યવહારરત્નત્રય લીધું-જિન પરમયોગીશ્વર પંચમહાવ્રતમાં પાપક્રિયાથી નિવૃત્ત છે, એ વ્યવહાર. નિશ્ચયથી તો (તેમની) દષ્ટિ જ્ઞાયક ઉપર છે. એ જિન પરમયોગીશ્વર પાપક્રિયાથી નિવૃત્તિરૂપ વ્યવહારમાં છે. એને વ્યવહાર કહેવામાં આવે છે. પણ જેને જિન યોગીશ્વર પરમગુરુ (અર્થાત્ નિજ શુદ્ધાત્મ) સ્વરૂપની દષ્ટિ-જોડાણ નથી તેને તો વ્યવહાર પણ કવી રીતે કહીએ ? એ તો વ્યવહારમૂઢ છે. આહ.. હાં ! સમજાણુ કાઈ ? “ અભેદ
-રત્નત્રયપરિણતિવાળા જીવને આ પરિણતિ છે તે પર્યાય છે. એ પરિણતિવાળા જીવને ટંકોત્કીર્ણ જ્ઞાયક જેનો એક સ્વભાવ છે” એવી ધ્રુવ ચીજ ભગવાન, નિત્યાનંદ પ્રભુ. ધ્રુવધામ, જ્ઞાયકભાવ લેવો છે ને...!
એ “સમયસાર” છઠ્ઠી ગાથામાં કહ્યું ને...“ વિ દોઃિ અપ્પમત્તો પત્તો નાનો ટુ નો માવો પર્વ મMતિ સુદ્ધ નામો નો સો ૩ સો વેવા” પછી ટીકાકારે કહ્યું કે: અપ્રમત્ત-પ્રમત્ત કેમ નથી ? કેઃ જ્ઞાયકભાવ છે તે શુભાશુભભાવપણે પરિણમતો જ નથી; કેમ કે શુભાશુભભાવ છે તે અચેતન છે, અને જ્ઞાયકભાવ ચૈતન્યસ્વરૂપ ત્રિકાળ છે; તે એ-રૂપે (શુભાશુભભાવપણે) પરિણમતો નથી અર્થાત્ જ્ઞાયકભાવમાં પ્રમત્ત-અપ્રમત્ત અવસ્થા નથી. અમૃતચંદ્ર આચાર્ય અર્થમાં લખ્યું છે. જ્ઞાયકભાવ ત્રિકાળી છે તે શુભાશુભરૂપ પરિણમતો નથી. શુભાશુભભાવરૂપ જ્ઞાયકભાવ નથી. જો (જ્ઞાયકભાવ) શુભાશુભરૂપ પરિણમતો હોય તો તેમાં પ્રમત્ત-અપ્રમત્તના ભેદ પડે. માટે ત્યાં એવું લખ્યું છેઃ પ્રમત્ત-અપ્રમત્તઅવસ્થા જ જ્ઞાયકભાવમાં નથી.
એ અહીંયાં કહ્યું કેઃ જ્ઞાયકભાવ-એ જીવ-એ જ્ઞાયક છે; (એવા જીવને) ટંકોત્કીર્ણ જ્ઞાયક જેનો એક સ્વભાવ છે “એવા નિજ પરમતત્વની શ્રદ્ધા વડે”. અહીં વળી કોઈ પરમાત્માવીતરાગ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com