________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૫૪ – ૩૭ આત્મા) નો, એ અનુભવ કરે છે અથવા પુણ્ય-પાપ (રૂપી) વૃક્ષને છેદવાવાળો છે. ત્રિકાળીના અવલંબનથી પુણ્ય અને પાપનું છેદન થાય છે; એ કારણે, પાપરૂપી વૃક્ષને છેદવાવાળો કહ્યો છે. આહા... હા ! સમજાય છે કાંઈ ?
ત્યાં એમ લે કે પાપને છેદવાવાળો છે અને પુણ્યને રાખવાવાળો છે, એમ છે? (ના, એમ નથી). પાપમાં પુણ્ય-પાપ બેય આવી ગયાં. “ઘ' કહે છે ને...! પુણ્ય-પાપ બેયને અઘપાપ કહે છે.
આહા.... હા ! પોતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય પવિત્ર, એકલો પવિત્રતાનો પિંડ પ્રભુ એનાથી વિરુદ્ધ બધા ભાવને ભગવાન તો પાપ કહે છે. (અહીં ) પાપરૂપ વૃક્ષ લીધું છે ને વૃક્ષ! પાપરૂપ વૃક્ષ અનાદિથી ફાવ્યું છે. શુભના અસંખ્ય પ્રકાર. અશુભના અસંખ્ય પ્રકાર. એના પટાભેદ લ્યો તો અનંત પ્રકાર. –એવું શુભાશુભનું પાપરૂપ વૃક્ષ, એને છેદવાવાળો કુહાડો છે. આહા. હા ! વસ્તુમાં તો એ નાશ કરવાની ચીજ (પુણ્ય-પાપ) છે જ નહીં. નાશ કરવાની પ્રવૃત્તિ) તો પર્યાયમાં કરવા યોગ્ય છે. પણ એના (વસ્તુના) અવલંબનથી નાશ થાય છે. તો એ કારણે કહ્યું કેઃ ત્રિકાળી ચીજ પાપરૂપ વૃક્ષને છેદવાવાળો કુહાડો છે. આહા... હા! સમજાય છે કાંઈ ?
એ દીપચંદજી થયા ને...! “અનુભવપ્રકાશ' કરવાવાળા, ‘ચિદવિલાસ' કરવાવાળા. એમણે એક “અધ્યાત્મ પંચ સંગ્રહબનાવ્યું છે. એમાં છેલ્લે લખ્યું છે કે અરે.... રે! અત્યારે જોઈએ તો કોઈ આગમ પ્રમાણે સાચી શ્રદ્ધાવાળા દેખાતા નથી. અધ્યાત્મનો સત્ય વક્તા પણ કોઈ દેખાતો નથી. હું સત્ય વાત કહું છું તો (લોકો ) સાંભળતા નથી. (એથી) હું લખી જાઉં છું! તે વખતે (આવું) લખ્યું હતું! કે: આગમ પ્રમાણે જે સ્વભાવના આશ્રયથી અંતરસભ્યશ્રદ્ધા જોઈએ એવી કોઈ શ્રદ્ધા ક્યાંય દેખાતી નથી અને એવા સત્ય વક્તા (કે જે એમ કહે કે, “ત્રિકાળીના આશ્રયથી સમ્યગ્દર્શન થાય છે, વ્યવહારથી નહીં. વ્યવહાર બંધનું કારણ છે; એ બંધના કારણથી “અબંધભાવ” નાં અબંધ પરિણામ ઉત્પન્ન થતાં નથી'; એવો કોઈ સત્ય વકતા દેખાતો નથી અને (અમે) મુખેથી કહીએ છીએ તો કોઈ માનતું નથી; એવું છે. કરણાનુયોગમાં ‘ભિન્ન સાધ્ય-સાધન' એવું લખ્યું છે. પણ એ કઈ અપેક્ષાએ લખ્યું છે? એ સમજે નહીં અને (અમે) કહીએ તો માનતા નથી; તેથી લખી જાઉં છું કે માર્ગ કોઈ ચીજ છે!
અહીંયાં કહે છે કે: “જે પાપરૂપ વૃક્ષને છેદનાર છે.” દ્રવ્યમાં તો પુણ્ય-પાપની ગંધ પણ નથી. (છતાં અજ્ઞાની) એનો (પુણ્ય-પાપનો) આશ્રય લે છે, પણ એ (દ્રવ્ય) તો પુણ્ય-પાપનો નાશ કરવાવાળું છે. પુણ્ય-પાપની ઉત્પત્તિ કરવાવાળું દ્રવ્ય નથી. આહા. હા! “પાપરૂપ વૃક્ષ”પુણ્ય, પાપ બન્ને હોં? શુભ અને અશુભભાવ બેય પાપ! (અને એને છેદનાર) ભગવાન આત્મા !
(“સમયસાર') જયસેન આચાર્યની ટીકા. પુણ્ય-પાપ અધિકારને છેલ્લે એવું લખ્યું છે કે: વ્યવહાર રત્નત્રય એ પાપ છે! શિષ્યનો પ્રશ્ન છે કે આ તો પાપનો અધિકાર ચાલે છે એમાં તમે અહીં આ (વાત) ક્યાં લાવ્યા? (તો કહે છે કેઃ) રાગ આવે છે તો સ્વભાવથી પતિત થાય છે માટે પાપ છે! એમ સંસ્કૃત (પાઠ) છે:- “યદ્યપિ વ્યવહારમોક્ષમાર્ગો નિશ્ચયરત્નત્રયस्योपादेयभूतस्य कारणभूतत्वादुपादेयः परम्परया जीवस्य पवित्रताकरणात् पवित्रस्तथापि बहिर्द्रव्यालंबनत्वेन पराधीनत्वात्पतति नश्यतीत्येकं कारणं निर्विकल्पसमाधिरतानां व्यवहारविकल्पालंबनेन स्वरूपात्पतितं भवतीति द्वितीयं कारणं।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com