________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૦ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ શુભભાવ વ્યવહાર વચ્ચે આવે છે. સમજાણું કાંઈ ?
- જ્યાં સમ્યગ્દર્શન નથી તેને તો મહાવ્રતાદિ એ બધા પરિણામની તો અહીંયાં ગણતરી જ નથી. એને (તો) વ્યવહાર પણ કહેવામાં આવતો નથી. (અહીં તો જેને) અંતરના આત્માના આનંદનું ભાન છે, અનુભવ છે (પણ પુરુષાર્થની ઓછપને લીધે) તે આનંદમાં ઠરી શકતો નથી એથી અશુભ છોડીને શુભમાં આવે છે એટલી વાત છે. –એ વ્યવહાર. સમકિતદષ્ટિનો એ વ્યવહાર છે. મિથ્યાષ્ટિને તો વ્યવહાર હોય જ નહીં. આહા... હા! ભારે કામ! રાગ અને પુણ્યથી ધર્મ માનનારા એ મિથ્યાષ્ટિને તો વ્યવહાર ય હોય નહીં. એ તો વ્યવહારાભાસ છે. આહા.... હા ! આવું (વસ્તુ) સ્વરૂપ છે.
શુદ્ધનિશ્ચયનયે સ્વાભાવિક જ્ઞાન આદિ શુદ્ધ ગુણોથી શોભેલો, પરમ ચૈતન્યસામાન્ય અને પરમ ચૈતન્યવિશેષરૂપ જેનો પ્રકાશ છે- (પરમ) દર્શન અને જ્ઞાન જેનો પ્રકાશ છે. સૂર્યના તેજ જેમ પ્રકાશ છે તેમ ભગવાનમાં જ્ઞાન અને દર્શન જેનાં તેજ છે. આહા... હા! “એવા નિજ પરમાત્મદ્રવ્યમાં” જેનો જ્ઞાતા-દ્રષ્ટા નિજ સ્વભાવ છે એવા પોતાના આત્મા-નિજ પરમાત્મદ્રવ્યમાં “શુદ્ધચારિત્રમય સ્થિરભાવ કરે છે.” –જોયું! ઓલો- “વીતરાગના માર્ગમાં સ્થિર પરિણામ (શુભભાવ) કરે છે, એ વ્યવહાર હતો અને આ “શુદ્ધ ચારિત્રમય સ્થિરભાવ કરે છે” એ નિશ્ચય. આહા... હા ! આનંદસ્વરૂપ અને અતીન્દ્રિય જ્ઞાનનું ભાન-અનુભવ હોવા છતાં જેને સ્થિરતા નથી તેને આવો (અઠયાવીશ મૂળગુણનો) ભાવ આવે, એ વ્યવહાર કહેવાય. અને એ વ્યવહાર છોડીને અંદર સ્વરૂપમાં ઠરી જાય તેને નિશ્ચય કહેવાય. (આવા) મુનિઓ (હોય) અને મુનિ કહેવાય.
આહા... હા ! અનંત આનંદ અને અનંત અનંત જ્ઞાન જેનો સ્વભાવ છે, એવા સ્વભાવમાં શુભભાવથી રહિત થઈ-સ્વરૂપમાં (જે) વીતરાગભાવે ઠરે છે તે નિશ્ચયચારિત્ર છે. સમજાણું કાંઈ? વ્યવહારચારિત્ર (જે) કહ્યું પરંતુ તે પહેલાં “શુદ્ધ નિશ્ચયસમ્યગ્દષ્ટિ (જીવ)” એમ કહ્યું, (તો એ વાત ) સમકિતી માટે (ની છે). પહેલો વ્યવહાર અને પછી નિશ્ચય થાય, એમ અહીંયાં ન આવ્યું. સમજાણું કાંઈ ? પ્રથમ ચૈતન્યના આશ્રયે વિકલ્પની અપેક્ષા છોડી દઈ, નિરપેક્ષપણે જેણે આત્માનો આનંદ-અનુભવ-પ્રતીતિ થઈ છે એવા (સમ્યગ્દષ્ટિ) જીવને, પૂર્ણ સ્થિરતા થઈ નથી એથી વચમાં આવા પંચમહાવ્રતના પરિણામ આવે છે, એ વ્યવહાર છે, એ બંધનાં કારણ છે. નિશ્ચયથી તો તેનાથી (તેવા વ્યવહારથી) રહિત થઈને સમતાના ભાવમાં ઠરે છે (તો) શાંતિ.. શાંતિ.. શાંતિ.. શાંતિ.. શાંતિ. શાંતિ-વીતરાગી શાંતિ વધી જાય છે, તેને નિશ્ચયચારિત્ર કહે છે!
ભાઈ ! આવી વાતો છે!! ઓલા (વ્યવહારના પક્ષવાળા) રાડું પાડે છે. (પણ) બાપુ! માર્ગ તો “આ” છે, ભાઈ ! નિશ્ચયસમ્યક દર્શન વિના વ્યવહાર ય હોય નહીં. એ માટે તો અહીંયાં પહેલી વાત એ કરીઃ “શુદ્ધનિશ્ચયસમ્યગ્દષ્ટિ જીવ.” –એમ કહ્યું ને..? એ (સમકિતી) વ્યવહારે પાંચ મહાવ્રત, સમિતિ, ગતિ, ઇન્દ્રિયોનો નિરોધ, છે આવશ્યક, અઠયાવીશ મૂળગુણો આદિ મહાવ્રત વગેરે વ્યવહારમાં હોય છે. પણ જ્યારે એ રાગને છોડી, ભગવાન આનંદધામમાં સ્થિર થાય છે, સ્થિરતાથી જે નિર્વિકલ્પદષ્ટિ અંદરમાં જામી જાય છે, તેને સત્ય-નિજ ચારિત્ર કહેવામાં આવે છે. એ પોતાનું ચારિત્ર.
આમાં (લોકો) વાંધા ઉઠાવે-વ્યવારથી (નિશ્ચય) થાય! નિમિત્તથી (ઉપાદાનમાં કાર્ય) થાય! (પણ) “વ્યવાર હોય છે” એમ તો કહ્યું. પણ થાય છે ત્યારે વ્યવહાર છોડીને (આત્મામાં)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com