________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૭૭-૮૧ – ૧૬૯ નિષેધ નથી. પણ એ આશ્રય કરવા લાયક નથી; માટે વ્યવહારનયનો વિષય જાણવા માટે પ્રયોજનવાન છે. આદરવા લાયક તો (માત્ર) ભગવાન (આત્મા), પરમ આનંદના અમૃતથી ભરેલો પ્રભુ (છે). જેમાં વિકલ્પમાત્ર દુઃખરૂપ લાગે. અને અતીન્દ્રિય અમૃતનો સાગર ભગવાનનો આશ્રય લેતાં અમૃતની પર્યાયની ધારા વહે, એનું નામ સમ્યગ્દર્શન, જ્ઞાન ને ચારિત્ર છે.
અહીંયાં ભેદ આવ્યા. ભેદ (મને નથી) એમ કહ્યું. પણ ભેદ ભેદરૂપે છે. વ્યવહારનયનો વિષય-ચૌદ માર્ગણાના ભેદ, ચૌદ ગુણસ્થાનના ભેદ, (ચૌદ) જીવસ્થાનના ભેદ- એ વ્યવહારનયથી છે. અહીં અંતર-આશ્રય લેવાથી એ ભેદ (મને નથી, મારામાં નથી અને એ સઘળાય પ્રકારના ] ભેદનો હું કર્તા નથી, [કારયિતા નથી અને અનુમોદક નથી] એમ કહેવામાં આવ્યું છે. આહા... હા ! સમજાણું કાંઈ? “ભેદ છે”.. તો “કર્તા” નથી ને..! હું તો જ્ઞાયકસ્વરૂપ ચૈતન્યવિલાસ ભગવાન આત્મા (છું)!!
ઝીણી વાત છે, પ્રભુ! ભાષાને ધારી લે ભલે; પણ ભાવ અલૌકિક છે! કહે છે કે હું તો એ ભેદનો કર્તા નથી. હું તો ચૈતન્યવિલાસ ભગવાન આત્મા (છું). “એ ચૈતન્યવિલાસ ભગવાન આત્મા’ એ પણ વાચક-શબ્દ છે; પણ એનું વાચ્ય: ચૈતન્યવિલાસ ભગવાન આત્મા (ને ભાવવો) એ છે. હું ચૈતન્યવિલાસ (સ્વરૂપ) આત્માને (જ) ભાવું છું. હું એની ભાવના કરું છું. આહા... હા... હા !
પ્રથમ દર્શન-ભૂમિકા જ અલૌકિક ચીજ છે! એ ભૂમિકા વિના બધું નિરર્થક છે. સમ્યગ્દર્શન વિના લાખ-કરોડ અપવાસ કરે, મહાવ્રત ધારણ કરે, બધુ કલેશ (રૂપ) અને દુઃખદાયક છે, ભવભ્રમણનું કારણ છે.
અહીંયાં પ્રભુ કહે છે કેઃ દષ્ટિનો (જે) વિષય ચૈતન્યવિલાસ આત્મા, એને હું ભાવું છું. અને અસ્થિરતાથી હઠીને વિશેષપણે હું સ્વરૂપમાં સ્થિરતા-રમણતાની ભાવના કરું છું.
આ ચારિત્રનો અધિકાર છે ને...? પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન આદિ નિશ્ચયચારિત્રના પેટાભેદ છે. અને જ્યાં નિશ્ચયચારિત્ર હોય છે ત્યાં તો તેને અંતર્મુહૂર્તમાં (સાતમાથી છઠું અને છઠ્ઠાથી સાતમું ) ગુણસ્થાન પલટાઈ જાય છે. એક સેકંડમાં છઠું-સાતમું ગુણસ્થાન પલટાઈ જાય છે. “ધવલ” માં તો એવું લીધું છે કેઃ મુક્તિ પામવા પહેલાં એક અંતર્મુહૂર્તમાં પણ છઠ્ઠ-સાતમું ગુણસ્થાન હજારો વાર આવે છે. એવો પાઠ છે. એક અંતર્મુહૂર્ત-અડતાલીસ મિનિટમાં હજારો વાર.. તો છઠ્ઠી-સાતમા ગુણસ્થાનની (સમય) સ્થિતિ કેટલી થઈ ગઈ ! “ધવલ” માં આવો પાઠ છે. બધું સત્ય છે. યથાર્થ છે!
એકદમ પરમાત્મસ્વરૂપનો અનુભવ થયો છે ને પરમાત્મસ્વરૂપમાં જવાની જ જેની ભાવના છે. (છતાં) સ્વરૂપમાં સ્થિર રહી શકે નહીં તો વિકલ્પ આવે છે પણ એ બોજો લાગે છે, દુઃખ લાગે છે. મહાવ્રતના પરિણામ પણ આવે છે પણ એ (આત્માના) આનંદ આગળ દુઃખ લાગે છે. અતીન્દ્રિય ભગવાન આત્માનંદ; એનો અનુભવ-સ્વાદ; એની આગળ રાગનો સ્વાદ ઝેર જેવું દુઃખ લાગે. આહા... હા! આ માર્ગ તો જુઓ, પ્રભુ!
અહીંયાં કહે છે કે હું ભેદનો કર્તા નથી. પણ ભેદના વિષયને જાણવાવાળો છું. ભેદ છેચૌદ ગુણસ્થાન આદિ. તો હું તેને જાણવાવાળો છું, કર્તા નથી. ત્યાં સુધી તો આપણે આવ્યું. અહીં ત્રણ બોલ હુતા ને... ચૌદ જીવસ્થાન, ચૌદ માર્ગણાસ્થાન અને ચૌદ ગુણસ્થાન. ગુણસ્થાન,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com