________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૭ – ર૬૫ પહેલું તો એ સિદ્ધ કર્યું કે ત્રણ શલ્યપણે પર્યાયમાં વર્તે છે. “વર્તે છે” તેને છોડવું છે. આત્મા શલ્યપણે પરિણમે ? કે-હી. વ્યવહારનયે પરિણમે? ડૅ. ગાંગુલીનો એક પ્રશ્ન વારંવાર આવતો કે-આત્મા રાગરૂપે થાય? આહા.. હા! તત્ત્વની કાંઈ ખબર ન મળે. તત્ત્વ જે દ્રવ્યસ્વભાવ, શક્તિરૂપ સ્વભાવ, આત્મા સાથે તાદાભ્ય ગુણના સ્વભાવરૂપ વસ્તુ, એ તો તદ્દન નિર્દોષ-પવિત્ર છે; પણ એ આત્મા જ પોતે પોતાનું સ્વરૂપ ભૂલી અને પર્યાયમાં મિથ્યાત્વભાવ, માયાશલ્ય, નિદાનશલ્ય, (એ) પર્યાયમાં પરિણત થાય છે. સમજાણું કાંઈ ? (શ્રોતા ) અહીં માયા આવી, ક્રોધ-માન નથી આવ્યા! (ઉત્તર) અહીંયાં માયાશલ્ય લેવું છે. કપટનું અંદર ઊંડ શલ્ય પડ્યું હોય (છે). “માયા હૃદય હાથ ન આવે” એવા માયા-કપટ-કુટિલતા, એ લેવું છે. મિથ્યાત્વ ને માયા (-કપટ) ને નિદાન. બસ! ત્રણ શલ્ય છે. પછી રાગનો અસ્થિરતાનો ભાવ મુનિને (પણ) હોય છે. પણ અહીંયાં તો ત્રણ શલ્યરહિત મહાતપોધન (હોય છે. અર્થાત ) ભગવસ્વરૂપ આચાર્યમુનિની પરિણતિમાં ત્રણ શલ્યરહિત દશા હોય છે. અને તેના (-શલ્યના) સ્થાનમાં અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય અનંત શાંતિની ઉગ્રતાનું પરિણમન હોય છે. શાંતિ. શાંતિ.. શાંતિ, આનંદ.. આનંદ! આહા... હા... હા!
ધર્મીને, કોઈ પરચીજમાં, પોતાની ચીજથી અધિકતા અને વિશેષતા ક્યાંય ભાસતી નથી. સમજાય છે કાંઈ ? ધર્મીને પોતાના આત્માના આનંદસ્વરૂપની વિશેષતા-ચમત્કારિક માહાભ્ય ભાસ્યું છે તેથી (તેને) કોઈ બાહ્ય પદાર્થ-શરીર સુંદર, ધણી લક્ષ્મી, કરોડો રૂપિયાના મોટા બંગલાની વિસ્મયતા-આશ્ચર્યતા દેખાતી નથી. આહા. હા! ઇન્દ્રનાં ઇન્દ્રાસન હોય તોપણ સમકિતીને (તેમાં) આશ્ચર્યતા-વિસ્મયતા લાગતી નથી.
(આત્માને) એ ત્રણ શલ્યો (વર્તે છે) “એમ ઉપચારથી કહેવાય છે.” –શું કહ્યું? ભગવાન આત્મા પરમાનંદસ્વરૂપ, ધ્રુવ; એમાં તો ત્રણ શલ્ય નથી. પણ પર્યાય, કર્મના સંગેકર્મના સંયુક્તપણાને કારણે-ત્રણ શલ્યપણે છે; એ વ્યવહારનયથી–ઉપચારથી કહેવામાં આવે છે. ઉપચારથી એટલે દ્રવ્યમાં નથી પણ પર્યાયમાં છે, માટે ઉપચાર છે. સમજાય છે કાંઈ ? વ્યવહારનયથી કહો કે ઉપચારથી કહો તો એ ત્રણ શલ્યસહિત વર્તે છે. વર્તે છે (અર્થાત્ ) એ આત્મા ત્રણ શલ્યમાં વર્તે છે. પર્યાયમાં ત્રણ શલ્ય (છે). ઇન્દ્રિયોમાં સુખબુદ્ધિ, પુણ્યના ભાવમાં હિતબુદ્ધિ, પાપના પરિણામમાં આનંદનું-સુખનું ભાસવું-એ બધો મિથ્યાત્વભાવ; એ ભાવમાં જીવ વ્યવહારનયે વર્તે છે. (શ્રોતાઃ) ઉપચાર કરવો એટલે? (ઉત્તર:) એ પર્યાયમાં છે, એ જ ઉપચાર. વસ્તુમાં નથી અને પર્યાયમાં છે એ વ્યવહાર કહો કે ઉપચાર કહો (એકાર્થ છે). પર્યાયમાં ત્રણ શલ્યપણું છે, એને આત્મા-દ્રવ્ય-જીવ-વસ્તુ તો નિમિત્તમાત્ર છે. નિમિત્ત એટલે કંઈ નહીં. પર્યાય ઉપાદાનપણે પોતામાં ત્રણ શલ્યપણે વર્તે છે.
“બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા' એટલે કે જગત નથી તેમ દોષ પર્યાયમાં નથી (–એમ નથી). પરમ સત્ય પ્રભુમાં દોષ નથી; પણ એની પર્યાયમાં દોષ નથી એવું (વસ્તુ) સ્વરૂપ નથી. જે દોષ ન હોય તો એને અતીન્દ્રિય આનંદનો અનુભવ જોઈએ.
કહે છે કે: એ ત્રણ શલ્યના ભાવસહિત વર્તે છે. વર્તે છે, એમ કીધું. કર્મને લઈને વર્તે છે. એમ નહીં. પોતે પોતાને ભૂલીને (એન), કર્મનું સંયુક્તપણું-સંબંધ છે. બસ! આહા.... હા! ઊંડ ઊંડે કંઈક પણ રાગના અંશના ભાગથી (મને ) લાભ થશે-એવું જે મિથ્યાત્વ શલ્ય છે, એમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com