________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૦ - ૮૧
“ એવા મોક્ષાર્થી ”- એટલે ટીકાકારે એમ લીધું. ભગવાનને તો આઠ કર્મનો નાશ થઈને અનંત આનંદ (પ્રગટ) થયો છે; પણ જેને એ આનંદનો અંશે લાભ થયો છે તે આત્માર્થી છે. જેને આત્માનો સંપૂર્ણ અનુભવ-જ્ઞાન-આનંદનો લાભ થયો હોય એને મોક્ષ; અને જેને એનો અંશ પ્રગટ થયો છે અને જે પૂર્ણાનંદનો અભિલાષી છે તેને અહીં મોક્ષાર્થી કહેવામાં આવે છે. આવું છે ભાઈ ! બીજું શું થાય ?
ટીકામાં તો એવા શબ્દ લીધા છે: મોક્ષાર્થી-મુમુક્ષુ-યોગી. આહા... હા ! મુમુક્ષુ-યોગી, જેનું આત્મ-આચરણ રાગથી ભિન્ન થઈને જેને ધર્માચરણ થયું છે; (એટલે કે) ધર્મ અર્થાત્ શુદ્ધ ચૈતન્ય-આનંદ સ્વભાવ; એનું આચરણ જેને થયું છે; જેની શુદ્ધસ્વરૂપમાં એકાગ્રતા છે; એવા મુમુક્ષુ, તેઓ “ આ સિદ્ધાંતનું સેવન કરો.” આહા... હા! આ તો આદેશ આપે છે. આચાર્ય છે ને! એ વસ્તુનું સેવન કરો. સિદ્ધાંત અર્થાત્ વસ્તુ. જે આનંદકંદ પ્રભુ છે એ સિદ્ધાંત; એ આત્મા આનંદસ્વરૂપે એ શુદ્ધ વસ્તુ; એનું સેવન કરો અથવા એ વસ્તુનો આશ્રય કરો.
‘પ્રવચનસાર ’ ગાથા-૧૦માં લીધું છે કેઃ (વસ્તુરૂપ આશ્રય વિના પરિણામ કોના આધારે રહે?) વ્યવહા૨થી ૯મી ગાથામાં એમ કહ્યું કે: “શુભ કે અશુભમાં પ્રણમતાં શુભ કે અશુભ આત્મા બને, શુદ્ધે પ્રણમતાં શુદ્ધ, પરિણામસ્વભાવી હોઈને.” એ ત્રણે લીધા ને..! જે રીતે પર્યાય પરિણમે છે તે-રૂપે (દ્રવ્ય ) પર્યાયમાં તન્મય થઈ જાય છે. પછી ૧૦મી માં કહ્યું કે, આ જે પરિણામ છે એનો આશ્રય દ્રવ્ય છે. ‘ આશ્રય' નો પ્રશ્ન હતો ને? એ પરિણામ વિના દ્રવ્ય ન હોય. પરિણમે છે એ પર્યાય છે, પરિણામ છે. તો તેનો ‘આશ્રય ’ કોણ ? ( કે-દ્રવ્ય.) નહીંતર આમ તો વિકારનો આશ્રય તો નિમિત્ત છે; (વિકાર) ૫૨ના લક્ષે (થાય છે). પરંતુ અહીં એ નથી લેવું. અહીં તો પરિણમનાર પોતે જ તેનો આશ્રય છે. આહા.. હા !
અહીંયાં કહે છેઃ અહો ! સિદ્ધાંતનું સેવન કરો. આખો બાર અંગનો સાર ! વસ્તુ ભગવાન (આત્મા ) તો શરીર, વાણીની ક્રિયાથી તદન ભિન્ન છે; પણ (જે) દયા, દાન, વ્રતનો વિકલ્પ છે એનાથી પણ વસ્તુ ભિન્ન છે. (એવી જે વસ્તુ) તેનો આશ્રય કરો; તેનું સેવન કો અર્થાત્ તેમાં એકાગ્ર થાઓ ! ટીકામાં તો આશ્રય-સેવન કરવાનું કહે છે. ‘આશ્રય' નો અર્થ જ સ્વભાવ તરફની એકાગ્રતા. જે એકાગ્રતા અનાદિથી રાગમાં, મિથ્યાત્વમાં છે, જેથી ) ભગવાન ચિદાનંદસ્વરૂપ એક બાજુ રહી જાય છે. (અર્થાત્ તિરોભૂત થઈ જાય છે), તેને ( બદલે ) રાગને એકબાજુ કરી દે! આહા.. હા! સમજાણું કાંઈ ? આવી વાત છે, પ્રભુ! ઝીણી વાત છે પણ શું કરે ? વસ્તુ તો આ છે. છઠ્ઠા ગુણસ્થાન સુધી વ્યવહારચારિત્ર આવે; પણ તેને વ્યવહાર ત્યારે કહીએ કે, જેને નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો અંશ (સાથે ) હોય. પછી એને ( વ્યવહારને ) છોડીને સાતમામાં જાય છે, અર્થાત્ નિશ્ચય (રત્નત્રય ) થાય છે. આહા.. હા ! વસ્તુ તો આ છે, પ્રભુ !
99
‘ છઢાળા ’ માં આવ્યું ને...! “ લાખ બાત કી બાત યહી, નિશ્ચય ઉર લાઓ; તોર સકલ જગદંદ–વૃંદ, નિત આતમ ધ્યાઓ. લાખ વાતની વાત.. લાખ શબ્દ મૂક્યો છે, પણ અનંત વાતની વાત કહો.. (આ છે કેઃ) જગત દંદ-ફંદ (એટલે કે) અંદર આત્મા અને રાગનું (જે) દ્વૈતપણું (થઈ રહ્યું છે) તેને, ગમે તે પ્રકારે છોડીને; અરે! ગુણી અને ગુણ એવું દ્વૈતપણું છોડીને; આત્મા-ત્રિકાળી જ્ઞાયકભાવ-આનંદભાવ-નો આશ્રય કરો, એમાં એકાગ્ર થાઓ! ધ્રુવના ધ્યાનથી એક સમય પણ ખસવું નહીં, (તેમ કરો )!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com