________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૧ર – ૨૨૫ “સમયસાર” પહેલી ગાથામાં કહ્યું ને...! સિદ્ધ પ્રતિછંદના સ્થાને છે. પડઘા સમાન. આમ અવાજ નાખે તો સામો અવાજ આવે-પ્રતિધ્વનિ. હે ભગવાન! તમે નિરપરાધી સિદ્ધ છો. સામો અવાજ આવે છે-હું આત્મા! તું નિરપરાધી સિદ્ધ છો.
આમાં કોઈ મોટાં ભાષણ ને મોટા હો... હા. એ કંઈ હાલે એવું નથી. (વસ્તુસ્વરૂપ આવું છે). દુનિયા માને ન માને સ્વતંત્ર છે, બાપુ! જે ગુનામાં ધર્મ માનશે એનાં ફળ તો એને ભોગવવા પડશે.
વળી ( આ ૮૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે ) :તથા દિ
(માલિની) अपगतपरमात्मध्यान संभावनात्मा नियतमिह भवार्त: सापराधः स्मृतः सः। अनवरतमखंडाद्वैत चिद्भावयुक्तो
भवति निरपराधः कर्मसंन्यासदक्षः।। ११२।। [ શ્લોકાર્થ:- ] આ લોકમાં જે જીવ પરમાત્મધ્યાનની સંભાવના રહિત છે (અર્થાત જે જીવ પરમાત્માના ધ્યાનરૂપ પરિણમનથી રહિત છે-પરમાત્મધ્યાને પરિણમ્યો નથી ) તે ભવાર્ત જીવ નિયમથી સાપરાધ ગણવામાં આવ્યો છે; જે જીવ નિરંતર અખંડ-અદ્વૈત-ચૈતન્યભાવથી યુક્ત છે તે કર્મસંન્યાસદક્ષ (-કર્મ ત્યાગમાં નિપુણ ) જીવ નિરપરાધ છે. ૧૧૨
“આ લોકમાં જે જીવ પરમાત્મધ્યાનની સંભાવના રહિત છે”- આ જગતની અંદર (જે) આત્મા પોતાના પરમાત્મધ્યાનની સંભાવના રહિત છે (અર્થાત્ ) પોતાનો પરમાત્મા જે શુદ્ધ ચૈતન્યઘન એના પરમાત્મધ્યાનની (સંભાવના રહિત છે ), (એટલે કે) એમ કહે છે કે: પરમાત્મસ્વરૂપ પૂર્ણ પોતાનું છે (પણ) આ જગતની અંદર જે કોઈ જીવ એના (સ્વરૂપના) ધ્યાનની સંભાવનાથી રહિત છે, ધ્યાનની એકાગ્રતાથી રહિત છે” (અર્થાત) “જે જીવ પરમાત્માના ધ્યાનરૂપ પરિણમનથી રહિત છે”-પરમાત્મસ્વરૂપના ધ્યાનની પરિણતિથી રહિત છે, આહા... હા! શુદ્ધ પરમાત્મસ્વરૂપની એકાગ્રતાથી જે શુદ્ધપરિણતિ થાય છે તેનાથી જે રહિત છે-“પરમાત્મધ્યાને પરિણમ્યો નથી”. પરમસ્વરૂપ ભગવાન આત્માને ધ્યાને (અર્થાત્ તેને) ધ્યેયમાં લઈને જેનું પરિણમન થયું નથી, આહા... હા! જે જીવ પરમ આત્મસ્વરૂપ ધ્રુવ, ચૈતન્યઘન, આનંદકંદ પ્રભુ, એના ધ્યાનથી એટલે તેના તરફની એકાગ્રતાની પરિણતિથી રહિત છે; તે ચાહે કોઈ સાધુ નામ ધરાવતો હોય, દ્રવ્યલિંગ ગ્રહણ કર્યું હોય, નિરતિચાર પંચમહાવ્રત પાળતો હોય પણ એ પરમાત્માના ધ્યાનથી તો રહિત છે “તે ભવાર્ત જીવ” ભવઆર્ત=ભવમાં પરિભ્રમણ કરનારો જીવ, ભવાર્ત=ભવમાં આર્ત=ભવમાં પીડાયેલો જીવ-શુદ્ધ ચૈતન્ય ભગવાન પરમ આનંદના ધ્યાનથી રહિત છે એટલે કે શુદ્ધ પરમાત્માના ધ્યાનથી પરિણતિ-પર્યાયથી રહિત છે અને તે રાગ સહિત છે તે ભવાર્ત છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com