________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૫ – ૨૩૭ ખાય અને ઓલી સાકર ભીની થઈ હોય અને માખી આવે, તેને ખાવા બેસે પછી છોકરી ફરીને ગાંગડો ઉપાડે ત્યારે માખીની પાંખ પણ દબાઈ જાય ઓલા (ગાંગડા) માં. પછી ચોટેલી હોય ને તો ઝટ ઊડે નહીં. આ (સાકરના) સ્વાદ આગળ પાંખ તૂટી જાય પણ માખી ત્યાંથી ખસે નહીં. એમ જેને આનંદના-સાકરના સ્વાદ આવ્યા, તે રાગના વિકલ્પથી તદ્દન હઠી ગયો છે તેને એ શરીર તૂટી જાય ને ભંગ થઈ જાય તોપણ દરકાર નથી. ઉપસર્ગ ને પરિષહુ અનેક આવે પણ તે ધર્મીને અડતા નથી. આહા... હા... હા ! બહારમાં ઉપસર્ગ ને પરીષહુના ઢગલા આવે છતાંય, પોતે આનંદનો સ્વાદિયો ત્યાંથી (આનંદથી) ખસતો નથી. જેમ એ માખી ઊડતી નથી (તેમ). સમજાણું કાંઈ ? આવો છે માર્ગ, બાપુ ! હજી એને ઓળખાણે ય ન મળે, એનું જ્ઞાને ય ન મળે (તો) શ્રદ્ધા તો ક્યાંથી લાવવી? અને સ્થિરતા તો ક્યાં ય રહી દૂરની વાત ).
આહા.... હા! (સહજવૈરાગ્યભાવનારૂપે) પરિણમ્યો થકો સ્થિરભાવ કરે છે, “તે પરમ તપોધન - બીજો નહીં, એમ. અતીન્દ્રિય આનંદના સ્વાદમાં જામી ગયો છે એવો તપોધન જ-મુનિ “પ્રતિક્રમણસ્વરૂપ કહેવાય છે, કારણ કે તે પરમ સમરસીભાવનારૂપે પરિણમ્યો થકો”—હવે, (પહેલાં જે) “સ્થિરભાવ' કહ્યો તે શું છે (તે) કહે છે. તે પરમ સમરસીભાવનારૂપે પરિણમ્યો, પરમ વીતરાગની એકાગ્રતાપણે પરિણમ્યો છે. આહા. હા! વીતરાગભાવપણે અંદર પરિણમ્યો છે, કેમકે પ્રભુ પોતે આત્મા વીતરાગસ્વરૂપ છે; એની ભાવનાપણે વીતરાગભાવે પરિણમ્યો છે.
આહા... હા! “સહજ નિશ્ચયપ્રતિક્રમણમય છે”—લ્યો! તે સહજ નિશ્ચયપ્રતિક્રમણમય છે (અર્થાત ) તે પ્રતિક્રમણસ્વરૂપ જ છે. સમજાણું કાંઈ ?
ભાવ તો આકરા છે, ભાઈ ! અનંતકાળનો કોઈ દી અભ્યાસ નહીં. આ દુનિયાના અભ્યાસમાં મરી ગયો! એલએલ. બી. , એમ. એ. , ડૉકટર. - (એવાં ) મોટાં પૂંછડાં વળગાડયાં. દુઃખના રસ્તે વયો ગયો.
તે (પરમ તપોધન) જ સ્વાભાવિક નિશ્ચયપ્રતિક્રમણમય છે. “પ્રતિક્રમણવાળો છે” એમેય નહીં; પ્રતિક્રમણમય જ છે, એમ. આનંદના સ્વાદમાં એટલો મશગૂલ થઈ ગયો છે કે પ્રતિક્રમણસ્વરૂપ જ છે. પાપ (અને પુણ્ય) થી હુઠી ગયો છે અને સ્વરૂપમાં ઠરી ગયો છે. આહા... હા! આમાં કંઈક શાસ્ત્રના બહુ જાણપણાની જરૂર છે? કે એવું કાંઈ છે નહીં. આહા... હા! અંદરમાં જઈને ઠરવું, (બસ!) એ સહુજ પ્રતિક્રમણમય આત્મા છે.
અહીં (સંપ્રદાયમાં) તો પડિકમણું સાંજે કરે એટલે બસ! અમે પડિકમણું કરી આવ્યા. શું પડિકમણ? કોને કહેવું પણ? મિથ્યાત્વનું સેવન કરે-રાગ આવે અને એમ માને કે મેં ધર્મ કર્યોમિથ્યાત્વનું સેવન કરે અને માને કે અમે પ્રતિક્રમણ કર્યું. અરે ! શું થાય, બાપુ !
(... શેષાંશ પૃ. ૨૩૮ ઉપર)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com