________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ સાથે રહેલું જ્ઞાન (એમ) કહે છે કે આ દષ્ટિનો જે વિષય, જે ત્રિકાળદષ્ટિ, અંદર જયવંત વર્ત છે. આહા. હા.. હા !
જિજ્ઞાસા: દર્શનને જ્ઞાનની મદદ લેવી પડી ?
સમાધાન: સાથે છે. એ ( જ્ઞાન ) જાણે છે દષ્ટિને. દષ્ટિ જાણતી નથી. જ્ઞાન-ઉપયોગ છે તે જાણવાનું કામ કરે છે. દર્શન પોતાને પણ જાણતું નથી અને જ્ઞાનને પણ જાણતું નથી, આહા... હા! ઝીણી વાત છે, બાપુ !
એક (અપેક્ષાએ) સરભંગી લીધી છે. જાણવું-દેખવું તે “ઉપયોગ” છે એ સ્વ છે, અને એ સિવાય બીજા ગુણ “ઉપયોગ” નહીં તેથી તે પર છે. એવી સરભંગી ચાલી છે. ઉપયોગસ્વરૂપ જે જાણન-દેખન એ અસ્તિ, અને એ સિવાય બીજા જે છે તેની નાસ્તિ; કારણ કે ઉપયોગમાં આ બધા ગુણો નથી, ઉપયોગમાં તો જ્ઞાન-દર્શનનો ઉપયોગ જે ધ્રુવ છે તે એના જ્ઞાનની પર્યાયમાં આવ્યું, તો એ ઉપયોગ જે છે તે સ્વ-અસ્તિ છે, અને ઉપયોગ સિવાયના જે અનંતગુણ એમાં ઉપયોગ નથી, એને ઉપયોગ ન કહીએ. એની સપ્તભંગી ચાલી છે.
જિજ્ઞાસા: બધા ગુણોથી પર્યાયને ઉપયોગ કહેવાય?
સમાધાન: નહીં. ઉપયોગ નહીં. એ તો પછી ચેતના કહેવામાં ય પછી ચેતનાના બધા ગુણ ચેતના કહેવામાં આવે છે, પણ ભાગ (ભેદ) પાડવાથી ચેતના તો જાણન–દેખન એ ચેતના છે. એ હમણાં કહેશે. (શું) સમ્યગ્દર્શન પોતાને જાણે છે? ચારિત્ર પોતાને જાણે કે હું ચારિત્ર છું? નહીં. જ્ઞાન જાણે છે. (શ્રોતા:) ચારિત્રને શુદ્ધ ઉપયોગ–અશુદ્ધ ઉપયોગ (સંજ્ઞા) આવે છે! (ઉત્તર) એ વાત આચરણ અપેક્ષાએ છે. એ ‘દ્રવ્યસંગ્રહ' માં આવ્યું છે. બાર પ્રકારના જે ઉપયોગ છે. પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શન-એ ઉપયોગરૂપ ભાવ... બસ! એ શુદ્ધઉપયોગ ને અશુદ્ધઉપયોગ એમ ત્યાં નથી. શુદ્ધ અને અશુદ્ધમાં તો આચરણ સાથે આવે છે. ઘણીવાર અહીં વાત થઈ ગઈ છે. શુદ્ધઉપયોગ તો અંદર આચરણનું છે. એકલું જાણવું-દેખવું નહીં. અશુદ્ધઉપયોગમાં મલિન આચરણ છે અને શુદ્ધઉપયોગમાં નિર્મળ આચરણ છે. આચરણ છે શદ્ધઉપયોગમાં. આહા... હા ક્યાં ક્યાં ફેર પડે છે. વાત તો એવી બહુ છે. “દ્રવ્યસંગ્રહ” માં લીધું છેઃ બાર પ્રકારનો ઉપયોગ ભિન્ન ચીજ છે અને શુદ્ધ ને અશુદ્ધ ઉપયોગ જે આચરણ છે તે ભિન્ન ચીજ છે. સમજાણું કાંઈ?
અહીંયાં કહે છે: “તેવી (-સહજ) આ દષ્ટિ સદા જયવંત છે.” આહા. હા! “તેવું જ (-સહજ) વિશુદ્ધ ચારિત્ર પણ સદા જયવંત છે.” આહા... હા! અંદરમાં જે ચારિત્રવીતરાગભાગ છે એ ત્રિકાળ વર્તે છે. (એમ તો) શુભભાવને પણ વિશુદ્ધ કહે છે, શુદ્ધઉપયોગપર્યાયને પણ વિશુદ્ધ કહે છે. પણ અહીં ત્રિકાળ (ચારિત્ર) ને પણ વિશુદ્ધ કહેવામાં આવ્યો છે.... “વિશુદ્ધ ચારિત્ર.” પણ ચારિત્ર કેમ લીધું? કેઃ જ્ઞાન જયવંત વર્તે છે. દષ્ટિ જયવંત વર્તે છે. તેમજ ચારિત્ર ત્રિકાળી, વિશુદ્ધ ચારિત્ર “પણ” એમ લીધું ને..! ઓલા ( જ્ઞાન અને દૃષ્ટિ) બે આવ્યા ખરાને. એટલે ચારિત્ર પણ સદા જયવંત છે. આહા... હા! ભગવાન વીતરાગસ્વરૂપ ચારિત્ર તો આત્મામાં સદા જયવંત છે! જો વીતરાગસ્વરૂપ ન હોય તો જે વીતરાગની પર્યાય આવી તે આવી ક્યાંથી ? બારમા ગુણસ્થાનમાં વીતરાગીચારિત્રપર્યાય આવી ક્યાંથી? એ વીતરાગચારિત્ર ત્રિકાળ, ધ્રુવ છે! એના આશ્રયથી (નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે) –આ તો ભેદનું કથન છે. અત્યારે એ લેવું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com