________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬ – પ્રવચન નવનીત ભાગ-૨ ભવમાં ભ્રમણ કરનાર છે.
આહા... હા! આવું (તત્ત્વ) માણસને આકરું પડે એટલે લોકો આ બાહ્ય ક્રિયા ને તપ ને વ્રત (તરફ ) હાલી નીકળ્યા. અરે ભગવાન ! જ્યાં પરમાત્મા બિરાજે છે ત્યાં તો જાતો નથી અને બહારની ક્રિયામાં રોકાઈને, પરમાત્માના ધ્યાનથી તો તે દૂર વર્તે છે. જૈન દિગંબર સાધુ થઈને નવમી રૈવેયક ગયો છતાં મિથ્યાદષ્ટિ રહ્યો. તેને શુક્લલેશ્યા હતી પણ એ શુક્લલેશ્યા અપરાધ છે. એ ભવાર્ત પ્રાણી છે, ભવમાં રખડનારો પ્રાણી છે. જે “નિયમથી સાપરાધ ગણવામાં આવ્યો છે.” જોઈ ભાષા?
(પાઠમાં) છે ને...! “નિયતમિદ ભવાર્ત:”- “નિયતમિદ' –નિશ્ચયથી તે. જિનસ્વરૂપી ભગવાન આત્માની સેવનાથી રહિત છે અને રાગની સેવાથી સહિત છે, તે નિયમથી ભવાર્ત પ્રાણી છે. આહા... હા! “નિયમથી સાપરાધ ગણવામાં આવ્યો છે.” છે ને ? સાપરાધ : મૃત:એમ કીધું ને...! તેને અપરાધી ગણવામાં આવ્યો છે. “મૃત:” એટલે યાદ કરવામાં આવ્યો છે. નિયતમિદ ભવાર્તઃ સાપરાધ: મૃત: સ:” તે નિશ્ચયે આર્તધ્યાનમાં-ભવાર્તમાં પડ્યો છે એમ એનું સ્મરણ કરવામાં આવે છે એટલે કે એમ કહેવામાં આવે છે એટલે કે ગણવામાં આવે છે.
આમાં પકડવું ય કઠણ પડે એટલે લોકો બિચારા જાય બીજે રસ્તે ! અરે બાપુ! બીજે (રસ્ત) જાય, બાપા! એ (માર્ગ) ને શ્રદ્ધામાં પણ ન લાવે કે અહીં આત્માની જેટલી એકાગ્રતા થશે તે જ પરિણતિ ધર્મ છે. એ વિના ધર્મ નથી. ચાહે તો નિરતિચાર પંચમહાવ્રત પાળે, જાવજીવ શરીરનું બ્રહ્મચર્ય પાળે–બાળબ્રહ્મચારી રહે, કરોડો રૂપિયા (દાનમાં) ખ, ચાલતી દુકાનને છોડીને ભાગી થાય અને શુક્લલેશ્યા પ્રગટ કરે (તો ય ) એ ભવાર્ત પ્રાણી છે. આહા... હા ! આવી વાતું છે!!
હવે (કહે છે:) “જે જીવ નિરંતર અખંડ-અદ્વૈત-ચૈતન્યભાવથી યુક્ત છે”. જે કોઈ આત્મા નિરંતર-અંતર પડયા વિના-અખંડ અદ્વૈત-ચૈતન્યભાવથી યુક્ત છે. આહા. હા ! ભગવાન આત્મા અખંડ છે, અદ્વૈત છે, ત્રિકાળ ચૈતન્યભાવસ્વરૂપ છે, એનાથી યુક્ત છે.
| નિશ્ચયની વાત એટલે એ આ છે. એટલે કે સત્ય વાત આ છે. વ્યવહારની જેટલી વાતો છે. (તે) બધી અપરાધની વાતો છે. જ્ઞાનીને વ્યવહાર આવે પણ એ અપરાધ છે, એ કર્મધારા છે; જ્ઞાનધારા નહીં. આહા. હા! અજ્ઞાની તેને ધર્મધારા સમજે છે. શુભભાવ એક પછી એક, એક પછી એક કર્યા કરે ને..! હવે આપણે તો બસ... પાપથી નિવર્યા છીએ. પણ એ પુણ્ય પોતે પાપ છે, સાંભળ...ને! શુભભાવ પોતે (સંસાર છે). (યોગસાર” ગાથા-૭૧માં આવે છે ને..!) “પાપરૂપને પાપ તો જાણે જગ સહુ કોઈ; પુણ્યતત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ.” કેમકે (શુભભાવ કાળે) ચૈતન્યસ્વભાવ-નિજભાવમાંથી ખસી જવાય છે ને...! વ્યવહારરત્નત્રય (કાળે) પણ ચૈતન્યસ્વભાવથી દૂર-હુઠી જવાય છે ત્યારે વ્યવહારરત્નત્રય થાય છે. એને નહીં સેવનાર, અને અખંડ-અદ્વૈત-ચૈતન્યભાવથી સહિત છે એટલે કે જેનાં દષ્ટિ, જ્ઞાન અને ધ્યેયમાં અખંડ ચૈતન્ય વર્તે છે, જેને ધ્રુવનું ધ્યાન વર્તે છે. આહા... હા! એ અખંડ, ધ્રુવ, ચૈતન્ય, અદ્વૈત ચૈતન્ય, એકરૂપ ચૈતન્ય, જ્યાં ગુણ-ગુણી ભેદ પણ નથી, અખંડ એટલે ખંડ રહિત, અદ્વૈત એટલે વૈત રહિત ચૈતન્યભાવ એનાથી જે સહિત છે અર્થાત્ દષ્ટિ-જ્ઞાન સહિત છે “તે કર્મસંન્યાસદણ (-કર્મ ત્યાગમાં નિપુણ) જીવ નિરપરાધ છે.” રાગના ત્યાગમાં નિપુણ એવો જીવ નિરપરાધ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com