________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ સર્વશપણું થાય છે. જેમાં સર્વશપણું નથી એના આત્મામાં સર્વજ્ઞસ્વભાવ છે એમ પણ નથી; તો એને સર્વજ્ઞ હોતા નથી; (અર્થાત્ ) આત્મસ્વભાવની પ્રતીતિ હોતી નથી. સમજાણું કાંઈ ?
શ્રીમદ્ રાજચંદ્રજી થયા. ૧૭ વર્ષની ઉંમરમાં શ્રીમદ્જી (“ભાવનાબોધ” “અશરણભાવના' માં) કહે છે ને...! “સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી”- સર્વજ્ઞભગવાનનો ધર્મ સુશર્ણ, એ ધર્મ શરણ છે. ભગવાને જે પરમાત્મસ્વરૂપમાં લીન થવાની રીત બતાવી તે પરમશરણ છે. “આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી- એ પરમાત્મસ્વરૂપનો મહિમા કરીને, મહિમા કરીને આરાધ! ભગવાનસ્વરૂપ પરમાત્માનો મહિમા કરીને એની સેવા કર! “અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય હશે.” – અનાદિનો અનાથ આત્મા (જો) એ સર્વજ્ઞ કહેલા આ આત્માની દષ્ટિ-જ્ઞાન કરશે તો અનાથનો સનાથ થશે. એ વિના કોઈ બાંહ્ય નહીં ઝાલે, બાપુ! આહા.. હા! ટળવળતો ટળવળતો અનંતવાર મરી ગયો, રાગની એકતા ને શરીરની એકતામાં ભગવાન પોતે (પોતાને) ભૂલી ગયો. એમાં એણે અનંત અવતાર કર્યા. એનાથી ભિન્ન, ભગવાને કહેલો (જે) ભગવાનસ્વરૂપસ્વભાવ, એની દષ્ટિ, જ્ઞાન ને આરાધનએ સર્વજ્ઞનો માર્ગ છે, (હવે ) એની સેવા કર!
એવા તે આત્મામાં આત્માથી નિત્ય વર્તુ છું.” -મુનિરાજ કહે છે. “નિત્ય વર્ત' એમ બીજાને (માટે ) કહે. (અહીં) તો “નિત્ય વર્તુ છું' એમ મુનિ (પોતાને માટે ) કહે છે: જ્ઞાનસ્વરૂપ જે ભગવાન આત્મા એમાં હું નિત્ય વર્તુ છું, આત્મામાં આત્માથી નિત્ય વર્તુ છું, આહા.... હા ! ભાષા ટૂંકી (પણ) ભાવ અમાપ !!
જિજ્ઞાસા: પૂર્વમાં ઉપાર્જિત કર્મ (ક્યાં)?
સમાધાન: કરવું શું? એ પૂર્વમાં ઉપાર્જિત કરેલાં છે, એમ કહે છે. પૂર્વે મિથ્યાત્વાદિથી ઉપાર્જેલા કર્મ. હમણાં નહીં, પૂર્વે કરેલાં. એ પહેલાં કહ્યું ને...! અતિ તીવ્ર મોહની ઉત્પત્તિથી જે પૂર્વે ઉપાર્જલું કર્મ તેનાથી હું નિવૃત્ત થાઉં છું. એ વાત ભાવકર્મની છે. દ્રવ્ય કર્મ સાથે લેવું છે. ભાવકર્મથી નિવૃત્ત થાય છે. દ્રવ્યકર્મ તો નિમિત્તમાત્ર છે. સાથે હોય છે. તેનાથી નિવૃત્તિ થાય છે. તેના ઉપરથી લક્ષ છૂટી જાય છે એ નિવૃત્તિ. ભાષા તો કર્મથી આવે પણ અંદર ભાવ ભાવકર્મનો છે. દ્રવ્યકર્મ તો ભિન્ન જ પડ્યું છે. (તે) આત્મામાં પેઠું જ નથી, પ્રવેશ કર્યો જ નથી તે તો જડ છે. અત્યાર સુધી કર્મના લક્ષથી જે વિકારભાવ મિથ્યાત્વ અને રાગદ્વેષ કર્યા તેનાથી હું પ્રતિક્રમણ (કરું છું ), પાછો હુઠું છું અને મારા આત્મામાં આત્માથી નિત્ય વર્તુ છું. આહા.... હા ! લખતી વખતે પણ ‘નિત્ય વર્તુ છું !?
આત્મા પૂર્ણાનંદસ્વભાવ જે સમ્યગ્દર્શનમાં, સમ્યજ્ઞાન થઈને, પ્રતીત થાય છે. સમ્યગ્દર્શનનો વિષય ધ્યેય જે “ધ્રુવ” તે સમકિતીને દષ્ટિમાંથી ક્યારેય ખસતો નથી, તે તો નિત્ય (વર્તે છે). ચાહે તો વિકલ્પમાં આવો, ખાવાપીવામાં લક્ષ જાઓ; પણ એ નિત્ય-ધ્રુવની દષ્ટિ ક્યારેય ખસતી નથી. “ખસતી નથી' એનો અર્થ હુઠતી નથી.
અહીંયાં એ કહ્યું: “તે આત્મામાં”- કેવા “આત્મા’ માં? સમ્યજ્ઞાનસ્વરૂપ આત્મામાં એમ. એકલો જ્ઞાનનો પૂર, પુંજ, જ્ઞાનનો ચંદ્ર શીતળ... શીતળ... શીતળ... શીતળ શીતળ. એવો જે ભગવાન આત્મા, એવા તે આત્મામાં “આત્માથી” એની નિર્મળ પરિણતિથી “નિત્ય વર્તુ છું”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com