________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮ – પ્રવચન નવનીત: ભાગ-૨
[“જે મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી પદાર્થનિર્ણયના હેતુપણાને લીધે (સમ્યકત્વ પરિણામના) અંતરંગ હેતુઓ કહ્યા છે, કારણકે તેમને દર્શનમોહનીય કર્મના ક્ષયાદિક છે.”] શું કહે છે? કે: જે મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી પદાર્થનિર્ણયના હેતુપણાને લીધે (એટલે કે:) ધર્માત્મા સમકિતી જ્ઞાની હોય, એ પોતે અંતરંગ હેતુ છે; અને એમની દ્રવ્યશ્રુતરૂપ વાણી બાહ્ય ( સહકારી કારણ) છે. એ છે તો બંને બાહ્ય (હેતુ ). પણ જુઓ: મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી પદાર્થનિર્ણયના હેતુપણાને લીધે, વ્યવહારથી પદાર્થના નિર્ણયના હેતુપણાને લીધે, સમ્યકત્વપરિણામના અંતરંગ હેતુઓ કહ્યા છે.
આમાં (પંડિતો) વાંધા કાઢે છે. એમ કે: “સમકિતી જે થાય છે તેને કર્માદિકનો ક્ષય હોય છે.” પણ એ અહીં એમ નથી. અહીં તો વ્યવહારસમ્યકત્વના પરિણામ જે છે તેને દ્રવ્યશ્રુત બાહ્ય નિમિત્ત છે, ત્યારે શ્રુતને કહેનાર સામે સમકિતી છે. એટલે કેઃ દેશનાલબ્ધિમાં સમકિતીની જ (દેશના) નિમિત્ત હોય છે. અજ્ઞાનીની (દેશના), દેશનાલબ્ધિમાં નિમિત્ત થતી જ નથી. “તત્ત્વાર્થ રાજવાર્તિક' માં એ ઘણું આવ્યું છે.
અહીં કહે છેઃ મુમુક્ષુ છે (એટલે કે) મોક્ષનો અભિલાષી જીવ છે, તેમને પણ ઉપચારથી પદાર્થનિર્ણય-યથાર્થ વ્યવહારના હેતુપણાને લીધે (દ્રવ્યશ્રતરૂપ તત્ત્વજ્ઞાનને અને દર્શનમોહનીયકર્મના ક્ષયાદિકને ) અંતરંગ હેતુઓ કહ્યા છે. જેને નિશ્ચયસમ્યગ્દર્શન છે તેને વ્યવહારસમ્યગ્દર્શનમાં જિનવાણી-દ્રવ્યશ્રુત બાહ્ય સહકારી કારણ-નિમિત્ત છે. બાહ્ય સહકારી કારણ (તત્ત્વજ્ઞાન ); અને વ્યવહારથી સમ્યગ્દર્શન એ અંતરંગ હેતુ છે. સામે જ્ઞાની-સમકિતી જીવ છે. તે આ (મુમુક્ષુ) જીવને અંતરંગ હેતુ કહેવામાં આવ્યા છે. કારણ કે તે નિમિત્ત છે. અંતરંગ નિમિત્ત છે ને...? જ્ઞાની જીવનો અભિપ્રાય (આશય) જે કહેવામાં આવે તે અંતરંગ નિમિત્ત છે. છે તો એ બાહ્ય. (સમક્તિ અને દ્રવ્યશ્રુત) બંને નિમિત્ત છે, એ વ્યવહારમાં છે, નિશ્ચયમાં નથી; એને પરંપરાએ કારણ કીધું. નિશ્ચયથી તો સ્વથી જ (સ્વનો) આશ્રય થયો છે; અને એ (બંને નિમિત્ત) તો વ્યવહાર છે. નિશ્ચયવાળાનો આ વ્યવહાર એને તો પરંપરા કારણ છે, એટલો નિમિત્ત થયો છે એ છોડીને નિશ્ચય-સ્થિરતા થશે.
જિજ્ઞાસા:- નિશ્ચયસમકિતમાં વ્યવહાર કોણ?
સમાધાન- એમાં કોઈ વ્યવહાર જેવું નથી. એ તો નિરપેક્ષ છે. કહ્યું છે ને...! નિશ્ચયમોક્ષમાર્ગ તો પરમ નિરપેક્ષ છે. “નિયમસાર” ગાથા-ર માં કહ્યું ને..! “નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યકશ્રદ્ધાન જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે.” (એટલે કે, એને વ્યવહારની અપેક્ષા નથી.
જિજ્ઞાસા:- છતાં, કથનમાં વ્યવહાર આવે ખરો કે નહીં?
સમાધાનઃ- અહીં ‘નિયમસાર” માં કહ્યું: વ્યવહાર નિમિત્ત છે. પણ એનાથી (નિશ્ચય થાય એમ કહ્યું) નથી.
જિજ્ઞાસા:- નિરૂપણ બે પ્રકારે થાય ને
સમાધાન- નિરૂપણને તો પહેલાં વ્યવહાર કહ્યો. વ્યવહારનું કારણ વ્યવહાર. નિશ્ચયનું કારણ વ્યવહાર છે જ નહીં.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com