________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૯ – ૨૮૯ ડૂબકી એટલે ભાવના. અહીં તો ધ્યાનની વ્યાખ્યા છે ને..જેનાથી મોક્ષ મળે, સ્વર્ગ મળે. (એટલે કેઃ) નિશ્ચય ધર્મધ્યાનથી મોક્ષ, અને એ ધર્મધ્યાનમાં બાકી રહેલા વ્યવહાર-દયા, દાન, વ્રત-નો (જે) વિકલ્પ ઊઠે તેનું ફળ સ્વર્ગ છે.
એ એમ આવ્યું કે ભાઈ ! નિશ્ચય છે એ મોક્ષનો સાક્ષાત્ માર્ગ છે અને વ્યવહાર છે એ પરંપરા (માર્ગ) છે. એમ આવે છે ને...? (પણ) અહીં તો વ્યવહાર છે એ સ્વર્ગનું કારણ છે, એમ લખ્યું છે. (શ્રોતા ) નિશ્ચય હોય એને માટે ઓલી વાત છે ને...? (ઉત્તર) અહીં એની વાત છે. છતાં ફેર પાડયો છે, મારે એમ કહેવું છે. -શું કહ્યું એ? કે: નિશ્ચયઆત્મસ્વભાવનું ભાન છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થયું છે એ નિશ્ચયમોક્ષમાર્ગ અને (ત્યાં એને) દેવ-ગુરુશાસ્ત્રની ભક્તિ આદિનો (જે) રાગ બાકી રહે છે એ વ્યવહારમોક્ષમાર્ગ. અને એને પરંપરા કારણ કહ્યું. અહીંયાં નિશ્ચય (સહિત )વાળા વ્યવહારને સ્વર્ગનું કારણ કહ્યું. એ ખરેખર કારણ નથી. આરોપીત (કારણ ) છે. એટલે અહીં ખુલાસો કરી નાખ્યો કે જે રાગ બાકી હતો, એને વ્યવહાર (અને) પરંપરા કારણ કહ્યું હતું, એ પોતે સીધું કારણ તો સ્વર્ગનું છે. (ખરેખર) આમ વાત છે!
જ્યાંત્યાં વ્યવહાર (ને કારણ) કહ્યું હોય ત્યાં આગળ એને નિમિત્ત દેખીને (ઉપચારથી કારણ કહ્યું હોય છે.) નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર, એ તો સ્વચૈતન્ય ભગવાનના અવલંબને જ થાય છે. અને જે બાકી રાગ રહ્યો તે પરલક્ષે થાય છે, એ રાગને ત્યાં વ્યવહાર અને તેને (પરંપરા કારણ) કહ્યું છે. અહીં નિશ્ચયવાળાની જ વાત છે. નિશ્ચયવાળાને પરંપરા કારણ અને ( નિશ્ચય વગરના) વ્યવહારવાળાને (પણ) પરંપરા કારણ એવી વાત અહીંયાં છે જ નહીં. –શું કહ્યું એ ? કેઃ જેને આત્મા પરમાનંદ પ્રભુનો ભેટો સમ્યગ્દર્શન-જ્ઞાનમાં થયો છે અને કંઈક સ્થિરતા થોડી છે, અને જે વ્યવહરરત્નત્રયનો રાગ આવે ત્યાં તેને મોક્ષનું પરંપરા કારણ કહ્યું. એનો અર્થ કે એ (વ્યવહાર) ને છોડીને (આત્મસ્થિરતા) કરશે. નહીંતર તો એ (વ્યવહાર) તો બંધનું કારણ છે, સ્વર્ગનું કારણ છે. સમજાણું કાંઈ ? અહીં (વ્યવહારને) સ્વર્ગનું કારણ કહે, અને ત્યાં મોક્ષનું પરંપરા કારણ કહે છે; તો એનો અર્થ શું છે? (શ્રોતા:) એ માંથી આપે ગૂઢ રહસ્ય કાઢયું! ( ઉત્તર:) વસ્તુસ્થિતિ જ એ છે. આહા... હા!
ત્યાં ચરણાનુયોગમાં શ્રાવકની અપેક્ષાએ પરંપરા કારણ કહ્યું. શ્રાવકને તો તે વ્યવહારથી-શુભભાવથી પરંપરા થાય છે, તેમ કહ્યું. એનાથી (વ્યવહારથી) થાય, એમ કહ્યું. પણ એ કઈ અપેક્ષાથી ? કે-એનો અભાવ કરશે. અને (તે) ખરેખર તો નિશ્ચયના-સ્વના આશ્રયે થયેલ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં (હોય છે); એને, જે શુભભાવ થયો એ અશુભથી બચ્યો છે. મિથ્યાષ્ટિને તો “અશુભથી બચવું” એ કાંઈ છે જ નહીં. કારણ કે એને તો મિથ્યાત્વ જ મહાપાપ પડ્યું છે એનાથી બચ્યો નથી ત્યાં વળી અશુભથી બચવું...? વાત સમજાય છે કાંઈ છતાં વ્યવહારે એમ બોલાય કે અશુભ છોડીને શુભ કરો. ચરણાનુયોગમાં (એવી વાત ) આવે.
આહી. હા! અહીં તો સ્વર્ગનું કારણ અને મોક્ષનું કારણ “ધ્યાન” કહ્યું. ત્યારે ધ્યાન એટલે કે આત્મા અંદર ચિદાનંદ પ્રભુ; જેના અમૃતના સ્વાદ આવ્યા, ઓડકાર આવ્યા-એ નિશ્ચય (ધ્યાન). પણ હજી અપૂર્ણ આશ્રય છે એથી આનંદ પૂર્ણ પ્રગટ થયો નથી, તેટલો ત્યાં રાગરૂપી દુ:ખભાવ છે. પૂર્ણ આનંદનો અભાવ છે એટલે ત્યાં રાગ છે, દુઃખ છે. પૂર્ણ આનંદ થયો (હોય તો) ત્યાં રાગ અને દુઃખ નથી. પણ અહીં (સાધકને) પૂર્ણ આનંદ નથી, પણ અપૂર્ણ આનંદ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com