________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪ - પ્રવચન નવનીત: ભાગ-૨ હા... હા ! જેમ શેરડીમાં રસ છે તે, અને કૂચા છે તે, બંને ભિન્ન ચીજ છે. તેમાં ભગવાન આત્મામાં આનંદ અને શાંતિ છે એ રસ છે. અને પુણ્ય અને પાપ શુભાશુભ ભાવ છે તે કૂચા છે. તો એને પીલીને ભિન્ન કરે છે. શેરડીનો રસ કાઢવો હોય તો કૂચાને છૂટા પાડીને કાઢે છે (તેમ).
એ દષ્ટાંત પહેલાં આપ્યું હતું ને...! જેમ સકરકંદ ઉપરની જે લાલ છાલ છે તે કાંઈ મૂળ ચીજ નથી. પણ લાલ છાલની અંદરમાં એટલે કે લાલ છાલ સિવાય, એ છાલથી ભિન્ન જે (કંદ) છે તે મીઠાશનો પિંડ છે, સાકરનો પિંડ છે માટે સકરકંદ કહે છે. તેમ (આત્મા) શરીરથી તો ભિન્ન છે, પણ અંદરમાં પુણ્ય-પાપનો (જે) ભાવ છે તે છાલ છે, એ છાલની પાછળ જુઓ તો અંદરમાં આ ભગવાન અતીન્દ્રિય આનંદનો કંદ પડ્યો છે પ્રભુ!
અરે ! એને કેમ બેસે ? (આત્મહિતનો) કોઈ દી વિચાર નહીં અને આખો દી આ દુનિયાની હોળી-આ કરવું ને આ કરવું. આ બાયડી ને આ છોકરાં (સાચવવાં)... ને રળવું ને કમાવું. આહા... હા ! એક જુવાન માણસને મેં એટલું પૂછયું કે આ ૨૫-૫૦ કે ૬૦-૭૦ વર્ષ આયુષ્યના કહેવાય એ દેહનું કે આત્માનું? કહ્યું કે એ મને કંઈ ખબર પડતી નથી. એ કંઈ ઠેકાણાં વગરના. બિચારા આખો દી કમાવું અને એમાં ખેંચી જવું. કીધું: આ આયુષ્ય કહેવાય છે કે આ ૫૦ થયાં, ૪૮ વર્ષ થયાં, અહીં ૮૮ થયાં-કોને? એ તો શરીરને. (શ્રોતા:) આત્માની ઉંમર કેટલી ? (ઉત્તર) આત્મા તો અનાદિઅનંત છે, અવિનાશી છે, એની ઉંમર શી ?
એવી ચીજ (આત્મા) માં અંતર અતીન્દ્રિય આનંદની સાકરની મીઠાશ, અણઇન્દ્રિય આનંદ પડ્યો છે, અણઇન્દ્રિય અમૃતથી ગાઢ ભરેલો છે. (એની) પહેલાંમાં પહેલાં, શુભભાવથી ભિન્ન થઈને, અનુભવ-સમ્યગ્દર્શન કરવું. તે ઉપરાંત અહીંયાં વાત છે. પછી જ્યારે મુનિ થાય છે તો નગ્ન હોય છે, વસ્ત્રનો ટુકડો પણ નહીં અને અંતરમાં અતીન્દ્રિય આનંદ (નો ધોધ વહે છે). જેમ સમુદ્રને કાંઠે ભરતી આવે છે એમ આત્મામાં જ્યારે સાચું મુનિપણું હોય છે (તેને) તો ભગવાન આત્મામાં અંતર્મુખ સ્વસંવેદન કરીને પર્યાય અર્થાત્ વર્તમાન દશામાં-પોતાને કાંઠે અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે. આહા... હા... હા !
આવી વાત!! કોઈ દી' (સાંભળી નથી). દુનિયાનાં-આ ર્ડોકટરનાં ને વકીલાતના
ર એ બધું જ્ઞાન છે. જજ પાસે દલીલ કરે ને લોકો બહુ વખાણે, પણ એ જ્ઞાન તો બધું કુશાન (છે). જ્યાં ભગવાન આનંદનો નાથ પ્રભુ છે એનું જ્ઞાન થયું નહીં તો બહારનું બધું જ્ઞાન કુશાન છે. જે હાથમાં હથિયાર પોતાનું માથું કાપે એ હથિયાર શા કામનું? એમ જે પરનું જ્ઞાન છે એ તો આત્માનું નુકશાન કરવાવાળું છે, અરે ! અંતસ્વરૂપ ભગવાન આત્મા સચિદાનંદ પ્રભુ; એની અંતર્મુખ થઈને જ્ઞાન કરે તો એ જ્ઞાનમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ સાથે આવે છે. તો અહીં આચાર્ય કહે છે કે એના (આત્માના) સ્વાદમાં લીન થવું એ ચારિત્રની નિશ્ચયદશા છે.
ચારિત્ર અર્થાત્ ચરવું. ચરવું અર્થાત્ સ્વરૂપની દષ્ટિ જે થઈ છે, સ્વરૂપનું ભાન થયું છે, એ સ્વરૂપમાં ચરવું, રમવું અને જામવું, અંદર આનંદમાં જામી જવું એનું નામ ચારિત્ર છે. (શ્રોતા ) સદાચાર? (ઉત્તર) એ સદાચાર અનાચાર છે. એ આપણે (ગાથા-૮૫માં) આવી ગયું ને..! લોકો જેટલાં સદાચાર કહે છે તે બધાં અનાચાર છે. (શ્રોતાઃ) બધી વાતો ખોટી ? (ઉત્તર) દુનિયા ખોટી છે! આહા... હા! પોતાની નિજ ચીજની શું કિંમત છે એ કિંમત ન કરીને આખી દુનિયાની કિંમત કરે છે!! “પરખ્યા માણેક મોતીડાં, પરખ્યાં હેમ-કપૂર.” એ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com