________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૨ - ૧૮૭ એ ભેદજ્ઞાન તો પહેલું થયેલું છે પણ પછી ભેદ વિશેષ કરીને ચારિત્ર થાય છે, એમ કહેવું છે.
ભેદ-અભ્યાસ થતાં, તેમાં જ જે મુમુક્ષુઓ સર્વદા સંસ્થિત રહે છે, તેઓ તે (સતત ભેદાભ્યાસ) દ્વારા મધ્યસ્થ થાય છે.” મધ્યસ્થ થાય છે એટલે કે અંદર વીતરાગદશા થાય છે. રાગથી પણ ભેદ-અભ્યાસ કરતાં અને ભેદના લક્ષને છોડીને પણ અંદરમાં અભેદ તરફ જતાં ચારિત્રની વીતરાગી નિર્મળ દશા- મધ્યસ્થપણું પ્રાપ્ત થાય છે.
આહા.. હા! આવી વાતો!! ત્યાં મળે છે ક્યાંય મુંબઈમાં, ક્યાંય આજુબાજુમાં? ક્યાંક પૈસા મળતા હશે? પણ એને (આત્માને) પૈસા પણ ક્યાં મળે છે? મને મળ્યા, એવી મમતા મળે છે એને. પૈસા તો એ એના ઘરમાં-જડમાં-રહ્યાં. (પણ એને) મમતા મળે છે! દુઃખની દશા મળે છે!
અહીંયાં કહે છે કેઃ રાગથી ભેદ પાડતાં આનંદની દશા–ચારિત્ર-પ્રગટ થાય, મધ્યસ્થ થાય છે. મધ્યસ્થ એટલે વીતરાગ. આવું ચારિત્ર છે! શું કહ્યું? “ભેદ-અભ્યાસ થતાં, તેમાં જ જે મુમુક્ષુઓ સર્વદા સંસ્થિત રહે છે.” આહા.... હા.... હા.. હા! રાગથી ભિન્ન પડીને, ભગવાન અતીન્દ્રિયઆનંદમાં સંસ્થિત-સમ્યક પ્રકારે સ્થિત-રહે છે, આનું નામ ચારિત્ર!
અહીં તો પંચમહાવ્રતનાં ય ઠેકાણાં ન મળે અને ચારિત્ર થઈ ગયું! વ્રત થઈ ગયાં ! આહા... હા ! સમજાણું કાંઈ? બહુ આકરી વાત, ભાઈ ! આવી વાતો... આવું બોલવું... અને એને માટે રસોડું કરે છે! બાર જણા સાથે હતા અને એક બ્રહ્મચારી બિચારો નરમ માણસ હતો. સાથે ચારપાંચ બાઈઓ રાંધવાવાળી હતી. પાંચ આર્જિકા, સાધુ પાંચ અને એક બ્રહ્મચારી ક્ષુલ્લક (એમ) ત્યાં શેઠના મકાનમાં અગિયાર માટે આહાર થતો હતો. અને હોય ઉશિક. પણ કહે કે ઉશિક છે કે નહીં એની આપણને શી ખબર પડે? અવધિજ્ઞાની છીએ અમે? અરર... ર! પ્રભુ! આ શું બોલે છે? કેટલો બચાવ કરે છે? હજી સો બસો પાંચસો માણસ માટે બનાવ્યું હોય અને ( વળી) બેચાર માણસ આવી જાય (તો તો ઠીક). (પણ) છતાંય શંકા થાય કે ભાઈ અમારે માટે બન્યું છે કે નહીં? નહીંતર તો ત્યાં બનાવ્યું હોય ત્યાં જાય (અને ચોકસાઈ કરે). આહા... હા ! પ્રભુ! પ્રભુ! માર્ગ એવો છે, ભાઈ ! માર્ગ એવો છે, ભાઈ !
અહીંયાં કહે છે: “ભેદ-અભ્યાસ દ્વારા ' અર્થાત્ રાગના વિકલ્પથી જુદા અભ્યાસ દ્વારા, મધ્યસ્થ થાય છે એટલે કે વીતરાગચારિત્ર પ્રગટ થાય છે.
શેઠિયાઓએ પણ બધું એમ ને એમ ગુમાવ્યું. પણ કાંઈ આ અભ્યાસ કર્યો નહીં. કરવાનું તો ‘આ’ છે, બાપુ! આવું મનુષ્યપણું મળ્યું–અરે ! હાલ્યું જશે, એની મુદત પૂરી થયે ખલાસ થશે-એમાં કરવાનું તો ‘આ’ છે!
અને તે કારણથી તે પરમ સંયમીઓને” આહા... હા! જોયું! (સતત ભેદાભ્યાસ) દ્વારા મધ્યસ્થ થાય છે અને તે કારણથી તે પરમ સંયમીઓને “વાસ્તવિક ચારિત્ર થાય છે.” એને વાસ્તવિક-યથાર્થ ચારિત્ર હોય છે.
આહા... હા! પંચમ આરાના સંત, પંચમ આરાના જીવન માટે કહે છે! પંચમ આરો (કહીને) બચાવ કરે છે ને...! હવે આ વાત ઊડી જાય છે. અહીં તો આ મુનિ તો પંચમ આરાના છે. (અને પંચમ આરાના શ્રોતાને “આ” કહે છે). પંચમ આરો છે, (માટે કંઈ માર્ગ બદલાઈ જાય છે? એમ નથી). બે હજાર વર્ષ પહેલાં કહ્યું હોય તો શીરો તો ત્રણ ચીજથી, જે રીતે બને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com