________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૮ – પ્રવચન નવનીત: ભાગ-૨
આમ ને આમ દુનિયામાં દુનિયાની હોંશુ કરીને મરી ગયો એમ ને એમ. કાંઈક ભગવાનનું સ્મરણ-“ખમો અરિહંતાઈ... જુમો સિદ્ધા....” કર્યું, (તો) એ શુભરાગ છે, એ કાંઈ ધર્મ નથી.
પણ અહીં તો કહે છે કે ધર્મ પ્રગટ થયો છે. ચારિત્રદશા અંદર થઈ છે. પણ અંદર નિર્વિકલ્પ અનુભવમાં વિશેષ સ્થિરતા ન રહી શકે તો એને (મુનિને) શુભભાવ આવે છે. અને શુભભાવ વખતે પણ દષ્ટિ તો ત્યાં રાખવી કે આ (શુભ) છોડીને ત્યાં અંદરમાં જવું છે. સમજાણું કાંઈ ? એમ અતુલ નિવૃત્તિ કરીને “ચૈતન્યસામાન્ય”—દર્શનગુણ છે એ ચૈતન્યસામાન્ય છે, દેખવાનો સ્વભાવ છે તે ચૈતન્યસામાન્ય છે. “અને ચૈતન્યવિશેષરૂપ”. જાણવાનો સ્વભાવ છે તે ચેતનનો વિશેષ છે, ભેદ છે. દેખવું એ સામાન્ય છે અને જાણવું એ વિશેષ છે. એ સામાન્ય અને વિશેષસ્વરૂપ ભગવાન આત્મા છે.
આહા.. હા! આવી અક્ષરની (અધ્યાત્મની) વાતો! આહા.... હા! અનંતકાળ જન્મમરણ! તો (કર્યા) બાપુ! અનાદિ ચોર્યાશીના અવતારમાં અનંતકાળ અનંત દુઃખના દિવસો ગયા છે. અરે ! અહીં જરીક સગવડતા મળે ત્યાં એમ થઈ જાય કે આહાહા ! અમે જાણે વધી ગયા ને! પાંચપચાસ લાખ મળે.... જ્યાં છોકરાંને ઠીક થાય ને બેપાંચ લાખની પેદાશ મહિનાની હોય.. –અમે સુખી છીએ ! –ધૂળેય નથી. સાંભળ ને હવે. (શ્રોતા) જોવા જવાની દષ્ટિ ફેર છે! (અમને) ત્યાં સુખ લાગે (છે.) (ઉત્તર) ત્યાં ધૂળ લાગે, માને છે. આહા.... હા! દેહ અને રાગની એકત્વબુદ્ધિમાં જ્યારે દેહ છૂટે ત્યારે પિલાશે, બાપુ! જેમ તલ ઘાણીમાં પિલાય છે તેમ જેને આ શુભરાગ અને દેહમાં એકત્વબુદ્ધિ છે (તે) એ દુઃખથી પિલાઈને દેહ છોડશે. અને ભવભ્રમણમાં જશે.
પણ જેને મારી ચીજ રાગની ભિન્ન છે, એવો અનુભવ કર્યો, તો મૃત્યુ વખતે પણ “હું તો રાગથી અને દેહની ક્રિયાથી ભિન્ન છું” એવી દષ્ટિનો અનુભવ લઈને, (હજી) જે થોડો રાગ બાકી હોય એને જાણવાવાળો રહે છે. પણ એને રાગથી સ્વર્ગાદિ મળે. પણ એ સ્વર્ગ મળે એમાં સુખ ન માને.
સ્વર્ગના દેવ છે. સાગરોપમનું મોટું આયુષ્ય. સાગર+ઉપમ=સાગરોપમ. દરિયો છે, એના પાણીના બિંદુની ઉપમા અસંખ્ય છે; એમ દેવનું આયુષ્ય અસંખ્ય અબજ વર્ષનું છે. આ તમારી થોડી થોડી ભાષામાં કહીએ છીએ, શાસ્ત્રભાષા બહુ આકરી છે. સાગરોપમ-સાગરની ઉપમા જેની આયુષ્યની, એટલું મોટું આયુષ્ય. પણ એ પણ આત્માના ભાન વિના પુણ્યક્રિયા કરીને સ્વર્ગમાં ગયો, ત્યાંથી મરીને ધૂળમાં-પશુમાં જશે. આહા.. હા!
અને ધર્માત્માનો આ જે ઉત્સર્ગ ને અપવાદ (માર્ગ છે); એમાં (ઉત્સર્ગમાં) જે અંદર રહી શકે નહીં. (ત્યાં) જે (અપવાદ-) રાગ આવ્યો હતો ) પણબંધ થઈ જશે, સ્વર્ગનો બંધ થઈ જશે, સ્વર્ગમાં જશે, ત્યાં પણ “હું રાગ અને પરવસ્તુથી ભિન્ન છું' એવો અનુભવ તો સાથે લઈને જાય છે. ત્યાં લાખો-કરોડો ઇન્દ્ર-ઇન્દ્રાણીઓ (હોય પણ) ક્યાંય સુખબુદ્ધિ નથી. ધર્મીજીવને પરમાં ક્યાંય સુખબુદ્ધિ નથી. સુખ તો અંતર આત્મામાં, અતીન્દ્રિય આનંદમાં (છે)
ત્યાં સુખબુદ્ધિ છે. પણ એમાં સ્થિર રહી શકે નહીં તો એ અપવાદમાર્ગ આવ્યો, પણ એમાં સુખબુદ્ધિ નથી.
આહા. હા! હવે આવું (સત્યસ્વરૂપ) ક્યારે સમજે ને ક્યારે (પ્રયોગમાં મૂકે?) આહા... હા! જેટલી ક્ષણ જાય છે. જિંદગી ચાલી જાય છે. એ દેહની સ્થિતિ પૂરી થવાનો નિશ્ચિત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com