________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૨ – ૧૮૯ નામ ચારિત્ર ને એનું નામ મોક્ષનો માર્ગ છે. (એ ધર્મની રીત છે.)
પૂવોક્ત પંચરત્નોથી શોભિત” [ પંચરત્ન ગાથા –૭૭થી ૮૧ ચાલી ને...! એનાથી શોભિત ] “અર્થપરિજ્ઞાન (-પદાર્થના જ્ઞાન) વડે” એટલે કે જેને આ રીતે પદાર્થનું જ્ઞાન થયું છે કેઃ ચૌદ ગુણસ્થાન, (ચૌદ) જીવસ્થાન, ચૌદ માર્ગણાસ્થાન-એ ભેદ પણ વસ્તુના સ્વરૂપમાં નથી. ભગવાનઆત્માનું શુદ્ધચૈતન્યસ્વરૂપ (તો) અતીન્દ્રિય આનંદનું દળ છે.
પરમાત્મા જિનેન્દ્રદેવ, ત્રિલોકનાથની વાણીમાં ઇંદ્રો અને ગણધરોની સમક્ષ આ વાત આવી છે કેઃ વ્રત ને તપ ને ભક્તિ ને પૂજાના ભાવ, એ બધા રાગ છે; એ રાગથી, અંદર ભેદ પાડવો! રાગનો ખ્યાલ ન આવે; પણ એ (જે) આમ પર ઉપર લક્ષ જાય છે ને કે દયા પાળું ને સત્ય બોલું ને આમ ન બોલું આમ બોલું-એ રાગ છે; એ બંધનું કારણ છે; એનાથી આત્માને ભિન્ન પાડવો! આહા... હા !
પરિજ્ઞાન વડે”_ પણ આ રીતે પદાર્થના પરિજ્ઞાન વડે સ્વરૂપમાં ભેદ નથી એવા પદાર્થના પરિજ્ઞાન વડે. શું કહ્યું? કેઃ આ ભગવાન આત્મા, (જેને) અનંત સર્વજ્ઞ જિનેન્દ્રદેવ પરમાત્માએ અંદર જોયો એ આત્મા તો, અનંત ચૈતન્ય-રત્નના ગુણોથી ભરેલો ભગવાન છે. નિશ્ચયથી તો એ આત્મા પોતે જ પરમાત્મા છે. એ પરમાત્માનો આશ્રય લઈને (એનું જ્ઞાન થયું કે) એમાં (આત્મામાં) આ પર-ભેદો આદિ નથી, રાગ નથી, ભેદ નથી; જેમાં જ્ઞાનના પાંચ પ્રકાર: મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળજ્ઞાન એ પણ નથી; જેમાં સમકિત અને સમકિતના ભેદો પણ નથી; ચારિત્રના ભેદો-જેની પર્યાયની નિર્મળતાના ભેદો એ પણ, જે વસ્તુ છે ભગવાન આત્મા, એમાં નથી. –એના પરિજ્ઞાન વડે- એ પદાર્થનું જ્ઞાન (ક) આવો પદાર્થ છે; એવા જ્ઞાન વડે (ચારિત્ર થાય છે). આહા.... હા! પહેલું સમ્યગ્દર્શન અને જ્ઞાન બતાવ્યું. પહેલાં એ લીધું. હવે પછી ચારિત્ર કહે છે. આહા.. હા ! એ ચૈતન્ય ભગવાન; જેમાં દયા, દાન, વ્રતના વિકલ્પ- રાગ તો નથી, પણ જેમાં નિર્મળપર્યાયોના ભેદ પડે તે પણ એમાં નથી. એમ પરથીભેદથી પણ ભિન્ન, એવું જે પદાર્થનું સ્વરૂપ છે તેનું જ્ઞાન- “પરિજ્ઞાન” કહ્યું છે ને(અર્થપરિજ્ઞાન') –પરિ=સમસ્ત પ્રકારે+અર્થ આત્મા; એનું પરિજ્ઞાન અર્થાત્ સમસ્ત પ્રકારે પરથી ભિન્ન, ભેદથી ભિન્ન; એવો અંદર ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એ પદાર્થનું જ્ઞાન થયે, પછી ચારિત્ર (હોય છે. આવી રીતે જેને પદાર્થનું જ્યાં જ્ઞાન જ, સમકિત જ નથી તેને તો ચારિત્ર હોતું નથી. સમજાણું કાંઈ?
પૂવોકત પંચરત્નોથી શોભિત અર્થપરિજ્ઞાન (-પદાર્થના જ્ઞાન) વડે “પંચમ ગતિની પ્રાપ્તિના હેતુભૂત” – હવે હેઠે ચારિત્ર લે છે. આ ભગવાન આત્મા, વસ્તુ, ચૈતન્યઘન આનંદકંદ પ્રભુ છે. એમાં ભેદનો પણ અભાવ છે. એ રીતે આત્માનું જ્ઞાન કરીને (પછી ચારિત્ર થાય છે).
જિજ્ઞાસા: કરવું શું?
સમાધાન: આ પહેલામાં પહેલી વીતરાગની આજ્ઞા એ છે કે અંદર આ વસ્તુ ચૈતન્ય વસ્તુ છે. એમાં અનંત અનંત ગુણોની વસ્તી છે. એવો જે પરમાત્માસ્વભાવ આત્માનો છે. એને રાગથી ભિન્ન કરી, નિમિત્તથી ભિન્ન કરી, ભેદથી ભિન્ન કરીને “અભેદ' નું જ્ઞાન કરવું. –એ તો પ્રથમ સમ્યજ્ઞાન ને સમ્યગ્દર્શન છે.
સમજાણું કાંઈ? આવી વાતો છે!! અહીં (સંપ્રદાયમાં) તો કહે: બહારમાં આ વ્રત પાળો ને અપવાસ કરો ને.... થઈ ગયો ધર્મ! અરેરે પ્રભુ! શું કરે છે? એ રાગથી તો ભિન્ન (પડી),
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com