________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૪ – ૨૨૧ “સાપરાધ આત્મા” અર્થાત્ રાગને પોતાનો માનીને, રાગની સેવામાં–શુભભાવમાં પણ ઊભો (હોય) તે નિરંતર સાપરાધી છે. આહા. હા! અહીં તો જે ભાવે તીર્થકરગોત્ર બંધાયતીર્થકરગોત્ર બાંધવામાં તો સમકિતી જ હોય, એવો ભાવ મિથ્યાદષ્ટિને તો હોય નહીં-એ ભાવ પણ અપરાધ છે. આહા... હા! આવી વાત અત્યારે લોકોને આકરી લાગે છે. સાપરાધ આત્મા નિરંતર અનંત (પુદગલપરમાણુરૂપ) કર્મોથી બંધાય છે” – જેણે ભગવાન ચિદાનંદ પરમાત્મસ્વરૂપની સેવા અર્થાત્ આરાધન કર્યું નહીં અને રાગ-દયા, દાન, વ્રતાદિના પરિણામનું સેવન અને આરાધન કર્યું તે અપરાધી જીવ છે. એ અપરાધથી (તે) નિરંતર અનંત કર્મથી બંધાય છે. બીજી રીતે કહીએ તો તે અપરાધી (આત્મા) સ્વભાવની શુદ્ધતાનો અનાદર કરી અને અશુદ્ધતામાં એકાગ્ર થઈને (અશુદ્ધતાને) સેવે છે તે નવાં અનંત કર્મોથી બંધાય છે.
(સાપરાધ આત્મા) અનંત પુદગલ-પરમાણુથી બંધાય છે એમ કહ્યું ને..એની પરિણતિ પણ એટલી બધી અશુદ્ધ છે, સ્વભાવથી વિરુદ્ધ છે કે જેનાથી અનંત કર્મ-પરમાણુ બંધાય. હવે અહીં ગુલાંટ ખાય છે : “નિરપરાધ આત્મા”- શુદ્ધ આનંદસ્વરૂપ ભગવાનસંમુખની સેવા કરનાર. આત્માની સેવા કહો કે સંમુખની સેવા-સંમુખ પર્યાય છે અને સેવા કહો. “બંધનને કદાપિ સ્પર્શતો નથી જ.” એટલે કે તે રાગના ભાવને સ્પર્શતો નથી જ. કદાપિ એટલે કોઈપણ કાળે બંધનને સ્પર્શતો નથી જ. આત્મા આનંદસ્વરૂપ ભગવાન, ચૈતન્ય રત્નાકર પ્રભુ; એની સંમુખની દૃષ્ટિ, જ્ઞાન ને લીનતાનું સેવન; એ કદાપિ કર્મને બાંધતો નથી. આહા.. હા ! અબદ્ધસ્કૃષ્ટ એવો ભગવાનઆત્મા; એની જેણે સેવા એટલે જેણે અબદ્ધપરિણામ પ્રગટ કર્યા, (તો તે પહેલાં) જે અનંત કર્મ બંધાતું હતું તે (હવે) અનંત કર્મનું (બંધાવું) અટકી ગયું અને, (તેને) અનંતી શુદ્ધિ પ્રગટ થઈ.
આહા.... હા! આવું (કથન) ! આકરું લાગે તેથી શું થાય? માણસને એકાંત એકાંત લાગે. (પણ) પોતાને જન્મ-મરણ રહિત કરવાનો માર્ગ તો આ છે, બાપુ!
જેમ રાગની સેવામાં અનંતપણું છે તેથી અનંત પરમાણુ બંધાય છે–આહા... હા! “તેરી અશુદ્ધતા ભી બડી.” (પણ) જ્યારે ગુલાંટ ખાઈને, આત્મા પૂર્ણાનંદ પ્રભુ શુદ્ધસ્વભાવની સંમુખ થઈને, આત્માને સેવે છે એ પરિણામ પણ અનંત પ્રગટ્યા એથી એને કર્મનો બંધ જરીયે નથી, એમ કહે છે.
જિજ્ઞાસા: એક પરિણામમાં અનંતી શુદ્ધિ!
સમાધાનઃ “ચારિત્રપાહુડ” માં આવ્યું છે- ચારિત્ર અક્ષય અને અમેય છે. એ પરિણામ છે. ભગવાન આત્મા અક્ષય અને અમેય-નાશ ન થાય અને મર્યાદા વિનાની-ચીજ છે; એને અવલંબીને જે પરિણામ થયાં એને પણ પ્રભુ! કુંદકુંદ આચાર્ય તો કહ્યું કે-અક્ષય-અમેય છે, બાપા! આહા... હું.. ! ઝીણી વાત છે, બાપુ ! આ તો. બહારના માણસ હારે મેળ ખાય તેમ નથી.
આહા.... હા ! દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, પૂજા, નામસ્મરણ, એ બધાં પરિણામ અપરાધ છે; એમ કહે છે. અને એ અપરાધમાં પડ્યો છે તેને પણ પર્યાયમાં અનંત શુદ્ધિની વિરુદ્ધ અનંતી અશુદ્ધિ થઈ ગઈ છે, તેથી અનંત કર્મને બાંધે છે. પણ ભગવાન આત્મા, અનંત... અનંત... અનંત... અનંત-બેહદ શક્તિઓની સંખ્યા અને બેહદ શક્તિઓનું સામર્થ્ય (ધરનાર છે), એવા ભગવાનઆત્માની અંતર્મુખ થાય છે તેને અંતર્મુખનાં પરિણામ એટલાં પ્રગટે છે કે એ પરિણામને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com