________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨ – પ્રવચન નવનીતઃ ભાગ-૨
સ્વભાવ છે ને....! સ્વભાવની મર્યાદા શું હોય? આહા... હા ! સ્વભાવ તો અમાપ છે. જેનું માપ અપરિમિત છે. આહા.... હા! એવો જે આનંદ, જ્ઞાન, દર્શન અને વીર્ય સ્વભાવવાળો આત્મા; આવા આત્મામાં “આત્માથી સ્થિત થઈને” એટલે કે નિર્વિકારી સ્વરૂપમાં નિર્વિકારી પરિણતિથી સ્થિત થઈને, એમ. આવી વાત છે! ધર્મ ‘આ’ છે!
અનંત જ્ઞાન-આનંદસ્વરૂપ પ્રભુ; એમાં વર્તમાનમાં નિર્વિકલ્પ શ્રદ્ધા, જ્ઞાન અને વીતરાગી પરિણતિ દ્વારા- એ આત્મા દ્વારા-આત્મામાં (અર્થાત્ ) “આત્મામાં આત્માથી” – “થી થકી' છે ને અપાદાન છે ને...! “થી' (એટલે આત્માથી) “સ્થિત થઈને ”_આહા... હા! આવી વાત !!
અનંત આનંદવાળો આત્મા. એમાં આત્માથી સ્થિર થઈને એટલે કે જેટલા પુણ્ય-પાપના વિકલ્પ છે એ તો અનાચાર છે, એને છોડીને, સ્વરૂપમાં જે સ્થિર થાય છે તે વીતરાગદશા, એ આત્મા છે. એમ
અહીંયાં આત્મામાં આત્માથી–શુદ્ધ ચૈતન્યમાં, શુદ્ધ ચૈતન્યની પરિણતિ દ્વારા સ્થિત થઈને. (શ્રોતાઃ) પરિણતિને આત્મા કીધો? (ઉત્તર) એ પરિણતિને અત્યારે (આત્મા) કીધો ને...! શુદ્ધપરિણતિ છે ને એની? એ દ્વારા, આત્મામાં આત્માથી, એટલે વીતરાગી પરિણતિથી. આત્મા અતીન્દ્રિય વીતરાગસ્વરૂપ છે. આનંદ અને શાંતિ ભરચક ભરેલાં છે. અને વર્તમાનમાં શાંતિ અને નિર્મળ વીતરાગપર્યાય દ્વારા (એટલે કે એ આત્માથી) આત્મામાં સ્થિત થઈને. આહા.. હા! આ આનું નામ ધર્મ. અને આનું નામ સાચું પ્રતિક્રમણ. એનું નામ સત્ય સામાયિક.
અનાદિથી જેની રમતું એક સમયની દશા-પર્યાયમાં છે, જે વિચાર આદિની વર્તમાનપર્યાય-દશા વ્યક્ત-પ્રગટ છે એમાં જ જેની અનાદિથી રમત છે એટલે એણે અંદર વસ્તુમાં ડોકિયું કર્યું નથી (માટે) એને આવો આત્મા બેસવો (કઠણ છે).
અતીન્દ્રિય અનંત આનંદસ્વરૂપ ભગવાન; એમાં એકાગ્ર થઈને “બાહ્ય આચારથી મુક્ત થયો થકો ”—એ વ્યવહારના જેટલા દયા, દાન, વ્રતાદિના વ્યવહારનું જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એવા વ્યવહારના આચારથી, –બાહ્ય કહો કે વ્યવહાર કહો
બાહ્ય આચારથી મુક્ત થયો થકો” (એટલે કેઃ) અહીંયાં તો બાહ્ય આચાર જે બધો વિકલ્પ છે. એ બધાં બંધનાં કારણ છે, એથી જેને અબંધપરિણામ પ્રગટ કરવા છે તે અબંધસ્વભાવી ભગવાનનો આશ્રય લઈને અબંધપરિણામથી અંદર સ્થિર થાય છે, તે બાહ્ય આચારથી છૂટી જાય છે, મુક્ત થાય છે. આમ સમજાય એવું વ્યાખ્યાન) છે. “મુક્ત થયો થકો ” એટલે અતીન્દ્રિય આનંદમાં ઊંડે ઊંડ જઈને ઠરે છે એટલે બાહ્યના લક્ષવાળા જે વિકલ્પો એમાંથી છૂટી જાય છે. આવી વાત!! સમજાણું કાંઈ? “બાહ્ય આચાર” એટલે “વ્યવહાર આચાર” થી મુક્ત થયો થકો, નિશ્ચયસ્વરૂપના આચારમાં સ્થિર થયો થકો અને વ્યવહારના આચારથી મુક્ત થયો થકો.
આ દેહની ક્રિયા નહીં; આ તો કાળે ભણવું-વિનયથી વાંચવું આદિ જ્ઞાનાચાર; નિશંક આદિ સમકિતના આચાર; પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુતિ એ તેર વિકલ્પ ચારિત્રના આચાર; બાર પ્રકારનાં તપના વિકલ્પ (એ) તપના આચાર, વીર્યને અશુભમાં જતું હતું તેને શુભમાં (યોજવાનો વિકલ્પ એ વીર્યાચાર); અને દયા, દાન, વ્રતાદિ (ના સધળાય વિકલ્પ) – એ પણ અનાચાર છે. એ અનાચારથી મુક્ત થઈ, સ્વરૂપમાં લીન થઈ, “શમરૂપી સમુદ્રના જળબિંદુઓના સમૂહથી પવિત્ર થાય છે.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com