________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૫ – ૨૩૧ (આઠ પ્રકાર) વ્યવહાર, વિકલ્પ છે, રાગ છે. દર્શનાચાર: નિઃશંકિતત્વ આદિ (આઠ) બોલ એ પણ રાગ છે. ચારિત્રાચાર: પંચમહાવ્રત, સમિતિ, ગુતિ એ વ્યવહાર પણ બધો રાગ છે. તપાચાર: અનશન આદિ (બાર પ્રકાર) ના વિકલ્પ ઊઠે છે એ પણ રાગ છે.
વીર્યને અશુભમાં ન જતાં શુભમાં રાખવું એ પણ એક રાગ છે. ત્યાં તો એમ કહ્યું છે કે- પંચાચાર! તું મારું સ્વરૂપ નથી. પણ જ્યાં સુધી હું (પૂર્ણ) વીતરાગપણું ન પામું ત્યાં સુધી તારા પ્રસાદથી એટલે નિમિત્તથી હું આ પ્રમાણે (પંચાચારરૂપ) શુભભાવને આચરું છું. “પ્રસાદથી ” લીધું ને. ત્યાં વ્યવહાર (પક્ષ)વાળા પકડે. (પણ) અહીંયાં એનો નકાર કરે છે. એ પાંચેય આચાર શુભવિકલ્પ અનાચાર છે.
જિજ્ઞાસા: એ બેયમાંથી ક્યું સાચું?
સમાધાનઃ આ જ સાચું છે. અને ઇ એ સાચું છે, પણ કઈ અપેક્ષાએ? –નિમિત્તનું જ્ઞાન કરાવ્યું કે એને આવું નિમિત્ત હોય. જેને આત્મજ્ઞાન-સમ્યગ્દર્શન થયું છે, એને પહેલેથી રાગનું સ્વામીપણું છૂટી ગયું છે, રાગથી વિરક્ત છે અને સ્વભાવમાં ૨ક્ત છે. પણ હુજી નબળાઈને લઈને રાગાદિ શુભ આચરણ આવે છે તો એને માટે કહે છે કે એ અનાચાર છે. ઝીણી વાતું બાપુ !
(જીવે) બહારમાં ફર્યાફર કર્યું છે. (પણ) અંદરમાં અંદર શું ચીજ છે અંતર વસ્તુ, એ કોઈ દી જોવા એણે પ્રયત્ન કર્યો જ નથી. (શ્રોતા ) પ્રયત્ન કરવા છતાં દેખાતો ન હોય ? (ઉત્તર) પ્રયત્ન કર્યો જ નથી. અને એ જાતનો પ્રયત્ન હોય તો દેખાયા વિના રહે જ નહીં.
બેને (“બહેનશ્રીનાં વચનામૃત” બોલ ૩૬૩માં) લખ્યું છે. અંદર આત્મામાં અતીન્દ્રિય આનંદના ભોજનના સ્વાદિષ્ટ થાળ ભર્યા છે એનો સ્વાદ મુનિઓ લે છે. આહા.. હા! મુનિપણું કોને કહેવું!! હજી તો (લોકોને) ભેદજ્ઞાન કોને કહેવું એનીય ખબર ન મળે.
અહીં તો રાગથી ભિન્ન પડીને અંદરમાં-સ્વરૂપમાં ગયો છે, રાગની એકતાનાં તાળાં તોડી નાખ્યાં છે અને સ્વભાવની એકતાનાં તાળાં ખોલી નાખ્યાં છે. આહા... હા! આવી વાતો છે ! દુનિયાને અત્યારે (ખબર નહીં) એથી વાત બહુ જુદી લાગે. પણ વસ્તુ તો પ્રભુ પોતે પરમ અતીન્દ્રિય આનંદનો (નાથ), પરમપરિણામિકસ્વભાવ, સહજ સ્વરૂપ, અનંત અનંત ગુણના રત્નાકરથી ભરેલો (છે) એનો જેણે પ્રથમ જ આશ્રય લીધો એને તો પ્રથમ સમ્યગ્દર્શન થાય. અહીંયાં તો એથી આગળ લઈ જવું છે-નિશ્ચયપ્રતિક્રમણ કહેવું છે ને ! પછી (મુનિદશામાં) તો જે રાગની અસ્થિરતા છે, વ્યવહારના જ્ઞાનાચરણ, દર્શનાચરણ (સમકિતના નિઃશંક, નિકાંક્ષ આદિ આઠ વ્યવહારાચાર) એ પણ અહીં તો અનાચાર કહેવામાં આવે છે. આહા... હા ! પંચમહાવ્રતના પરિણામ ને પાંચ સમિતિ, (ત્રણ) ગુમિ ( રૂ૫) વ્યવહાર એને પણ અહીં અનાચાર ગણવામાં આવે છે. (કેમકે) એ આત્માચરણ નથી. આવી વાત છે! ૨૮ મૂળગુણ ને મહાવ્રત ને. એ બધા અનાચાર છે.
(અહીંયાં ટીકામાં) છે! “નિયમથી પરમોપેક્ષાસંયમવાળાને ” જે રાગથી નિરપેક્ષ-ભિન્ન પડ્યો છે-સ્વરૂપમાં સ્થિરતાની અપેક્ષાએ હોં! નિયમથી-નિશ્ચયથી પરમ ઉપેક્ષા સંયમ; જેને વ્યવહાર ને સંયમ જે વ્યવહાર છે એનાથી પણ જેને ઉપક્ષા થઈ ગઈ છે (તેને) “શુદ્ધ આત્માની આરાધના” ભગવાન પૂર્ણાનંદ પ્રભુ; એનું અંતરમાં જઈને સેવન (એ) શુદ્ધ આત્માની આરાધના; શુદ્ધ આત્મા” એ ત્રિકાળ; પણ “એની આરાધના” એ વર્તમાન સેવન. આહ.. હા ! આવો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com