________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭ર – પ્રવચન નવનીત: ભાગ-૨ એને ભલો કેવી રીતે કહીએ? એમ ભેદરત્નત્રય બધો રાગ છે તો તેને ભલો કેવી રીતે કહીએ ? એ તો સંસાર છે. બહુ વાત કરી, ભાઈ ! માર્ગ બાપુ! ( અતિ ગહન છે ).
પૂર્ણાનંદનો નાથ નિર્લેપ શુદ્ધ ચૈતન્યઘન પડ્યો છે, એ દ્રવ્યમાં તો, રાગનો-નિમિત્તનો ય સંબંધ નથી. રાગનો સંબંધ તો એક સમયની પર્યાયમાં છે, વસ્તુમાં નથી. વસ્તુમાં પર્યાય નથી, તો પછી રાગનો સંબંધ ક્યાંથી આવ્યો? સમજાણું કાંઈ ? આવી વાતો છે!
શ્વેતાંબર કહે છે કે: પંદર ભેદે સિદ્ધ થાય. અહીંયાં કહે છે કે નગ્નપણું હોય તો જ સિદ્ધપણું થાય. એનાથી (નગ્નપણાથી સિદ્ધપણું) ન થાય. પણ (સિદ્ધપણું) હોય તો એને એ (નગ્ન) જ દશા હોય. સમજાણું કાંઈ ? જેને ચારિત્રદશા હોય તેને કેવળજ્ઞાન થાય, એને નગ્ન જ દશા હોય; છતાં નદશાથી મુક્તિ થાય, એમ નથી. એથી નગ્ન દશાથી મુક્તિ ન થાય માટે બીજી (એટલે) વસ્ત્રસહિત પણ અવસ્થા હોય તોપણ મુક્તિ થાય એમ નથી. તે લોકો (શ્વેતાંબર) પંદર ભેદે સિદ્ધ કહે છે; ગૃહસ્થાશ્રમના વેશમાં પણ મુક્તિ પામે, કેવળ પામે-મરૂદેવી માતા (વગેરે. વસ્ત્રસહિત કેવળ પામે છે એમ માને છે ).
જિજ્ઞાસા:- વસ્ત્ર તો પર છે; પર શું આડું આવે?
સમાધાનઃ પર ક્યાં નડે છે; પણ વસ્ત્ર લેવાનો વિકલ્પ એ નુકશાન છે. વાત સાચી ! વસ્ત્ર લેવાનો જે વિકલ્પ છે એ જ મહાપાપ બને છે ત્યાં ચારિત્ર હોતું જ નથી.
એક હતા બ્રાહ્મણ. દીક્ષા લીધેલી હતી શ્વેતાંબર. અહીં (સોનગઢમાં) ચોમાસું બેઠું એટલે ત્યાં શ્વેતાંબર મંદિરમાં રહ્યા. પણ અહીં વ્યાખ્યાન સાંભળવા સવાર-બપોર આવે. પછી સાંભળીને અંદર આવીને કહ્યું: મહારાજ! માર્ગ તો આ જ સાચો છે. અમારે શું કરવું?' કીધું કેઃ “ભાઈ ! અમે તો “શું કરવું” એ કહેતા નથી.” (એમ ક) “તમે (લીધેલી દીક્ષાને) છોડી દો ને.. અમે અહીં રાખીએ” , એવું અહીં તો નથી. બે વાર અંદર આવ્યા હતા. સાધુ હતા હોંશિયાર મગજના. વાંચન ઘણું. તે પછી અહીં ચાર મહિના રહ્યા હતા ત્યાં. અહીંયાં સાંભળવા આવે. એને થયું કે “વાત તો આ સાચી લાગે છે, માર્ગ તો (સાચો ) આ છે. પણ હવે અમે કરીએ શું?' (પણ) અહીં કોઈને રાખવું, તેનો માથે બોજો, એ અહીં નથી. (શ્રોતાઃ) કોઈ શ્વેતાંબર કે સ્થાનકવાસી સાધુ સાંભળે એને એવો ભાવ પણ આવે. (ઉત્તર) અહીં હજી રાગાદિ હોય. (અમારી ભૂમિકામાં એવો રાગ હોય છે. પણ મુનિને ન હોય. અહીં તો એમ કહેવું છે કે જેને સાધુપણું અર્થાત્ જે સાચા મુનિ છે, જેને અંતર્મુહૂર્તમાં હજારો વાર છઠું-સાતમું ગુણસ્થાન આવે છે એ મુનિ- “અમારે બહારમાં આ કામ કરવું છે,' “આ કામમાં મારો અધિકાર છે' એવો પ્રકમ-બોજો નથી લેતા. સાચા સંત ભાવલિંગી જેને છઠું-સાતમું ગુણસ્થાન (એક અંતર્મુહૂર્તમાં) હજારો વાર આવે છે એવા મુનિને-આ કામ મારે કરવું છે અને કરાવવું છે, જ્યાં સુધી (શરીર) ચાલે ત્યાં સુધી હું બોજો લઉં છું, એવો બોજો મુનિને-હોતો નથી. આહા.... હા! ધન્ય મુનિપણું! ધન્ય ચારિત્ર!! આહા.... હા! ચારિત્ર વિના મુક્તિ નથી. એકલા સમ્યગ્દર્શન-જ્ઞાનથી કાંઈ મુક્તિ થતી નથી. (મોક્ષ) માર્ચ શરૂ થઈ ગયો પણ અંદર ચારિત્ર-પૂર્ણ રમણતા થયા વિના મુક્તિ થતી નથી. જ્યાં સુધી રમણતા ન થાય (ત્યાં સુધી મુનિપણું નથી). ચારિત્ર તો પરમેશ્વરપદ છે! અંતરમાં ચરવું, રમવું, જામવું, અતીન્દ્રિય આનંદનું ભોજન ઉગ્રપણે લેવું (એ ચારિત્ર છે ).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com