________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦ પ્રવચન નવનીતઃ ભાગ-૨
એ કર્યો છેઃ જે પૂર્ણ આનંદને ઉપાદેયપણે, એટલે કે વર્તમાન આનંદના અનુભવમાં, પૂર્ણ આનંદને જે ઉપાદેયપણે ગ્રહે છે; એને અમે અહીં મોક્ષાર્થી કહીએ છીએ. જેને રાગ અને પર્યાયનું પણ લક્ષ નથી, પણ પૂર્ણ આનંદનો (જે) કામી છે. જેણે વર્તમાન આનંદ જાણ્યો છે, વર્તમાનમાં આનંદનો અનુભવ છે, એવા જે મોક્ષાર્થીઓ મોક્ષને માટે, પૂર્ણ આનંદને માટે પ્રયોગ-પુરુષાર્થ કરે છે. તેઓ આ સિદ્ધાંતનું સેવન કરો. સિદ્ધાંત એટલે વસ્તુનું સ્વરૂપ. આ સિદ્ધાંત સેવવો, એટલે કે આ વસ્તુનું સ્વરૂપ છે તેમાં એકાગ્ર થવું. સમજાય છે કાંઈ ? આવી વાતો!! હવે ક્યાંય (સાંભળવા ય મળતી નથી ). મોક્ષ પૂર્ણાનંદસ્વરૂપ છે; એનો અર્થી ક્યારે કહેવાય કે જેને વર્તમાનમાં અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન ( આત્મા ) નું સમ્યગ્દર્શન ( અર્થાત્ ) આનંદની દશા પ્રગટ થઈ છે અને પૂર્ણ આનંદનો જે કામી છે. મોક્ષના-૫૨માનંદના નમૂના જેણે જાણ્યા છે, એટલે કે મુક્તસ્વરૂપ ભગવાનઆત્મા છે એની સન્મુખ થઈને-સન્મુખ=સત્ પડયું તેના (તરફ ) મુખ કરીને-દષ્ટિ કરીને, જેણે આનંદના અંશને વેદનમાં લીધો છે, એને મોક્ષાર્થી એટલે પૂર્ણ આનંદનો અભિલાષી કહીએ. (પણ) જેને મોક્ષનો આનંદ છે એનો અંશ પણ ખ્યાલમાં આવ્યો નથી તેને આ પૂર્ણાનંદનો અભિલાષી કઈ રીતે કહેવો? એમ કહે છે. સમજાણું કાંઈ ? મુક્તસ્વરૂપ-અબદ્ધસૃષ્ટ જે પ્રભુ; એનું ભાન જેને થયું છે, આનંદનો સ્વાદ આવ્યો છે, નિર્વિકલ્પ સમ્યગ્દર્શન થયું છે, એ જીવને પૂર્ણાનંદનો અર્થી-મોક્ષાર્થી-કહેવાય છે. આહા... હા! આવી વસ્તુ !! શરતો ઘણી, જવાબદારી ઘણી !
એક વખત કહ્યું હતું ને...! “મતિજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે.” એટલે કે આત્મા આનંદસ્વરૂપ છે, એની દૃષ્ટિ જ્યાં સમ્યક્ થઈ એ સમ્યગ્દર્શન, ધર્મની પહેલી સીડી છે. એ વિના બધું થોથાં છે–વ્રત કરે કે પૂજા કરે ને દાન કરે ને મંદિર બનાવે ને કરોડો-લાખો શાસ્ત્રો બનાવે ને... એ તીર્થની રક્ષા કરે ને તીર્થનાં ધ્યાન રાખે ને-એ બધાં વિકલ્પો છે, ( એમ ) કહે છે. આવો માર્ગ!!
અહીંયાં કહે છે કેઃ જેણે “ચિત્તને એકાગ્ર કર્યું છે” તે (ભવ્યજીવ ) “ સકળ વિભાવને છોડી ”– વિભાગ અર્થાત્ ચાર ભાવ (ઉદય, ઉપશમાદિ ) પણ વિશેષ ભાવરૂપે છે, (એ સઘળાયને ) લક્ષમાંથી છોડી– “અલ્પ કાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે. ”
.
એ પાંચ રત્ન! એ એનો શ્લોક છે. એમાં (ટીકામાં ) તો આવી ગયું ને...! ચૌદ ગુણસ્થાન, ચૌદ જીવસ્થાન, ચૌદ માર્ગણાસ્થાન (એ) બધા ભેદો હું નથી. ‘એ હું નથી' એટલે ‘જ્યાં હું નથી’ તેના તરફથી લક્ષ છોડીને ‘હું જ્યાં છું’ ત્યાં એની દષ્ટિ કરીને, એકાગ્રતાથી, અલ્પ કાળમાં મુક્તિને (પામીશ )! આહા... હા !
મોક્ષનો માર્ગ તો ‘આ’ છે! (લોકો ) વચ્ચે આ વાતો કરે ને... વ્યવહાર ને વ્રત ને તપ ને-હજી સમ્યગ્દર્શન વિના- દાન ને દયા ને મંદિર ને પૂજા ને ભક્તિ ને શાસ્ત્રો બનાવવા ને શાસ્ત્રોની ભક્તિ કરવી –એ બધો રાગ છે! એવી વાતો છે.
અખંડ–અભેદસ્વભાવની અનુભવદશા એ નિજ ભાવ છે એનાથી ભિન્ન (એવા સકળ વિભાવને) છોડી દે છે. ભાષા તો શું સમજાવે ? વિભાવને છોડીને, અર્થાત્ આ વિભાવ છોડું છું એમ ત્યાં નથી (પણ) સ્વરૂપમાં એકાગ્રતા વિશેષ થાય છે એટલે વિભાવ ઉત્પન્ન થતા નથી. તો ‘તેને છોડીને ’ એમ કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com