________________
૨૯૮ પ્રવચન નવનીત: ભાગ-૨
સ્વાશ્રય છે, પરાશ્રય નથી એ અપેક્ષાએ નિશ્ચય કહ્યું. અને પાછું અરે! શુક્લધ્યાનની અને ધર્મધ્યાનની સ્વાશ્રિત ધારા એ તો શુદ્ઘનયે આત્મામાં નથી, એમ કહે છે. સમજાણું કાંઈ ? આહા... હા ! આવો માર્ગ!! પોતાને-જાણના૨ને જાણ્યા વિના એનું ફળ ક્યાંથી આવે ?
આહા... હા! શુક્લધ્યાનમાં તો ત્યાં સુધી લીધું (કે એ) અંતર્મુખાકાર, અંતર્મુખસ્વરૂપ (છે). શુક્લધ્યાન એ નિશ્ચય અંતર્મુખસ્વરૂપ. એને અહીં કહે છે કે, એ વ્યવહાર (છે. ) કઈ અપેક્ષાએ ? કેઃ વસ્તુ ભગવાન પૂર્ણાનંદનો નાથ, અનંત અનંત પૂર્ણ આનંદથી ભરેલો ભગવાન સદા કલ્યાણમય જ છે. જો કલ્યાણમય ન હોય તો પર્યાયમાં કલ્યાણપણું આવશે ક્યાંથી ? સમજાણું કાંઈ ? આવો માર્ગ છે!
–
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અંતર્મુખાકાર અને પાછું નિશ્ચયશુક્લધ્યાન કહ્યું. ૮૯મી ગાથાની ટીકામાં આવ્યું ને..! અહીંયાં કહે છે કે જે નિશ્ચયધર્મધ્યાન અને શુક્લધ્યાન કહ્યું એ ફક્ત પરાશ્રયપણું નથી, સ્વાશ્રય છે માટે તેને નિશ્ચય કહ્યું. છતાં જેનો આશ્રય છે એમાં એ વસ્તુ-પર્યાય-નથી. આહા... હા! આવો માર્ગ!!
‘પ્રવચનસાર ’ગાથા-૧૨૪માં આવે છે: “ જીવથી કરાતો ભાવ તે (જીવનું) કર્મ છે. તેના મુખ્ય બે પ્રકાર છે; (૧) નિરુપાધિક (સ્વાભાવિક) શુદ્ધભાવરૂપ કર્મ, અને (૨) ઔપાધિક શુભાશુભભાવરૂપ કર્મ. આ કર્મ વડે નીપજતું સુખ અથવા દુ:ખ તે કર્મફળ છે. ત્યાં, દ્રવ્યકર્મરૂપ ઉપાધિમાં જોડાણ નહિ હોવાને લીધે જે નિરુપાધિક શુદ્ધભાવરૂપ કર્મ થાય છે.” જુઓ! શું કહે છે? ભાવ મગજમાં હોય. પણ ગાથાના (શબ્દો નહીં ). કહે છે કેઃ આ આત્મા જે ત્રિકાળ સદાશિવમય છે, પરમાનંદ પ્રભુ છે. પર્યાયનો પરમાનંદ નહીં. સ્વભાવનો પરમાનંદ. ધ્રુવ એવો પરમાત્મા; એને જે શુદ્ધઉપયોગ થાય છે-ધર્મધ્યાન અને શુક્લધ્યાન જ કહ્યું એ શુદ્ધઉપયોગ થાય–તે કર્તાનું કર્મ-કાર્ય છે અને એનું ફળ સુખ છે, અનાકુળ સુખ છે, તે આત્માનું ફળ છે. અને પુણ્ય અને પાપનો ભાવ થાય, એ જે અશુદ્ધઉપયોગ છે તેનો પણ કર્તા તો આત્મા છે અને તેનું ફળ પણ દુઃખરૂપી આત્મા જ છે. એક બાજુ (પુણ્ય-પાપને) પુદ્દગલ કહ્યાં. અને એક બાજુ કર્મનો વ્યાપ્ય-વ્યાપક. –કઈ અપેક્ષા છે? અહીં (‘પ્રવચનસાર' માં) તો એનું શેયપણાનું અસ્તિત્વ, જે શેય આત્મા છે, એનું દ્રવ્ય-ગુણ-પર્યાયનું અસ્તિત્વ એનું છે, તેમ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ ?
‘પંચાસ્તિકાય ’ ગાથા-૬૨માં કહ્યું ને...! કેઃ વિકૃતપર્યાય નિશ્ચયથી જીવની છે. તેનો કર્તા-કર્મ પોતે જીવ છે. એટલે પર્યાય છે. ત્યાં તો એકલી પર્યાય જ લેવી છે. તેને પરિમિત્તના કારકની અપેક્ષા નથી. આહા... હા! પોતાનો ભગવાન અનાકુળ આનંદસ્વરૂપ; એને ભૂલી જાય છે અને પર્યાયમાં વિકૃત અવસ્થા-જેટલી શુભ-અશુભકર્મ ( અર્થાત્) પાપ-વાસના કે પુણ્યવાસના-ઉત્પન્ન કરે છે એ (ભાવ) કર્મ; એ પર્યાય એના ષટ્કારકરૂપે પરિણમે છે. ‘પર્યાય ’ કર્તા, કર્મ, કરણ-સાધન, અપાદાન, સંપ્રદાન અને અધિકરણ-એને, પરિમિત્તના કારકની અપેક્ષા નથી. ત્યાં તો એના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં જે અસ્તિત્વ છે એટલું સિદ્ધ કરવું છે, પંચાસ્તિકાય છે ને! ‘પ્રવચનસાર’ માં પણ (ત્યાં) જ્ઞેય અધિકાર છે, એમાં–જ્ઞેયમાં જેટલું પોતાનું (અસ્તિત્વ છે) એ સિદ્ધ કરવું છે.
અહીંયાં આપણે મોક્ષમાર્ગ (-૫૨માર્થપ્રતિક્રમણ ) અધિકારમાં, ‘મોક્ષમાર્ગ ' ક્યો ?
ભગવાન
Please inform us of any errors on rajesh@Atma Dharma.com