________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮ – પ્રવચન નવનીત: ભાગ-૨
એ રીતે જ બને. પાંચ હજાર વર્ષ પહેલાં ય તેઃ લોટ, ઘી ને સાકર કે ગોળ. કે એ ત્રણમાંથી કાંઈ ફરે? પાંચમો આરો હોય તો બીજું કંઈ થાય- લોટને બદલે કાદવ અને ઘીને બદલે પાણી, (એમ નથી ) એ તો ત્રણે કાળમાં ઘી, લોટ અને સાકર કે ગોળ; એનો શીરો થાય. એમ ત્રણે કાળે દર્શન, જ્ઞાન ને ચારિત્ર ‘આ રીતે ’ હોય તો એની (જીવની) મુક્તિ થાય. ધર્મનો શીરો થાય.
આહા... હા! ભાષા પાછી કેવી છે! “તે દ્વારા મધ્યસ્થ થાય છે...” “ અને તે કારણથી ”- રાગથી ભિન્ન પાડતાં પાડતાં અંદર વીતરાગતા વધે છે તે કારણથી-તે પરમ સંયમીઓને વાસ્તવિક ચારિત્ર થાય છે. આહા... હા! તે પંચ મહાવ્રતના પરિણામ એ ચારિત્ર નથી, એ તો અચારિત્ર છે. એનાથી પણ ભેદ પાડતાં અર્થાત્ શુદ્ધિની વૃદ્ધિ થતાં અને અશુદ્ધિ ઘટતાં, ભેદ પાડતાં; ૫૨મ સંયમીઓને ચારિત્ર થાય છે. (શ્રોતાઃ ) ચારિત્ર એટલે યથાખ્યાતચારિત્ર ? (ઉત્તર:) નહીં યથાખ્યાતચારિત્ર ક્યાં છે અત્યારે ? પરમ સંયમીઓને ચારિત્ર થાય છે, એની દશાને યોગ્ય-સાતમા (ગુણસ્થાન ) ને યોગ્ય-વીતરાગ દશા થાય છે ( એને ) ચારિત્ર કહેવાય છે. આહા.. હા! શુદ્ધ ઉપયોગ વધે છે ને..!
“તે ચારિત્રની અવિચળ સ્થિતિના હેતુએ ”- વર્તમાનમાં ચારિત્ર કેમ થાય? આ એની વ્યાખ્યા છે. “પ્રવચનસાર ” ચરણાનુયોગસૂચક ચૂલિકા (ગાથા-૨૦૧ની ટીકામાં આવે છે ને...! “તેને (શ્રામણ્યને–) મુનિપણાને અંગીકાર કરો. તેને અંગીકાર કરવાનો જે યથાનુભૂત (–જેવો અમે અનુભવ્યો છે તેવો) માર્ગ તેના પ્રણેતા અમે આ ઊભા.” આહા... હા! દિગંબર સંતોની તો વાણી અને એની શૈલી કોઈ અલૌકિક છે! એનું ચારિત્ર આવું હોય! અને એ ચારિત્રની અંદરમાં (છઠ્ઠ ગુણસ્થાને ) વિકલ્પ પણ આવા હોયઃ એ (શ્રામણ્ય ) ના અનુભવી અમે આ ઊભા. અમે એ વાત તને કરીએ છીએ. [મોક્ષમાર્ગ ( પોતે ) અવધારિત કર્યો છે અને તે] કરાય છે માટે ( અંગીકાર) કરો. અમે મોક્ષમાર્ગ (અંગીકાર) કર્યો છે. આહા... હા... હા! એ અહીંયાં કહે છે: “ તે ચારિત્રની અવિચળ સ્થિતિના હેતુએ “પ્રતિક્રમણાદિ નિશ્ચયક્રિયા કહેવામાં આવે છે.” જોયું ! એ નિશ્ચયક્રિયા કીધી. નિશ્ચયક્રિયા એ છે.
એની વિશેષ વ્યાખ્યા આવશે.
...
***
પ્રવચન : તા. ૧૯-૨-૭૮
(‘નિયમસાર’) ગાથા-૮૨, ટીકા. સૂક્ષ્મ વાત-અપૂર્વ અનંતકાળમાં ક્યારે ય કરી નથી અને યથાર્થપણે રુચિપૂર્વક સાંભળી નથી. એવી ચીજ છે! વીતરાગ સર્વજ્ઞ ૫૨મેશ્વર ત્રિલોકનાથ જેને સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્ર કહે છે, એ શું ચીજ છે અને (તે) કેમ પ્રાપ્ત થાય ? એની આ વાત છે! એ વિના, જન્મ-મરણ મટે એવું નથી.
અહીંયાં કહે છે: ભેદવજ્ઞાન દ્વારા. શું કહે છે? કે: જે કંઈ અંદરમાં દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધના ભાવ થાય છે, એ બધો રાગ છે. એ રાગ છે એ સંસાર છે અને એ બંધનું કારણ છે. ચાહે તો વ્રત, અહિંસા, સત્ય, અદત્ત, બ્રહ્મચર્ય હો; પણ છે એ શુભવિકલ્પ ને રાગ. તો જેને ધર્મ કરવો હોય-એને શું કરવું? અહીં એ વાત ચાલે છે કેઃ રાગ છે એનાથી, ભેદજ્ઞાન દ્વારા, જુદો પડીને અંતર આનંદસ્વરૂપ ભગવાનઆત્મા છે એમાં અંદર જમાવટ-સ્થિરતા થવી, એનું
Please inform us of any errors on rajesh@Atma Dharma.com