________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૯ – ૨૯૧ આવી વાતું છે!
અરેરે! આ જગતની હોંશું... એ બધી આર્તધ્યાન ને રૌદ્રધ્યાનની હોંશું છે. આ રળ્યા ને કમાણા ને આ થયા ને... આ બધી હોંશું છે. રળવાની આમ હોંશ.... હોંશ.... પૈસા મળ્યા, કરોડ રૂપિયા થયા ને બે કરોડ રૂપિયા થયા ને પાંચ કરોડ રૂપિયા થયા-આટલા કમાણા! શું છે આ બધું? કમાણા છે કે ખોટ ગઈ છે? આહા... હા ! કરો આજે તો ચૂરમાના લાડવા, લાપસી રાંધો, આજ પાંચ લાખ પેદા થયા છે. શું છે આ? આર્તધ્યાન ને રૌદ્રધ્યાન છે, ભાઈ ! (શાસ્ત્રમાં) આવે છે: “લક્ષ્મીનું વારંવાર ચિંતવન એ રૌદ્રધ્યાન છે”. અજાણી ભાષા છે. પરિગ્રહનું ઉગ્ર ચિંતવન એ રૌદ્રધ્યાન છે. એના ફળ તરીકે તો સંસારનાં દુઃખ છે. ત્યારે વળી શુભભાવમાં સુખ છે એમ કીધું.
“પ્રવચનસાર” માં એમ કહ્યું કે તેના (શુભભાવના) ફળમાં પણ ત્યાં (સ્વર્ગમાં) દુ:ખ જ છે. પંડિતજી ! ત્યાં તો એમ કહ્યું કેઃ શુભભાવથી અશુભભાવ જુદો કેમ પડે ? અશુભ ને શુભ જદો કેમ પડે? બંને એક જાત છે. કેમ ? એના ફળમાં પણ ત્યાં દુ:ખ જ છે. અજ્ઞાન આદિથી : વિષયને ભોગવે છે, એ દુઃખ છે, દુઃખ (ભોગવે છે). અને તમે ભેદ પાડો કે શુભમાં આ ફળ અને અશુભમાં આ (ફળ). બેયનાં એક જ ફળ (દુ:ખ છે). ત્યાં એમ કહ્યું. અને બીજે આમ કહ્યું છે કે, જ્યાં નિશ્ચયનો આશ્રય છે ત્યાં (એનો) વ્યવહાર એ પરંપરા કારણ છે. (અને અહીંયાં કહ્યુંઃ ધર્મધ્યાનમાં) પૂર્ણ આશ્રય નથી, તેથી વચમાં રાગ આવે છે; તો એ સ્વાશ્રયવાળાને રાગ આવ્યો છે એમ ગણીને સ્વાશ્રય-ધર્મધ્યાનવાળો સ્વર્ગ ને મોક્ષમાં જાય છે. એમ કહ્યું છે. સમજાણું કાંઈ ? આહા... હા! આ તો અધ્યાત્મ શાસ્ત્રો તો ગંભીર બહુ, ભાઈ ?
“તે નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ છે.” -ત્યાં શુક્લધ્યાન કીધું. એકલો પરમ આશ્રય. - ભગવાન-આત્મા; જેની પરિણતિ-ભાવના દ્રવ્યમાં જામી ગઈ છે. જેનું બાહ્ય લક્ષ જ નથી. હજી ધર્મધ્યાનમાં તો રાગ હતો એટલે બાહ્ય લક્ષ હતું એથી એનું ફળ સ્વર્ગ કહ્યું. અહીં તો બાહ્ય લક્ષ (જ નથી), એકલું અંતર્લક્ષમાં ગુમ થઈ ગયો છે. એવો નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ છે.
એમભાષા જુઓ પાછી. પાઠમાં એમ હતું: “નવરગિદિસુત્તેસુ” હવે આ અર્થ શું કરે છે કેઃ “એમ” (એટલે) આ ધ્યાનની વ્યાખ્યા કીધી. એમ “પરમ જિનેન્દ્રના મુખારવિંદથી નીકળેલાં દ્રવ્યશ્રુતમાં કહ્યું છે.”
આહા... હા! ભગવાન સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા (વીતરાગનો જ ઉપદેશ આપે છે.) આત્માવલોકન' માં (ગુરુઅધિકારમાં) આવે છે ને...! [“વીતર વીતરી નીવચ્ચે निजस्वरूपो वीतरागं मुहुर्मुरुः गृणाति कथयति स पुरुष गुरुपदं स्थानं भासति शोभते।” ] મુનિઓ તો વીતરાગનો જ ઉપદેશ આપે છે. “મુહુર્મુહુ' એટલે વારંવાર. એ તો સ્વાત્માના આશ્રયથી-વીતરાગતાની જ વાત કરે છે. પરાશ્રિતભાવને જણાવે છે પણ આદરણીય તરીકે તો સ્વાશ્રિતભાવને જે વીતરાગભાવ તરીકે કહે છે. આહા.... હા ! (ગુરુ એને કહીએ).
તેથી “પરમાત્મપ્રકાશ” માં કહ્યું ને...! કે જેને શુભરાગ ઉપાદેય તરીકે છે તેને ભગવાન આત્મા હેય તરીકે છે. જેને આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો શુભભાવ આદરણીય અને ઉપાદેય તરીકે છે તેને ભગવાન આત્મા હેય છે, એને આત્મા છાંડવા લાયક થઈ ગયો છે. આહા.. હા! જેને આત્મા ઉપાદેય છે તેને રાગ હેય છે. છતાં રાગ આવે છે એમ કહીને એમ કહ્યું કે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com