________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૬ – ૨૪૯ અહીંયાં એ કહે છે: શુદ્ધનિશ્ચય સમ્યગ્દષ્ટિ બુદ્ધાદિ પ્રણીત–બુદ્ધાદિથી કહેવાયેલોમિથ્યાદર્શનજ્ઞાનચારિત્રાત્મક માર્ગાભાસરૂપ “ઉન્માર્ગને પરિત્યાગીને ” એ ઉન્માર્ગને છોડી (ને) “વ્યવહારે પાંચ મહાવ્રત” –- (એ) નિશ્ચયસમ્યગ્દષ્ટિને હોય છે. જેને આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે, (અર્થાત્) આત્મા અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ છે જેની શાંતિને જેણે જોઈ છે અને અનુભવી છે, તેને અહીં શુદ્ધનિશ્ચયસમકિતી નિશ્ચયથી કહીએ. સમજાણું કાંઈ ?
- ભગવાન આત્મામાં એકલી શાંતિ ભરી છે, એકલો શાંતિનો પર્વત છે, શાંતિનો સાગર છે, શાંતિનો ડુંગર છે; એમાંથી જેણે શાંતિનો નમૂનો સ્વાદમાં લીધો છે, આહા... હા! (એ શાંતિનો માર્ગ!) એવા શાંતિના માર્ગથી ( વિરુદ્ધ ) જેણે કલ્પનાથી ધર્મ ને આ વસ્ત્ર સહિત મુનિપણું મનાવ્યું છે એ પણ ઉન્માર્ગ છે. સમજાણું કાંઈ ? આવો માર્ગ છે!
એ બધા ઉન્માર્ગને છોડી દઈને-પરિત્યાગીને, સમસ્ત પ્રકારે છોડીને પાંચ મહાવ્રત, “પાંચ સમિતિ, ત્રણ ગુતિ, (પાંચ) ઇન્દ્રિયોનો નિરોધ, છ આવશ્યક ઇત્યાદિ અઠયાવીશ મૂળગુણસ્વરૂપ મહાદેવાધિદેવ-પરમેશ્વર-સર્વજ્ઞ-વીતરાગના માર્ગમાં સ્થિર પરિણામ કરે છે.” -અશુભ છોડીને આટલો શુભભાવ કરે છે. સમજાણું કાંઈ ?
વ્યવહારે” કીધું છે ને...! નિશ્ચયસમ્યગ્દષ્ટિ છે તે, અશુભથી છૂટીને, એવા (અઠયાવીશ મૂળગુણસ્વરૂપ) શુભભાવમાં આવ્યો છે. પણ જેને (નિશ્ચય) સમ્યગ્દર્શન નથી અને મહાવ્રતના પરિણામ છે તે તો તદ્દન માર્ગાભાસ (છે). આવું છે, ઝીણું બધું, બાપુ! શું થાય ? માર્ગ જુદો છે!
મહાદેવાધિદેવ-પરમેશ્વર-સર્વજ્ઞ-વીતરાગના માર્ગમાં (સ્થિર પરિણામ કરે છે)” – અહીંયાં સમકિતસહિતના (શુભભાવ) ની વાત છે... હોં! એકલો અશુભ છોડીને મહાવ્રતમાં આવે એની અહીંયાં વાત નથી. જેને નિશ્ચયસમ્યગ્દર્શન, અનુભવ, આનંદનો સ્વાદ આવ્યો છે અને થોડી અંતર-સ્થિરતા પણ છે અને આ અશુભથી છોડીને શુભ આવે છે એટલી વ્યવહાર સ્થિરતા કહેવામાં આવે છે.
અને શુદ્ધ નિશ્ચયનયે” સમ્યગ્દષ્ટિને આત્માના આનંદનો અનુભવ હોવા છતાં માથે આવ્યું હતું ને... “વ્યવહારે”- તે સ્થિરતા રાખી ન શકે ત્યારે એને મહાવ્રતાદિના શુભભાવ હોય છે; છતાં એ છે બંધનું કારણ; પણ એ વ્યવહાર હોય છે. પૂર્ણ વીતરાગ ન હોય તેને આત્માનુભવસહિત (વ્યવહારે) પંચમહાવ્રત આદિના પરિણામ વીતરાગમાર્ગમાં હોય છે. એમ કહી “વ્યવહાર હોય છે એટલે સિદ્ધ કર્યું. પણ શુદ્ધનિશ્ચયનયે તો “સહજજ્ઞાનાદિ શુદ્ધગુણોથી અલંકૃત” છે ભગવાન. આહા... હા ! સ્વાભાવિક જ્ઞાન, સ્વાભાવિક આનંદ, સ્વાભાવિક દર્શન, સ્વાભાવિક વીર્ય, એવા શુદ્ધ ગુણોથી અલંકૃત છે, શોભિત છે ભગવાન. એ શુભરાગથી શોભિત નથી; શુદ્ધગુણોથી અલંકૃત છે. એ એનો અલંકાર છે. આહા... હા! જ્ઞાન, આનંદ, શાંતિ, દ્રષ્ટા, દર્શન આદિ ગુણોથી તે અલંકૃત છે. એવો જે આત્મા “સહજ પરમ ચૈતન્યસામાન્ય” કેવો છે (આત્મા)? કેઃ સ્વાભાવિક પરમ ચૈતન્યસામાન્ય, (એટલે) દર્શન “અને (સહજ પરમ) ચૈતન્યવિશેષરૂપ જેનો પ્રકાશ,” (એટલે) જ્ઞાન. (શું કહ્યું? કેઃ) સ્વાભાવિક દ્રષ્ટા અને સ્વાભાવિક જ્ઞાતા, એવો એનો સ્વભાવ છે. એના સ્વરૂપમાં પર તો નથી, પણ પરતરફના લક્ષવાળો શુભભાવ એ પણ એના સ્વરૂપમાં નથી. પણ જ્યારે (પૂર્ણ) વીતરાગ નથી અને સમ્યગ્દષ્ટિ છે; આત્માનુભવી જીવે છે અને આગળ વધતાં આવા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com