________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૭૦-૮૧ – ૧૫૩ સાવધાની–આવે છે, એવો પણ (એનો) અર્થ છે. પણ એ મારી ચીજમાં અને મારી ચીજ જેવી જે મારી પરિણતિ છે એમાં નથી!
આહા... હા! આવો માર્ગ છે!! એ (મોહરાગદ્વેષ મારે નથી, તેથી કરીને સમ્યગ્દષ્ટિને પછી એમ થઈ જાય કે હવે આપણે પૂર્ણ સિદ્ધસમાન થઈ ગયા; તો પછી શુભમાં વર્તીએ કે અશુભમાં વર્તીએ-બેઉ સરખું, એમ નથી. સમજાણું કાંઈ ? અશુભને છોડવા શુભભાવ-ભક્તિ, વાંચન, શ્રવણ, મનન, ચિંતવનાદિ (ભાવ) આવે છે. -એ બધું શું છે? વિકલ્પ છે. પણ વિકલ્પ આવ્યા વિના રહે નહીં. અંદર નિર્વિકલ્પમાં કરી શકે નહીં તો (વિકલ્પ) આવ્યા વિના રહે નહીં. અને અશુભભાવ એ તો વિશેષ પાપ છે. સમજાણું કાંઈ ?
(અહીંયાં કહે છેઃ ) “એવા વિશિષ્ટ આત્મતત્ત્વને” આહા.. હા! વિશિષ્ટ-ખાસ તત્ત્વ. પર્યાયથી પણ ભિન્ન. આહા. હા! થોડું... પણ સત્ય છે, તેવું સમજવું જોઈએ. બહુ લાંબી લાંબી વાત હોય ને સત્ય વાત આવે નહીં (તો તે શું કામની) ? “ગ્રહનારા શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે ”—એમ કેમ કહ્યું? કે મારો પુરુષાર્થ અંદર છે! ત્રિકાળીને પકડવાનો મારો પુરુષાર્થ છે ! શુદ્ધ એ પુરુષાર્થ વિના થાય એમ નથી. એમ કહે છે. ભલે ક્રમબદ્ધ થાય છે પણ ક્રમબદ્ધમાં પુરુષાર્થ સ્વભાવ-સન્મુખ જાય છે, ત્યારે ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થાય છે. સમજાણું કાંઈ ? (શ્રોતા:) ક્રમબદ્ધ આવશે ત્યારે પુરુષાર્થ થશે જ! (ઉત્તર) એ પુરુષાર્થ કરશે ત્યારે જ ક્રમબદ્ધનો નિર્ણય થશે. શેઠ! ઘણી વખતે “કાળલબ્ધિ” કહે છે ને.! એનો અર્થ એવો કર્યો કે, કાળલબ્ધિ આવશે ત્યારે પુરુષાર્થથી) થઈ જશે!
અહીં તો એવું નથી, પ્રભુ! અહીં તો જુઓઃ કાળલબ્ધિ ને કમબદ્ધ એ પર્યાયમાં થાય છે ને..? તો પર્યાયનો નિર્ણય ક્યારે થાય છે? કે: દ્રવ્યનો આશ્રય લે ત્યારે નિર્ણય થાય છે. પર્યાયના આશ્રયે પર્યાયનો નિર્ણય થતો નથી. સમજાણું કાંઈ ? એક ન્યાય કરી ફેરવે તો અંદર (તત્ત્વ) બધું ફરી જાય એવું છે. એમ કે અમારે તો ક્રમબદ્ધ આવશે ત્યારે (સમકિત) આવશે. પણ “એ ક્રમબદ્ધ આવશે” એનો નિર્ણય છે તને? “હું કરું. હું કરું.. કરું' - એવી તો બુદ્ધિ છે, તો “ક્રમબદ્ધમાં આવશે” એ નિર્ણય ક્યાંથી આવ્યો? કમબદ્ધમાં તો કર્તા બુદ્ધિ ઊડી જાય છે. ક્રમબદ્ધમાંતો જ્ઞાતા-દ્રષ્ટાબુદ્ધિ થઈ જાય છે. આહા... હા! ભાઈ ! એમ છે. (શ્રોતાઃ) ક્રમબદ્ધ જ જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરે છે! (ઉત્તર) એ ક્રમબદ્ધનો નિર્ણય કર્યો એમાં સમ્યગ્દર્શન અને જ્ઞાન અંદર સ્વભાવ તરફ આવ્યા. (શ્રોતાઃ) આપે કહ્યું કે: ક્રમબદ્ધનું જ્ઞાન તો અક્રમ ઉપર લક્ષ જાય તો; તો એનું લક્ષ જયારે જાય એ પણ ક્રમબદ્ધમાં આવે ને? (ઉત્તર) પણ (એ) ક્રમબદ્ધમાં નિર્ણય શો? એ નિર્ણય પણ કર્યો કોણે? ક્રમબદ્ધની વાતો કરવી છે એને? ( શ્રોતા ) નિર્ણય કરવામાં એવો ક્રમ આવે? (ઉતર:) ક્રમ આવે, તો (પણ) નિર્ણયનો પુરુષાર્થ કરશે ત્યારે એને ક્રમબદ્ધનો નિર્ણય થશે. એ તો કહ્યું ને! કાળલબ્ધિમાં પણ એ છે કે કાળલબ્ધિનું જ્ઞાન ક્યારે થાય છે કે, જ્યારે પોતાના સ્વભાવસભુખ પુરુષાર્થ- “આ હું ધ્રુવ, પૂર્ણાનંદનો નાથ, શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળથી ત્રિકાળ શુદ્ધ છું,' એવો પુરુષાર્થ-કર્યો ત્યારે, ક્રમબદ્ધ (નો નિર્ણય થયો) અને કર્તાપણાની બુદ્ધિ છૂટી ગઈ.
એ તો કહ્યું હતું ને. પહેલાં. અમારી વાત, ૭ર ની સાલની, સંપ્રદાયની. મોટી ચર્ચા થઈ હતી. એ પ્રશ્ન થયો કે “કેવળજ્ઞાનીએ દીઠું હશે તેમ થશે, આપણે (પુરુષાર્થ) શું કરીએ? આપણે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com