________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૫૪ – ૩૫ બાર ગ્રીવક ઉપજાયી”. એ તો આત્મજ્ઞાન વિનાનો એકલો ક્રિયાકાંડ છે, શુભરાગ છે; એ તો એકવાર નહીં અનંતવાર કર્યો છે. એમ કરીને તો પછી અનંત પુદગલપરાવર્તન-સ્વર્ગનું અને નરકનું કર્યું છે ! આહા. હા! નરકની ગતિ તો ન બદલાઈ પણ રસ ને સ્થિતિ ઘટી ગઈ. નરકે તો ગયા, પણ આગામી કાળમાં પહેલા તીર્થકર થશે! આહા.... હા!
એ અહીં કહે છે. એ સાર છે. અનુભવ કરવામાં એ ત્રિકાળીદ્રવ્ય તે સાર છે. “જે સમસ્ત નાશ પામવાયોગ્ય ભાવોથી દૂર છે.” –આ પર્યાયથી દ્રવ્ય દૂર છે. દૂરનો અર્થ: પર્યાયમાં ધ્રુવ આવતું નથી. ધ્રુવને પર્યાય સ્પર્શતી નથી અને પર્યાયને ધ્રુવ સ્પર્શતું નથી. –એ અપેક્ષાથી પર્યાયથી દ્રવ્ય દૂર છે. એમ કહેવામાં આવે છે. આહા... હા! પર્યાય, મોક્ષનો માર્ગ છે પણ એ પર્યાય, દ્રવ્યને સ્પર્શ કરતી નથી!
સમયસાર' ગાથા-૪૯ (“અવ્યક્ત” ના) છ બોલમાં એ આવી ગયું છે. દ્રવ્યને પર્યાય સ્પર્શતી નથી અને પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી. (અને) પ્રવચનસાર ગાથા-૧૭૨, અલિંગગ્રહણ ” માં પણ આવી ગયું છે. હમણાં બધાં સાર-સાર વ્યાખ્યાન થઈ ગયાં છે.
અહીંયાં કહે છે કે “જે સમસ્ત નાશ પામવાયોગ્ય ભાવોથી”—એ ભાવ તો પર્યાય છે. પર્યાયને ભાવ કહે, દ્રવ્યને ભાવ કહે, ગુણને ભાવ કહે, વિકારને ભાવ કહે અને અવિકારી પર્યાયને પણ ભાવ કહે. ભવન- (“ભૂ') –હોવું છે ને...! તો ભાવ કહે. એ ભાવોથી એ ભાવોમાં “સાર” ત્રિકાળી છે. એ ભાવોથી “દૂર” ત્રિકાળી (છે). પછી કહ્યું કે, “જેણે દુર્વાર કામને નષ્ટ કર્યો છે.” એમાં અપેક્ષિત વાત છે. એ કામ-કામવાસના-એમાં છે જ નહીં. ત્રિકાળી બતાવવો છે ને! એમાં કામવાસનાનો વિકલ્પ જ નથી. તેથી એ અપેક્ષાએ કહ્યું કે “જેણે દુર્વાર કામને નષ્ટ કર્યો છે”. એક વાત. જેને કામની ઇચ્છા માત્ર નથી (તો) એવા દુર્વાર કામને નષ્ટ કર્યો છે, એમ કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો, એ ધ્રુવસ્વરૂપના આશ્રયથી રાગનો (કામનો) નાશ થાય છે. આહા... હા ! રાગ એ સંસાર છે-પુણ્ય અને પાપ બન્ને. અહીં બન્નેને પાપ કહેશે. સમજાણું કાંઈ ? “જેણે દુર્વાર” (એટલે) નિવારી શકાય નહીં એવી વાસના, વિષયની વાસના, ઇન્દ્રિયોના વિષયની મીઠાશ જે ઝેર છે; એનાથી તો વસ્તુ દૂર છે. ઇન્દ્રિયોના સુખમાં સુખ માનવું, તે ઝેરને સુખ માનવું, તે મિથ્યાત્વભાવ છે. પણ વસ્તુ તો મિથ્યાત્વભાવથી અને સમ્યગ્દર્શનમાં આત્માનું ભાન થયું તે પર્યાયોથી પણ દૂર છે.
આહા.... હા! આવી વાત છે, પ્રભુ! કેટલો દૂર? એ તો કાલે આવી ગયું હતું ભાઈ-એક સમયની પર્યાય અને ધ્રુવ છે તો સમીપ. એના અસંખ્ય પ્રદેશમાં જેટલા પ્રદેશમાંથી પર્યાય ઊઠે છે તેટલું ક્ષેત્ર અને તેટલો ભાવ; અને ધ્રુવક્ષેત્ર અને ધ્રુવક્ષેત્રનો ભાવ-બે ભિન્ન ભિન્ન છે. તો એના બે અર્થ લેવાઃ એક તો એમાં-ત્રિકાળીમાં કામ છે નહીં. એ “સાર” તત્ત્વમાં કામ છે જ નહીં. બીજી રીતે, એ ત્રિકાળી ભગવાન આનંદકંદ પ્રભુ, નિત્યાનંદ ધ્રુવ; એના આશ્રયથી સંસાર અર્થાત્ કામનો-કામની વાસનાનો-નાશ થાય છે. આહા.. હા! પહેલી-સમ્યગ્દર્શનની ભૂમિકા કોઈ અલૌકિક છે. એ વિના (બધાં થોથેથોથાં છે)!
“સમયસાર’ ૪૧૩-ગાથામાં સંસ્કૃત ટીકામાં એ ત્રણ શબ્દો આવ્યા છે: “(તેઓ) અનાદિરૂઢ (અનાદિકાળથી ચાલ્યા આવેલા) વ્યવહારમાં મૂઢ(મોહી) (વર્તતા થકા, ) પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય (-નિશ્ચયનય) પર અનારૂઢ (વર્તતા થકા) –અનાદિથી એ વ્યવહાર દયા, દાન, વ્રત, ભક્તિ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com