________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦) – પ્રવચન નવનીતઃ ભાગ-૨ ભગવાનનો આશ્રય લઈને, સ્વીકાર કરીને, રાગથી ભિન્ન પડીને સ્વરૂપમાં સ્થિર થયો, એની દશામાં તો વીતરાગી સ્વભાવનું પૂર આવે છે, એટલે કે ભરતી આવે છે. અરેરે ! આવી વાતો !! એ (ભરતી) પય-પાપના ભાવના કલંકને નાશ કરી નાખે છે તેથી તે શોભે છે. એ વીતરાગીપર્યાયનું પૂર છે એનાથી સંતો શોભે છે. (એ સિવાય) બીજો કોઈ ઉપાય નથી. આહા.. હા! નગ્નપણું ને મહાવ્રતનો વિકલ્પ, એ એની શોભા નથી. સમજાણું કાંઈ?
(હવે મુનિરાજ કહે છે કેઃ ) “-તે આ ખરેખર. આ સમયસારનો કેવો ભેદ છે!” પ્રગટ થઈ દશા એનો એ તે કેવો ભેદ છે! એટલે આ તે કઈ જાત છે? એ વીતરાગી જાત છે, એમ કહે છે.
જુઓઃ એટલા શબ્દ પડયા છે ને....! “શમજલનિધિ' એનું “પૂર'. દ્રવ્ય ઉપર, એ વર્તમાનપર્યાયને- દષ્ટિને જતાં એને શમજલનિધિની જઘન્ય-થોડી ભરતી આવે (છે). અને મુનિને તો ચારિત્રદશા યથાર્થ પ્રગટી છે, એને તો આનંદની અને વીતરાગતાની વિશેષ ભરતી આવે છે. એ વીતરાગતાની દશા દ્વારા પુણ્ય-પાપના કલંકને ધોઈ નાખે છે.- “શમજલનિધિ” નો આ અર્થ !! | જિજ્ઞાસા: આ તો મુનિની વાત છે. પણ ગૃહસ્થો માટે ?
સમાધાનઃ પહેલાં સમકિતી માટે કહ્યું ને..! પછી મુનિની વાત કહી. ધર્મની પહેલી સીડી સમ્યગ્દર્શન પામનારને પહેલાં રાગથી ભિન્ન પડી, સ્વરૂપનો સ્વીકાર થઈને આનંદની થોડી ભરતી આવે છે. –એને સમકિતી-જઘન્યધર્મી કહીએ. પહેલી સાચી વાત “આ” છે. બેત્રણ વાર આવી ગઈ છે. એમ ને એમ કે આ મેં દાન કર્યા ને ફલાણાં કર્યા ને ધર્મશાળા બનાવી ને... માટે ધર્મ થઈ જશે, એમ નથી. બાપુ! ધર્મ (તો) એવી આ (કોઈ અપૂર્વ) ચીજ છે!!
આહા... હા! (ભગવાનઆત્મા) તો વીતરાગસ્વભાવનો સાગર પ્રભુ છે; અકષાયસ્વરૂપચારિત્ર એનો ગુણ છે; અને એ ગુણસ્વરૂપ જ છે. જ્ઞાનથી જુઓ તો જ્ઞાનસ્વરૂપ છે. ચારિત્રથી જુઓ તો ચારિત્રસ્વરૂપ-વીતરાગસ્વરૂપ છે. સ્વચ્છતાથી જુઓ તો સ્વચ્છસ્વરૂપ છે. પ્રભુતાથી જુઓ તો પ્રભુસ્વરૂપ છે. આનંદથી જુઓ તો આનંદસ્વરૂપ છે. –એ દ્રવ્ય (ની) પહેલી દષ્ટિ (એટલે કે) સમ્યગ્દર્શન-ધર્મની પહેલી સીડી–ધર્મનું પહેલું પગથિયું સોપાન (પ્રગટ) થતાં એને (સમકિતીને) પણ અંતરમાં વીતરાગીપર્યાય (પ્રગટે છે). સમ્યગ્દર્શન એ વીતરાગીપર્યાય છે. ત્યારથી એને ધર્મની શરૂઆત થાય છે. રાગ ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિનો હો પણ એનાથી ભિન્ન પડીને સ્વરૂપનો અનુભવ કરવો, દષ્ટિ (કરવી; એનું નામ) બે વચ્ચે પ્રજ્ઞાછીણી મારી; એટલે કે ઉપયોગને પકડી રાગથી ભિન્ન પડી ગયો. આહા.. હા! એવા સમ્યગ્દર્શનમાં પણ અંશે આનંદ અને જ્ઞાનની શાંતિની ભરતી આવે છે. (અહીં) તો આ મુનિની વિશેષ વાત છે. પરમાર્થ-પ્રતિક્રમણ છે ને..! (મુનિ ) અસ્થિરતાના રાગથી પણ હુઠી ગયા છે અને સ્થિરતાના સમુદ્રના પર્યાયમાં ઝૂલે છે, એ એની શોભા છે.
આહા... હા! વાત સાંભળવી ય કઠણ પડે. આ તો બહારથી કંઈક નગ્નપણું લીધું ને પંચમહાવ્રત (લીધાં, પણ) એ પંચમહાવ્રતનાં પરિણામનાં ય ક્યાં ઠેકાણા છે? આકરી વાત! લોકોને એવું લાગે છે...!
“–તે આ ખરેખર, આ સમયસારનો કેવો ભેદ છે!” જેમાં વીતરાગતા પ્રગટે તે સમયસારની કઈ દશા છે! આહા... હા ! પોતે મુનિ છે ને ! એટલે મુનિથી એ વાત કરે છે: પરમાર્થ-પ્રતિક્રમણ એને કહીએ.
(... શેષાંશ પૃ. ૨૦૨ ઉપર) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com