________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮ – પ્રવચન નવનીત: ભાગ-૨
પ્રવચન: તા. ૨૦-૨-૧૯૭૮
(વળી (આ ૮૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે) :इति सति मुनिनाथस्योचकैर्भेदभावे स्वयमयमुपयोगाद्राजते मुक्तमोहः। शमजलनिधिपूरक्षालितांहः कलंक: स खलु समयसारस्यास्य भेदः क एषः।। ११० ।।
| [ શ્લોકાર્થ:- ] એ રીતે જ્યારે મુનિનાથને અત્યંત ભેદભાવ (ભેદવિજ્ઞાનપરિણામ) થાય છે, ત્યારે આ (સમયસાર) સ્વયં ઉપયોગ હોવાથી, મુક્તમોહ (મોહરહિત) થયો થકો, શમજલનિધિના પૂરથી ( ઉપશમસમુદ્રની ભરતીથી) પાપકલંકને ધોઈ નાખીને, વિરાજે (-શોભે ) છે;તે આ ખરેખર, આ સમયસારનો કેવો ભેદ છે! ૧૧૦. ).
(“નિયમસાર') કળશ-૧૧૦. કળશ બોલાઈ ગયો છે કાલે. (કહે છેઃ) “એ રીતે જ્યારે મુનિનાથને”-જોયું: “મુનિનાથ” કીધા! જેને આત્માના સ્વરૂપનું ઉગ્ર સ્વસંવેદન પ્રગટ થયું છે, એ જેનું ભાવલિંગ છે તેને અહીંયાં “મુનિનાથ' કહે છે. “અત્યંત ભેદભાવ (ભેદવિજ્ઞાન પરિણામ) થાય છે.” એકલો (ભેદભાવ એમ) નહીં (પણ) “અત્યંત ભેદભાવ' (કહ્યું. કેમકે.) સમ્યગ્દષ્ટિને ભેદજ્ઞાન છે, પણ રાગથી ભિન્ન પડેલું એટલું જ ભેદજ્ઞાન છે; અને મુનિને તો રાગની અસ્થિરતાથી (પણ) ભિન્ન પડેલું ભેદજ્ઞાન છે. (એટલે) એમ કહ્યું કેઃ “અત્યંત ભેદભાવ' (અર્થાત ) ભેદવિજ્ઞાન પરિણામ થાય છે.
(હવે કહે છે કે, “ત્યારે આ (સમયસાર) સ્વયં ઉપયોગ હોવાથી” - આત્મભગવાન, એ તો ઉપયોગ જ સ્વરૂપ છે. ત્રિકાળ જાણવું-દેખવું, એવું એનો ઉપયોગ સ્વરૂપ છે. એનો કાયમી સ્વભાવ અને સ્વરૂપ તો ઉપયોગ છે. એ ત્રિકાળી દર્શન-જ્ઞાન છે, એને પણ ઉપયોગ કહેવામાં આવે છે. આહા... હા! સ્વયં ઉપયોગ હોવાથી “મુક્તમોહ (મોહ રહિત) થયો થકો”-પર્યાયમાં પણ સ્વયં ઉપયોગરૂપ હોવાથી મુક્તમોહ થયો થકો (અર્થાત્ શું કહે છે? કે.) પરતરફની સાવધાનીનો રાગાદિ ભાવ (હતો) એનાથી સ્વતરફના અત્યંત ભેદજ્ઞાનને લઈને રાગથી મુક્ત થયો છે. –આવું મુનિપણું! અને એ મુનિપણા વિના મુક્તિ નથી !
એ (મુનિનાથ) મુક્તમોહ થયો થકો, “શમજલનિધિના પૂરથી” – આહા.... હા ! જુઓ! સરવાળો લાવ્યા: સમતારૂપી પાણીના દરિયાનું પૂર, વીતરાગરૂપી નિધિનું પૂર અર્થાત્ ભરતી આવી છે. શમરસજલથી ભરેલો ભગવાન, સમતારૂપી રસથી વીતરાગસ્વભાવ ભરેલો પ્રભુ; એને રાગથી ભિન્ન પાડીને સ્થિર થતાં એની પર્યાયમાં શમરસજલની ભરતી આવી; એનું નામ ચારિત્ર છે.
“શમ' નો અર્થ સમતારૂપી જલનિધિનો દરિયો, એનું પૂર એટલે ભરતી, (એનાથી) “(ઉપશમ સમુદ્રની ભરતીથી) પાપકલંકને ધોઈ નાખીને [ વિરાજે (-શોભે) છે.)” શમજલનિધિના પૂર” નો એટલો અર્થ કર્યો: ઉપશમસમુદ્રની ભરતી '. પછી (કહ્યું:) પાપકલંકને ધોઈ નાખીને (અર્થાત્) સ્વભાવસ—ખમાં વીતરાગભાવ પ્રગટ થયો તેથી વિભાવભાવને ધોઈ નાખ્યા (છે). અહીં વિભાવભાવ-પુણ્ય અને પાપ બેય-પાપકલંક છે. આવો માર્ગ છે! પહેલું તો ભેદજ્ઞાન દ્વારા એટલે કે પ્રજ્ઞાછીણી દ્વારા, સાધક દ્વારા. પ્રજ્ઞાછીણી જે મૂળ તો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com