________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૧-૫૫ – ૧૧૫ વીતરાગતામાં ઉગ્ર પુરુષાર્થ એનું નામ તપ છે. (શું કહે છે? કે:) ચારિત્ર-રમણતા, એ ચારિત્રની સ્થિતિ તો છે પણ એમાં ઉગ્ર પુરુષાર્થ વડે અવિચળ સ્થિતિ કરવી, ચારિત્રની દશામાં ઉગ્ર પુરુષાર્થથી અવિચળ સ્થિતિ રહેવી-એવી સ્થિતિરૂપ સહજનિશ્ચયચારિત્ર, સ્વાભાવિક સત્ય ચારિત્ર આ તપથી હોય છે.
જિજ્ઞાસા: તપથી ચારિત્ર થાય છે કે ચારિત્રથી તપ થાય?
સમાધાનઃ કહ્યું ને....! અવિચળ સ્થિતિરૂપ ચારિત્ર છે, એને તપ કહેવામાં આવે છે. ચારિત્ર પછી તપ હોય છે. તપ પણ કોને? કે: અવિચળ સ્થિતિરૂપ સહજનિશ્ચયચારિત્ર આ તપથી હોય છે. અંદર નિર્વિકલ્પ સ્થિરતા જામી જવી, એવા ચારિત્રથી આ તપ કહેવામાં આવે છે. (શ્રોતા:) એ બરાબર સમજાયું નહીં (ઉત્તર) ફરીને કહીએઃ પહેલાં વ્યવહારનયના ચારિત્રમાં હોય છે-કોણ? કેઃ પરમજિનયોગીશ્વર પહેલાં પાપક્રિયાથી નિવૃત્તિરૂપ વ્યવહારનયના ચારિત્રમાં હોય છે. ખરેખર એમને વ્યવહારનયગોચર તપશ્ચરણ હોય છે. જુઓ પહેલાં ચારિત્ર લીધું ને..? રાગ જે થયો એને જ વ્યવહારતપ કહે છે. વ્યવહારચારિત્રને જ વ્યવહારતપ કહે છે. બાર પ્રકારનાં તપ' એ બધાં નિમિત્તનાં કથનો છે, તે પુણ્યબંધનું કારણ છે. અહીં તો (જે) વ્યવહારચારિત્ર છે તે (પણ) પુણ્યબંધનું કારણ છે. આહા.... હા! સમજાણું કાંઈ ? વાત તો બહુ આકરી બાપા!
અહીંયાં તો આ પરમાત્મા સર્વજ્ઞ પરમાત્માએ કહ્યું ને...! પરમાત્મસ્વરૂપ પ્રભુ આ (પોતે જ) છે. હમણાં છેલ્લા શ્લોકમાં કહેશેઃ એ પરમાત્મસ્વરૂપમાં અવિચળ સ્થિરતારૂપ લીનતા એ ચારિત્રથી આ તપ હોય છે. બાકી બધી લાંઘણ છે. આવું છે, પ્રભુ! શું થાય? અવિચળ સ્થિતિરૂપ સહજનિશ્ચયચારિત્ર; એવી ચારિત્રદશામાં સ્થિરતા વિશેષ થઈ જવી, એને અહીંયાં તપ કહે છે.
(હવે) આધાર આપે છે: “એવી રીતે એકત્વસતિમાં (શ્રી પદ્મનંદી આચાર્યદેવકૃત પદ્મનંદિપંચવિંશતિકા' નામના શાસ્ત્રને વિષે એકત્વસતિ નામના અધિકારમાં ૧૪મા શ્લોક દ્વારા) કહ્યું છે કે
“दर्शनं निश्चयः पुंसि बोधस्तदबोधं इष्यते।
स्थितिरत्रैव चारित्रमिति योगः शिवाश्रयः।।" [શ્લોકાર્થ:- આત્માનો નિશ્ચય તે દર્શન છે, આત્માનો બોધ તે જ્ઞાન છે, આત્મામાં જ સ્થિતિ તે ચારિત્ર છે; - આવો યોગ (અર્થાત્ આ ત્રણેની એકતા) શિવપદનું કારણ છે.” ]
આ બધાં શાસ્ત્રો (વ્યાખ્યાનમાં) ચાલી ગયાં છે. છવ્વીસ અધિકાર છે. પણ પદ્મનંદી અને પંચવિંશતિ-એમ નામ બે સરખાં છે એટલે પચ્ચીસ કહેવામાં આવ્યા. છેલ્લો “બ્રહ્મચર્ય' નો અધિકાર છે. આહા.... હા! બ્રહ્માનંદ પ્રભુ, એમાં રમણતા કરવી એનું નામ બ્રહ્મચર્ય છે. ઘણું સ્પષ્ટ કર્યું છે. ઘણું લીધું છે. પછી જરા આચાર્ય કહે છેઃ હે યુવાનો! આ મારી વાત તમને પસંદ ન પડે, તમને વિષયની રુચિ હોય તો હું તો મુનિ છું, ક્ષમા કરશો. આહા.... હા ! પણ મારી પાસે તમે કઈ (બીજી) આશા રાખશો? પણ પચ્ચીસ વર્ષનું યુવાન રૂપાળું શરીર, સ્ત્રીનું રૂપાળું શરીર, મડમ જેવી હોય અને પાંચપચીસ લાખ રૂપિયા દહેજમાં લઈને આવી હોય.. એને આમ (રાજીના રેડ થઈ જાય)! અરે... રે! એમાં ઝેરના પ્યાલા છે. વિષયના ભોગ તો ઝેરના પ્યાલા છે, પ્રભુ! આહા.... હા ! અંદર આનંદનો નાથ બિરાજે છે ને..! (એના) અમૃતના ઘૂંટડા પીતાં,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com