________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮ – પ્રવચન નવનીત: ભાગ-૨
પ્રવચન: તા. ૧૫-૨-૧૯૭૮
નિયમસાર'. પરમાર્થ-પ્રતિક્રમણ છે ને! ત્યાં આવ્યું છે, જુઓ: (મનુષ્ય અને તિર્યંચપર્યાયની કાયાના, વયકૃત વિકારથી) (-ફેરફારથી) ઉત્પન્ન થતા બાળ-યુવાન-સ્થવિરવૃદ્ધાવસ્થાદિરૂપ અનેક સ્થૂલ-કૃશ) “વિવિધ ભેદો શુદ્ધનિશ્ચયનયના અભિપ્રાય મારે નથી.” એ બાળ-યુવાનની અવસ્થા છે ને...? નિશ્ચયથી તો બાળ, યુવાન અને વૃદ્ધાવસ્થા જડની છે; એ પોતાના ત્રિકાળસ્વરૂપમાં નથી.
પણ સમ્યગ્દર્શન પહેલાં મિથ્યાદર્શનની અવસ્થા એ પણ બાળઅવસ્થા છે. અને સમ્યગ્દર્શનની (દશા) યુવાન અવસ્થા છે. અને કેવળ (દશા) વૃદ્ધાવસ્થા છે. –એ અવસ્થા પણ વસ્તુમાં-અંતરમાં નથી. એ પર્યાય પર્યાયમાં છે.
જે સમ્યગ્દર્શનનો વિષય ત્રિકાળી આનંદ, પરિપૂર્ણ સ્વરૂપ, વસ્તુ પરિપૂર્ણ... હોં! પર્યાયમાં પરિપૂર્ણ નહીં; પર્યાયમાં પરિપૂર્ણ તો જ્યારે સિદ્ધ થાય ત્યારે થશે. “સિદ્ધ સમાન સદા પદ મેરો” - તે કાંઈ અહીં સિદ્ધપર્યાય સમાન નથી. સમ્યગ્દષ્ટિને ક્યાં સિદ્ધપર્યાય છે? “સિદ્ધ સમાન” એ વસ્તુ અર્થાત્ ત્રિકાળી આત્મા, અખંડાનંદ પરિપૂર્ણસ્વરૂપ, જેવું સિદ્ધ-પર્યાયમાં છે તેવું સ્વરૂપ (આ) દ્રવ્યનું છે ( એ રીતે સમાન છે. પણ બંનેની પર્યાય સમાન છે. એમ નથી). સમજાય છે કાંઈ ?
અહીંયાં કહે છે: એ બાળ, યુવાન અને વૃદ્ધાવસ્થાદિ તો જડની છે. એનો તો હું કર્તા પણ નથી, કારયિતા પણ નથી અને હું કારણ પણ નથી (તથા એનો હું અનુમોદક પણ નથી).
આહા... હા! હવે આ બોલ જરી સૂક્ષ્મ આવ્યો છે: “સત્તા”-સ્વરૂપની સત્તા છે ત્રિકાળ.... ત્રિકાળ. “અવબોધ” એટલે જ્ઞાન. – (આ) ત્રિકાળીની વાત છે હોં! સમ્યગ્દર્શનનો વિષય જે ત્રિકાળ પરિપૂર્ણ પરમાત્મા, પરમ આત્મા, પરમસ્વરૂપ; એની સત્તા; તેમાં અવબોધ અર્થાત જ્ઞાન; “પરમચૈતન્ય”- (અહીં) ત્રિકાળી પરમચૈતન્ય લેવું. જ્ઞાન અને એ (દર્શન) લઈને પરમચૈતન્ય લીધું: “અને સુખની અનુભૂતિમાં લીન ” અહીં ત્રિકાળીની વાત છે. ઝીણી વાત છે. પર્યાયમાં તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય છે પણ એનો-સમ્યગ્દર્શનનો વિષય પરિપૂર્ણ પરમાત્મસ્વરૂપ છે. એવી ઝીણી વાત છે. સમજાણું કાંઈ ?
સમયસાર” ગાથા-૩૨૦ (જયસેનાચાર્યની ટીકાનું) જુદું પાનું છપાયું હતું ને..! (કહે છે કેઃ) એ ધ્યાતા પુરુષ-સમ્યગ્દષ્ટિ એમ ધ્યાવે છે કે જે સકળ નિરાવરણ વસ્તુ (–વસ્તુ હો, પર્યાય નહીં) છે તે ત્રિકાળી પરિપૂર્ણ-જ્ઞાન પરિપૂર્ણ, આનંદ પરિપૂર્ણ અનંત શક્તિ ગુણ તરીકેસ્વભાવ તરીકે દરેક શક્તિ પરિપૂર્ણ, અને એવા અનંત ગુણોનું એકરૂપ જે દ્રવ્ય-વસ્તુ, એ સમ્યગ્દર્શનનું ધ્યેય-વિષય (છે), એ વિષય વિના સમ્યગ્દર્શન હોતું નથી. એની ( વિષયની, ધ્યેયની) અપેક્ષાએ (આ વાત છે). પણ પર્યાય (જ) નથી, એમ નથી. ત્યાં પર્યાયને ગૌણ કરીને, દ્રવ્ય અર્થાત્ સમ્યગ્દર્શનનો વિષય બતાવ્યો (એને મુખ્ય કરીને પર્યાય નથી એમ કહ્યું છે.) તો કહે છે: એવી વસ્તુ સકળ નિરાવરણ છે. દ્રવ્યમાં આવરણ કેવું? વસ્તુ અખંડ એકરૂપ ત્રિકાળ (છે એને) સામાન્ય કહો, ભૂતાર્થ કહો, જ્ઞાયક કહો, ધ્રુવ કહો, સદેશ કહો, એક કહો ( એકાર્થ છે). એ ચીજ પર્યાય સિવાયની છે. સમ્યગ્દર્શનપર્યાય તો (એને) વિષય બનાવે છે. તો કહે છે. એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અર્થાત્ અંદર જ્ઞાનની પર્યાયમાં, રાગની અપેક્ષા વિના, જ્ઞાન પ્રત્યક્ષ જાણે છે, એવી એ ચીજ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com