________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૬ – ૨૫૩ આદિને છેલ્લે જે સ્વયંભૂરમણ સમુદ્ર છે, તેની નીચે (તળિયે) રેતી નથી, રત્ન છે. (આ મધ્યલોકમાં) અસંખ્ય સમુદ્ર અને દ્વીપ પણ એટલા છે. (પહેલો ) આ જમ્બુદ્વીપ એક લાખ યોજનનો, (પછી) બે લાખ યોજનાનો લવણ સમુદ્ર છે. (પછી) ચાર લાખ યોજનનો ધાતકીદ્વીપ (પછી આઠ લાખ યોજનનો સમુદ્ર એમ એકથી બીજા બમણો, એવા અસંખ્ય દ્વીપ-સમુદ્ર. પછી) છેલ્લે અસંખ્ય યોજનનો સ્વયંભૂરમણ સમુદ્ર પાણીનો છે એમાં નીચે રેતી નથી, (એકલાં રત્ન છે). આહા.... હા ! એ તે કોણ માને ? આ તો સર્વજ્ઞથી સિદ્ધ થયું. (શ્રોતા:) ત્યાં પહોંચાય કેટલા દિવસે ? (ઉત્તર) ત્યાં પહોંચે કોણ? અઢીદ્વીપ બહાર માણસ જઈ શકે નહીં. ત્યાં આગળ અંદર (સ્વયંભૂરમણસમુદ્રના તળિયે) રત્ન ભર્યા છે. એ તો અહીં અમે દષ્ટાંત આપીએ છીએ. એમ ભગવાન સ્વયંભૂ! (એ) અનંત આનંદ અને અનંત જ્ઞાનાદિ ગુણરત્નોનો ભંડાર છે. એમાં અંદરમાં પુણ્ય-પાપભાવ ( રૂપ) રેતી છે નહીં. આહા.. હા! સમજાણું કાંઈ ? જ્ઞાનમૂર્તિ પ્રભુ, આનંદની ખાણ, સ્વચ્છતા અને પ્રભુતાની મોટપથી ભર્યો પડ્યો છે. એની આગળ પુણ્ય અને પાપ તો રેતી સમાન, મેલ સમાન, અને દુઃખ છે.
જિજ્ઞાસા: પહેલાં પાપ છોડે કે પહેલાં પુણ્ય છોડે ?
સમાધાન: પાપ અને પુણ્ય બેય પાપ છે. (“યોગસાર' ગાથા-૭૧માં કહ્યું ને...! ] પાપરૂપને પાપ તો જાણે જગ સહુ કોઈ; પુણ્યતત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ.” – હિંસા-જૂઠાદિને પાપ તો સૌ કોઈ કહે છે. પણ ધર્મજીવ-અનુભવી-આત્માના જ્ઞાન અને આનંદને વેદવાવાળા (તો) એ શુભભાવ-પુણ્યને પણ પાપ કહે છે. અંતર આનંદસ્વરૂપમાંથી હુઠી જવું અને રાગમાં આવવું, એ તો ઝેરમાં આવવું છે. આહા. હા! આકરી વાતો છે, બાપા! લોકોએ સાંભળી નથી અને અત્યારે ચાલતી ય નથી. (શ્રોતા) પાપ-પુણ્ય બંને (ભિન્ન તત્ત્વ)? (ઉત્તર) બેય ( ભિન્ન છે). એ તો કહ્યું હતું ને....! અંદર સ્વરૂપથી ભિન્ન છે. પુણ્ય-પાપ પણ ભિન્ન ચીજ છે. એ ભિન્નતાનું ભાન ક્યારેય કર્યું જ નથી. એ દયા, દાન, વ્રતાદિનો સંતોષલાખએલાખ દાનાદિમાં ખર્ચા, બે લાખનું મંદિર બનાવ્યું-થઈ ગયો ધર્મ! ધૂળમાંય ધર્મ નથી. સાંભળ તો ખરો! એ શુભ-અશુભથી ભિન્ન, પૂર્ણ શુદ્ધ ચૈતન્યન; એની દષ્ટિ કરવાથી પ્રથમ અતીન્દ્રિય આનંદનો થોડો સ્વાદ આવે છે. એ ધર્મની શરૂઆત થાય છે.
અહીંયાં એ વાત કહે છે: “એ પ્રમાણે વિશિષ્ટ આદરવાળા પુરાણપુરુષો”—અનંત અનંત આત્માઓ થઈ ગયા, પુરાણપુરુષો. એમણે [“સેવેલું”] સેવન કરેલું. “આદર' નો અર્થ: કાળજી; સાવધાની; પ્રયત્ન; બહુમાન. નીચે નોંધ છે. શું કહે છે? કે જેની અંદર પૂર્ણાનંદસ્વરૂપમાં સાવધાની થઈ, જેનો પોતાનો પ્રયત્ન પૂર્ણાનંદમાં ઘૂસી ગયો અને પુણ્ય-પાપ-રાગનું બહુમાન છોડીને જેને અંતરવસ્તુનું બહુમાન આવ્યું તેને પ્રથમ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને અહીંયાં તો વિશેષ ચારિત્રની વાત છે. મુનિ હોય છે, સાચા મુનિ હોં! ( એની વાત છે).
સાચા મુનિઓ તો નગ્ન હોય છે. એને વસ્ત્રનો ટુકડો પણ હોય નહીં. અને સાચા મુનિને અંતરમાં અહિંસા, સત્ય, દત્તાદિના-પંચમહાવ્રતના પરિણામ આવે છે તેને પણ રાગ જાણીને, દુઃખ જાણીને છોડવા ઇચ્છે છે. આહા.... હા! એ મુનિ અંતર અતીન્દ્રિય આનંદના સ્વાદિયા છે. જેમ (લોકો ) આ સ્વાદ લે છે ને..! આ આઈસક્રીમ ચૂસે છે ને....! તેમ સમ્યગ્દષ્ટિ-સ્વચ્છદષ્ટિ (જીવ) રાગથી ભિન્ન થઈને, (જ) અંતર આનંદસ્વરૂપ પ્રભુ છે એના આનંદને ચૂસે છે. આહા.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com