________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૭૫ – ૧૨૧ છે. નહીંતર તો) પર્યાય પોતાનાથી (થાય) છે, તે તો ખ્યાલમાં છે. (પણ) અહીંયાં તો કારણ બતાવવાનું છે. શાશ્વત વસ્તુ બતાવવી છે ને...! વર્તમાન ચારિત્રની પર્યાય (અર્થાત્ ) એ ત્રિકાળ ચારિત્રનો ગુણ ધ્રુવ છે, જયવંત વર્તે છે, એમ પર્યાયમાં ચારિત્ર પ્રગટ થયું છે તેની સાથેનું) જ્ઞાન એમ કહે છે કેઃ “ચારિત્ર ત્રિકાળ વર્તે છે.' આહા... હા! આવું છે!! વાદવિવાદ પાર પડે એવું નથી.
એ તો બધું ખ્યાલમાં છે. ને! એકકોર કહે, પર્યાય દ્રવ્યના આશ્રયે છે. અને એકકોર કહે દ્રવ્ય-ગુણના આશ્રયે નથી. પણ અહીંયાં જેના ઉપર લક્ષ થયું તે ચીજ કેવી છે, એમ બતાવવું છે. સમજાય છે કાંઈ ? “વિશુદ્ધ ચારિત્ર પણ” એમ, ઓલા ( જ્ઞાન અને દષ્ટિ) બે ભેદ લીધાને..! એટલે આ ત્રીજો (ચારિત્રનો ) લીધો- “સદા જયવંત છે.”
અરે! અંદર ભગવાન આત્મા “જિન સો હી હૈ આત્મા” આવે છે ને....! “સમયસાર, નાટક' માં “જિનપદ નાંહિ શરીર કૌ, જિનપદ ચેતનમાંહિ જિનવર્નન કછુ ઔર હૈ, યહ જિનવર્નન નાહિં. (જીવદાર/૨૭). આહા.... હા! ભગવાન આવા ને! રૂપાળા ને! સુંદર શરીર ને! અતિશય ને! એ કંઈ આત્માનું વર્ણન નથી. જિનપદ નાંહિ શરીર કૌ, જિનપદ ચેતનમાંહિ.” આહા. હા!
એ અહીં કહે છે: ચેતનમાં વિશુદ્ધચારિત્ર, વીતરાગપર્યાય, વીતરાગશક્તિ; (એની જે) વીતરાગપર્યાય પ્રગટી, એની સાથે જ્ઞાન થયું, એ જ્ઞાન એમ કહે છે, જાણે છે: વીતરાગચારિત્ર (-સહજ વિશુદ્ધ ચારિત્ર) પણ સદા જયવંત વર્તે છે. ( જ્ઞાનમાં એવું) ભાસ્યું ત્યારે “જયવંત વર્ત” એમ કહ્યું ને...! પણ ભાસ્યા વિના, (એટલે કે“આ જયવંત વર્તે છે” એમ જ્ઞાનમાં ભાસન થયા વિના, એને “જયવંત વર્ત” ક્યાં છે? આહા... હા. હા! “સહજ (વિશુદ્ધ) ચારિત્ર પણ સદા જયવંત છે!” (હવે કહે છે: ).
પાપસમૂહરૂપી મળની અથવા કાદવની પંક્તિથી રહિત જેનું સ્વરૂપ છે એવી સહજપરમાત્મ તત્ત્વમાં સંસ્થિત ચેતના પણ સદા જયવંત છે.” આહા. હા ! અહીં પણ “પણ” આવ્યું ને...! અંદર ચેતના “પણ” ત્રિકાળ જયવંત વર્તે છે. (ત્રિકાળ) જ્ઞાનચેતના છે એ પર્યાયમાં જ્યારે ખ્યાલમાં આવ્યું ત્યારે એ પર્યાયચેતના કહે છે કે આ ચેતના ત્રિકાળ અંદર જયવંત વર્તે છે! ધ્રુવચેતના જયવંત વર્તે છે! છે...! “એવી સહજપરમાત્મતત્ત્વમાં સંસ્થિત ચેતના પણ” (જેમ-જ્ઞાન, દષ્ટિ અને ચારિત્ર-ત્રણ કહ્યા હતા ને..! તેમજ આ ચેતના પણ ) સદા જયવંત વર્તે છે. આત્મામાં શુદ્ધચેતના “ત્રિકાળ જયવંત વર્તે છે.” આહા... હા! શુદ્ધભાવ અધિકારની પૂર્ણતાનો આ શ્લોક !! શુદ્ધભાવ એટલે ધ્રુવ. એ ધ્રુવમાં આ લીધું: જયવંત જ્ઞાન, જયવંત દષ્ટિ, જયવંત ચારિત્ર અને જયવંત ચેતના! આહા... હા !
.. પૂરું થયું. * * *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com