________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૮ – પ્રવચન નવનીત: ભાગ-૨
[ હવે આ ૮૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં મુનિરાજ બે શ્લોક કહે છે: ]
(માતિની). अथ निजपरमानन्दैकपीयूषसान्द्रं स्फुरितसहजबोधात्मानमात्मानमात्मा। निजशममयवार्भिर्निभरानंदभक्त्या स्नपयतु बहुभिः किं लौकिकालापजालेः।। ११३।।
[ શ્લોકાર્થઃ ] આત્મા નિજ પરમાનંદરૂપી અદ્વિતીય અમૃતથી ગાઢ ભરેલા, સ્ફરિત સહજ જ્ઞાનસ્વરૂપ આત્માને નિર્ભર (-ભરચક) આનંદ-ભક્તિપૂર્વક નિજ શમમય જળ વડે સ્નાન કરાવો; બહુ લૌકિક આલાપાળોથી શું પ્રયોજન છે ( અર્થાત્ બીજા અનેક લૌકિક કથનસમૂહથી શું કાર્ય સરે એમ છે )? ૧૧૩.
આહા. હા! “આત્મા નિજ પરમાનંદરૂપી અદ્વિતીય અમૃતથી ગાઢ ભરેલાં” કેવો છે પ્રભુ! આ આત્મા? કે: નિજ પરમાનંદરૂપી અદ્વિતીય-અજોડ અમૃત, એના અમૃતની હારે કોઈને મેળ કરાય એવી (કોઈ) ચીજ નથી. આહા... હા ! આત્મા નિજ પરમાનંદરૂપી અજોડ અમૃતથી ગાઢ ભરેલો છે, ત્રિકાળ... હોં! અને તે “સ્કુરિત” છે. “સહજ જ્ઞાનસ્વરૂપ” અંદર સ્કુરિત જ છે, પ્રકટ જ છે. –એમ આ વાત પર્યાયની નથી. આહા. હા! અતીન્દ્રિય આનંદથી ભરેલો, ગાઢ ભરેલો- એમ. પોલો નહીં. આ દૂધમાં ઉફાણ-ઊભરો આવે એ બધું પોલું આવે. દૂધ પાંચ શેર હોય એમાં ઊભરો આવે ત્યાં તે કાંઈ વધીને દશ શેર થઈ ગયું છે એમ નથી. આ (આત્મા) તો અમૃતથી ગાઢ ભરેલો ભગવાન; (એ) પોલો નથી. આહા... હા! ભગવાન આત્મા અતીન્દ્રિય અમૃતના સાગરથી ગાઢ ભરેલો (છે). ત્યાં પોલાણ નથી (ક્યાંય). જેમ રત્નનો કરંડિયો પૂરો હોય છે તેમ અમૃતના સાગરનો કરંડિયો ભગવાન છે. અમૃતથી ગાઢ ભરેલો, પ્રગટ સહજ જ્ઞાનસ્વરૂપ, પ્રગટ એટલે સહુજ સ્વરૂપ જ્ઞાન અંદર શક્તિ-સ્વભાવરૂપે પ્રગટ જ છે. એ તો પર્યાયની અપેક્ષાએ તેને અવ્યક્ત પણ પોતાની એપક્ષાએ એ તો વ્યક્ત-પ્રગટ જ છે. આહા.... હા! ભગવાન પોતાના જ્ઞાનસ્વરૂપે પ્રગટ બિરાજમાન છે.
(સ્ફરિત (પ્રગટ) સહજ ) જ્ઞાનસ્વરૂપ “આત્માને નિર્ભર (-ભરચક)” – હવે, શું કહે છે? આવો જે ભગવાન અતીન્દ્રિય અમૃતના સાગરથી ગાઢ ભરેલો પ્રભુ (ને) “આનંદ-ભક્તિપૂર્વક”. ભાષા તો જુઓ! એની ભક્તિ કેવી? કે: આનંદમય ભક્તિ. આહા... હા... હા! ભરચક-નિર્ભર આનંદ-ભક્તિપૂર્વક. - પાછું જોયું! પોતે તો (અમૃતથી ગાઢ) ભરેલો છે. પણ એની ભક્તિ પણ ભરચક આનંદ (પૂર્વક), ભક્તિપૂર્વક ભરેલી છે. પરમ આનંદરૂપ થવું, એ નિશ્ચયભક્તિ છે. વ્યવહારભક્તિ-દેવ, ગુરુ, શાસ્ત્રની એ તો વિકલ્પ છે, એ દુઃખ છે. અને આ ભગવાન અમૃતથી ભરેલો એની પરમ આનંદ-ભક્તિ-આનંદની ભક્તિ, એમ કહ્યું (એટલે કે) પરમ આનંદ દશા પ્રગટ થઈ. આનંદ-ભિક્તપૂર્વક “નિજ શમમય જળ વડે” પોતાના વીતરાગસ્વભાવ દ્વારા, સમતાના જળ વડે “સ્નાન કરાવો”- આત... હા! લ્યો, આ કરવાનું કહ્યું !
શ્લોકો કેવા કર્યા છે. જુઓ ને...! આહા... હા! (શ્રોતા ) પવિત્ર તત્ત્વ છે તો વળી સ્નાન શું? (ઉત્તર) “સ્નાન કરાવો' એટલે (પવિત્રતા) પ્રગટ કરો એટલે પર્યાયમાં મલિનતાનો નાશ થઈ જાય, એમ. પર્યાયમાં આનંદ-ભક્તિથી સ્નાન કરાવો. વસ્તુ તો વસ્તુ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com