________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦ – પ્રવચન નવનીત: ભાગ-૨
બહારની પ્રવૃત્તિ-દયા, દાન, વ્રત, ભક્તિ, યાત્રા-જેટલી હોય, તે બધો શુભભાવ છે. અને હિંસા, જૂઠું, ચોરી, ધંધાવેપારના ભાવ, એ તો બધાં પાપભાવ છે. એ પાપ અને પુણ્યના ભાવથી (ભિન્ન), નિજરસના ફેલાવથી વસ્તુ અંદર સ્કુરાયમાન-પ્રગટ પડી છે, એમ કહે છે.
સ્કુરાયમાન થવામાત્ર “જે સમયસાર એટલે પરમાત્મા” એ ત્રિકાળ અંદર ને અંદર અનંતશક્તિથી સ્કુરાયમાન છે, એમ કહે છે. અનંતશક્તિથી ભરેલો પ્રભુ અંદર પડ્યો છે, સ્કુરાયમાન એટલે પ્રગટ (પર્યાય) નહીં. અહીં તો પરમાત્મા એવો છે. એનો અનુભવ કરવો એ પર્યાય છે.
“તેનાથી ઊંચું ખરેખર બીજું કાંઈ પણ નથી.” એક સેકંડના અસંખ્યમાં ભાગમાં એટલે કે એક સમયમાં પરિપૂર્ણ પ્રભુ આત્મા અંદર બિરાજે છે. એવો પરમાત્મા, અંદર પોતાનું સ્વરૂપ એ પરમાત્મા જ છે, પરમ આત્મા-પરમસ્વરૂપ (છે). એને ક્યારેય વિશ્વાસમાં-દષ્ટિમાં લીધો નથી. અને એની દષ્ટિ થયા વિના જે કંઈ કરે તે બધું સંસાર–ખાતે છે. સમજાણું કાંઈ ?
સમયસારનાં ર૭૮ કળશ છે ને...! અહીં આ ૨૪૪મો કળશ છે. એનો આધાર પદ્મપ્રભમલધારિદેવ મુનિ ટીકાકારે આપ્યો છે કે ભાઈ ! અમૃતચંદ્રાચાર્ય પણ આમ કહે છે. મૂળ (ગાથામાં) ત્રીજું પદ છે ને..! “ગપ્પા નો જ્ઞાતિ” એની આ વ્યાખ્યા છે કેઃ “જે આત્માને ધ્યાવે છે” તો આત્મા કોણ? કે: અનંતશક્તિના ફેલાવથી ભર્યો પડ્યો પરિપૂર્ણ પરમાત્મા એ આત્મા. એ શુભ-અશુભ ભાવથી પણ ભિન્ન અને પોતાના પરિપૂર્ણ સ્વભાવથી અભિન્ન-એવો “અપ્પા”– એને અહીંયાં પરમાત્મા કહ્યો. સમજાણું કાંઈ ?
તેનાથી ઊંચું ખરેખર બીજું કાંઈ પણ નથી.” આહા.... હા ! સર્વોત્કૃષ્ટ વસ્તુ ભગવાન પરિપૂર્ણ આત્મા, એ સર્વોત્કૃષ્ટ વસ્તુ છે. (એમ કહે છે).
ઝીણી વાત છે, બાપુ! અપૂર્વ વાત!! અનંતકાળમાં મનુષ્યનાં ભવ અનંત કર્યા, એનાથી અસંખ્યગણા અનંતા નરકનાં કર્યા અને એનાથી અસંખ્યગણા અનંત સ્વર્ગના કર્યા. તો શુભભાવ (પ્રમાણમાં) ઘણો વધી ગયો. શુભભાવ પણ અનંતવાર કર્યો તો સ્વર્ગ મળ્યું. પણ સમ્યગ્દર્શન વિના એ જન્મમરણ મટે નહીં. સમજાણું કાંઈ ?
ભગવાન આત્મા અંદર પરિપૂર્ણ પરમાત્મસ્વરૂપ! “પપ્પા સો પરમપ્પા” આવે છે ને તારણસ્વામીમાં. આત્મા એ તો અહીં પોતે જ પરમાત્મા છે. વસ્તુ તરીકે પોતે જ આ આત્મા પરમાત્મા છે. આહા.... હા ! એ પરમાત્માનો એનલાર્જ (સમ્યવિકાસ ) થાય ત્યારે પર્યાયમાં અરહંતપણુ-પરમાત્મપણું પ્રગટે.
દષ્ટિ-સમ્યગ્દર્શન એને કહીએ કે જેના ધ્યેયમાં-વિષયમાં પરિપૂર્ણ પરમાત્મા આવ્યો હોય. ધ્રુવસ્વરૂપ નિત્યાનંદ પ્રભુએ સમ્યગ્દષ્ટિનો વિષય, એ એનું ધ્યેય, એ (દષ્ટિમાં) આવ્યું હોય તેને સમ્યગ્દર્શન કહે છે. અને એનું જ્ઞાન કરવું એ સમ્યજ્ઞાન છે. શાસ્ત્ર-જ્ઞાન આદિ તો અનંતવાર કર્યો, પણ એ આત્મજ્ઞાન કર્યું નથી. જ્ઞાનનું જ્ઞાન કર્યું નથી. જ્ઞાનસ્વરૂપ ભગવાનઆત્માનું જ્ઞાન કર્યું નથી. (જ્ઞાનપર્યાયને) સ્વસંમુખ કરી નથી. અથવા સ્વથી વિમુખ થઈને પરની સંમુખ થઈને બધું આચરણ કર્યું. તે તો નિરર્થક ગયું. એનાથી ભવભ્રમણ મટયું નથી.
તેનાથી ઊંચું ખરેખર બીજું કાંઈ પણ નથી”-સર્વોત્કૃષ્ટ વસ્તુ પરમાત્મા પોતાનું સ્વરૂપ તેનાથી ઊંચી કોઈ ચીજ છે જ નહીં. “(-સમયસાર સિવાય બીજું કાંઈ પણ સારભૂત નથી.”)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com