________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪ – પ્રવચન નવનીત: ભાગ-૨ એમ લેવું. “પરમશુદ્ધ' તો ત્યાં પાંચ ગાથામાં લીધું છે; પણ આ (કેટલાક પંડિતો) તો ત્યાંથી એ કાઢે છે કે: જુઓ! શુદ્ધોપયોગ તો મુનિને હોય છે, શ્રાવકને નહીં. પણ શુદ્ધોપયોગ વગર સમ્યગ્દર્શન જ થતું નથી પહેલી વાત એ છે! ભાઈ ! શું કરીએ ?!
સમયસાર' ની જયસેનાચાર્યની ટીકામાં આવે છે. સમ્યગ્દષ્ટિ જ્ઞાની જ્યારે સામાયિક આદિમાં બેસે છે ત્યારે તો શુદ્ધઉપયોગ થાય છે. આહા... હા! અંદર ધ્યાનમાં લાગી જાય (ત્યારે) શુદ્ધઉપયોગ થઈ જાય છે. એને સામાયિક કહીએ. (પણ) સમ્યગ્દર્શન ન મળે ને ભાન ન મળે. અને સામાયિક થઈ ગઈ- ક્યાંથી સામાયિક આવી?
અંતરના અનુભવમાં દર્શન-જ્ઞાન-ચારિત્રની ભક્તિ તો છે, એ ઉપરાંત ભગવાનની પૂજા, ભક્તિ, મંદિર. કળશાભિષેક વગેરે ઇન્દ્ર (પણ) કરે છે: એવો ભાવ શ્રાવકને હોય. મોટાં મોટાં મંદિર બનાવે, તો (તે શ્રાવક) વંદનીય છે, એવો પાઠ (“પાનંદિપંચવિંશતિકા' માં) છે.
(ક્યાં) કઈ અપેક્ષાએ કથન છે, એ ન જાણે અને એકાંત તાણે તો એમ ન ચાલે, ભાઈ ! આ તો પ્રભુનો સ્યાદવાદ માર્ગ છે. અહીં (શ્રાવકને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર) ત્રણે કહ્યાં. અને એક ઠેકાણે એવું કહ્યું કે શ્રાવકને શુદ્ધઉપયોગ હોતો નથી. (પણ ભાઈ !) એ શુદ્ધોપયોગ જે મુનિને યોગ્ય છે તેનો ઉપયોગ એને નથી. સમજાય છે કાંઈ ?
આહા.... હા ! જુઓ ને.. કેવો અધિકાર છે! ચૈતન્યનો વિલાસ જ્યાં સમ્યગ્દર્શનમાં આત્મા અનુભવમાં આવ્યો ત્યાં જ શાંતિ અને ત્યાં જ નિશ્ચયથી તો સ્વરૂપાચરણરૂપી ચારિત્ર પ્રગટ થાય છે. પણ (તેને) સંયમ નામ આપે એ ચારિત્ર ત્યાં (ચોથે) ન હોય. એ ચારિત્ર અંશે પાંચમે હોય છે. બાકી ચોથે ગુણસ્થાને સ્વરૂપાચરણ ચારિત્ર છે!
“શીલપાહુડ” (ગાથા-૩ર) માં તો ત્યાં સુધી કહ્યું છે કેઃ ચોથે ગુણસ્થાને નારકીને પણ શીલ છે (-વિષયોથી વિરકત છે). નારકીમાં પણ શુદ્ધસમકિત છે, એને અનુભવ છે અર્થાત્ એને (આત્મ) દષ્ટિ છે, જ્ઞાન છે અને અંશે સ્થિરતા પણ છે તો એને શીલ છે, એમ કહ્યું છે. એ ત્યાંથી નીકળીને તીર્થકર પણ થાય છે. એવો પાઠ છે. આહા... હા! નારકીને પણ શીલ છે, એમ કહ્યું. સમ્યગ્દષ્ટિ છે ને ! એની વાત છે. આખા આત્માની દષ્ટિ પ્રગટ થઈ અને આચરણ પ્રગટયું, એ શીલના પ્રતાપથી કહે છે કે બહાર નીકળીને કોઈ તીર્થકર થશે. જુઓ ! અત્યારે છે ને....! શ્રેણિક રાજા. પહેલી નરકમાં ૮૪ હજાર વર્ષની સ્થિતિ છે. (એને) શીલ છે. શીલ અર્થાત્ બ્રહ્મચર્ય. કાયાથી પરસ્ત્રી આદિનો (ભોગ) એ પ્રશ્ન ત્યાં નથી. ત્યાં એ વાત ક્યાં છે? અને દેવમાં ઉપર નવમી રૈવેયકમાં તો સ્ત્રીનો ત્યાગ છે છતાં ત્યાં પંચમગુણસ્થાન નથી. સ્ત્રીના ભોગનો તો ત્યાગ છે, નવમી રૈવેયકમાં સ્ત્રી-ઇંદ્રાણી જ નથી. અહીં તો અંદર સમ્યક અનુભવ, દષ્ટિ અને અંશે સ્થિરતા પ્રગટી તેને શીલ કહેવામાં આવ્યું છે. (અરે !) એ (સમકિતી) સ્ત્રીનો ત્યાગી ન હોય તોપણ (તેને) શીલ છે! અને નવમી રૈવેયકમાં તો સ્ત્રી નથી તો મિથ્યાષ્ટિ (ત્યાં) સ્ત્રીનો ત્યાગી છે તોપણ ત્યાં (તેને) શીલ નથી. એ સ્ત્રીના ત્યાગથી શીલ છે એમ નથી. નારકીને ચોથે ગુણસ્થાને શીલ કહ્યું છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના અંશ પ્રગટ થયા હોય એટલે આત્માનું શીલ અર્થાત્ સ્વભાવ છે, એટલું શીલ છે! શ્રાવકને પાંચમે ગુણસ્થાને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-ત્રણેની ભક્તિ છે. કુંદકુંદાચાર્યનો શ્લોક છે. વિસ્તાર તો ઘણો છે પણ અહીંયાં (એ વિષય ) ચાલતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com