________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૪ – પ્રવચન નવનીત: ભાગ-૨
અહીં ટીકામાં જેમ કર્તા વિષે વર્ણન કર્યું, એમ કારયિતા અને અનુમંતા-અનુમોદકવિષે પણ સમજી લેવું.”
આ રીતે પાંચ રત્નોના શોભિત કથનવિસ્તાર દ્વારા સકળ વિભાવ૫ર્યાયોના સંન્યાસનું (-ત્યાગનું) વિધાન કહ્યું છે.” એ પાંચેય ગાથામાં વિભાવપર્યાયના (ત્યાગનું વિધાન છે.) વિભાવપર્યાય અર્થાત અહીં તો ક્ષાયિકભાવ પણ વિભાવપર્યાયમાં ગણવામાં આવ્યો છે. એમાં તો ક્ષાયિકભાવ, ક્ષયોપશમભાવ, ઉપશમભાવ એ પણ વિભાવ એટલે વિશેષ ભાવ; એના યાગની ભાવના છે. આહા. હા! ગજબ વાત છે ને...! રાગના ત્યાગની તો ઠીક: નિમિત્તના ત્યાગની તો ઠીક પણ પર્યાયદષ્ટિ છોડાવે છે. પર્યાય ઉપર વિશેષતા છે ને-ભાવ. વિલ વિશેષ ભાવ છે ચાર- [ ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક]. એ તો બેત્રણ ઠેકાણે આવે છે: ચાર ભાવ આવરણવાળા છે, ચાર ભાવ વિભાવસ્વભાવ (વાળા) છે. અહીંયાં એવા વિભાવસ્વભાવવાળાના ત્યાગનું વિધાન કહ્યું છે. આ ત્યાગ હોં! પરનો ત્યાગ (ને ગ્રહણની તો અહીં વાત જ નથી).
આવે છે ને.! (૪૭ શક્તિમાં) “ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિ.” -પરપદાર્થનો ત્યાગ અને ગ્રહણ એ તો આત્મામાં છે જ નહીં. એ તો આત્મામાં ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિ છે. પરનો ત્યાગ-શરીરનો, આહારનો, પાણીનો, વસ્ત્રનો ત્યાગ; અને એનું ગ્રહણ; એનાથી તો આત્મા રહિત જ, શૂન્ય છે. એવી આત્મામાં ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિ છે. ભગવાન આત્મામાં એક ગુણ એવો છે કે જડનો, પરનો, વસ્ત્રનો ત્યાગ કરવો કે વસ્ત્રાદિનું ગ્રહણ કરવું એ વસ્તુના
સ્વરૂપમાં-ગુણમાં છે જ નહીં. પણ “આ છે” – ભેદનો ત્યાગ કરવો. એ છે એ વ્યવહારથી. એ વિભાવભાવપર્યાયનો ત્યાગ કરવો એટલે ત્યાં લક્ષ ન આપવું અને અહીંયાં ત્રિકાળીમાં લક્ષ દેવું, એ ભાવ છે અંદર! આહા. હા!
અરેરે પ્રભુ! અરે અહીંયાં પ્રભુના તો વિરહ પડ્યા, કેવળજ્ઞાન રહ્યું નહીં; પરમાત્મા તો ત્યાં (મહાવિદેહક્ષેત્રમાં) બિરાજે છે. પાછળ એ બધા વાંધા ઊઠયા. (જેમ) લક્ષ્મી ખૂટે, માબાપ મરી જાય પાછળથી બાળકો (આપસમાં) વઢે; મોટો છોકરો કહે કે આ મોટું મકાન મારું છે તેમાં હું રહેવાનો છું, એ મકાન વહેંચણીમાં નહીં આવે, બીજાં મકાનો વહેંચણીમાં આવે (પણ) આ નહીં આવે; એવી તકરારો કરે. તેમ પરમાત્માના વિરહ પડ્યા, કેવળજ્ઞાનની ઉત્પત્તિ રહી નહીં, અવધિ અને મન:પર્યયની સંપદા રહી નહીં (તો તકરાર કરે છે કેઃ) વ્યવહારથી (નિશ્ચય) થાય છે ને નિમિત્તથી (ઉપાદાનમાં કાર્યો થાય છે. એવું થાય છે. અહીંયાં તો પરમાત્માની વાત, પરમાત્મા બિરાજે છે ત્યાંથી આ વાત આવી છે ! એ એમ કહે છે કે:
એ પર-રાગાદિનો અને ભેદ આદિના ત્યાગ-સંન્યાસ (નું અહીં પાંચ ગાથાઓ દ્વારા વિધાન કહ્યું છે). આ સંન્યાસ! લૂગડાં છોડીને સંન્યાસી થયો, બાવો થયો એ નહીં આ સંન્યાસઃ ભેદના અને રાગના ત્યાગની ભાવના કરી એ સંન્યાસ છે. જુઓ! સંન્યાસનું વિધાન કહ્યું છે. સંન્યાસની રીત-પદ્ધતિ-વિધિ આ છે, એમ કહ્યું, અહીંયાં રાગ અને ભેદના ત્યાગની વિધિ કહી. આહા... હા! સમજાણું કાંઈ ? આમ તો વિધિ-નિષેધનો વિકલ્પ આત્મામાં નથી. એ પહેલાં આવી ગયું છે. પણ અહીંયાં ફક્ત એનું વિધાન બતાવ્યું, રીત બતાવી. ભેદ અને રાગના સંન્યાસ અર્થાત્ ત્યાગનું વિધાન, રીત, પદ્ધતિ આ છે એમ બતાવ્યું. સમજાણું કાંઈ?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com