________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨ – પ્રવચન નવનીત: ભાગ-૨ ઊભી કરી છે એ પર્યાય અલ્પ કાળમાં જ કેવળજ્ઞાન લેશે એવી એમાં (પર્યાયમાં) તાકાત છે એટલે ક્રમબદ્ધમાં-અલ્પ કાળમાં જ-કેવળજ્ઞાન આવશે, એવો નિયમ છે. આહાહા ! સમજાણું કાંઈ ?
(અહીંયાં કહ્યું ને...! અલ્પ કાળમાં) “મુક્તિને પ્રાપ્ત કરે છે.” (પણ) આ ભવે તો (મુક્તિ) નથી, આ (વાત) પંચમ આરાના સાધુઓ જ પોતે કહે છે. એને પણ આ ભવમાં મુક્તિ નથી. કુંદકુંદ આચાર્ય મૂળ શ્લોક કહ્યો પણ આ ભવમાં તો મુક્તિ નથી. પણ જેણે એ મુક્તિનાં પ્રયાણ કર્યા છે એને મુક્તિ જ છે !
“પ્રવચનસાર' માં પંચરત્ન ગાથા-૨૭૧ થી ૨૭૫ લીધી છે. જેણે અંતરમાં આત્માના સ્વભાવની શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રનું શુદ્ધ સાધન ઊભું કર્યું, જેણે અંદર શુદ્ધઉપયોગ પ્રગટ કર્યો, એ જીવને અત્યારે અમે મોક્ષતત્ત્વ કહીએ છીએ. જેણે શુદ્ધઉપયોગથી એ મોક્ષમાર્ગને પ્રગટ કર્યો એને જ અમે મોક્ષતત્ત્વ કહીએ છીએ. એવો ૨૭ર ગાથામાં પાઠ છે. અને ગાથા-ર૭૧માં સંસારતત્ત્વ (ની વાત છે ) : જેણે એકત્વબુદ્ધિથી રાગના, પુણ્યના વિકલ્પને પણ ભલો માન્યો છે, એ સાધુ હોય તોપણ તે સંસારતત્ત્વ છે. આહા.. હા ! એ વ્રત, તપ, ભક્તિ, પૂજા, દયા, દાન, પંચમહાવ્રતના પરિણામથી જેણે લાભ માન્યો છે એવા જીવને ત્યાં સંસારતત્વ કહ્યું છે. એ જીવ ભલે જૈનના પંચમહાવ્રત પાળતો હોય પણ તે (સંસારતત્ત્વ છે). કેમકે રાગ છે એ સંસાર છે, અને જેને રાગની એકતાબુદ્ધિ-લાભની (બુદ્ધિ ) વર્તે છે એ સંસારી પ્રાણી છે, એ સંસારતત્ત્વ છે. અને જેને રાગની એકતા તૂટીને સ્વભાવની એકતા, શુદ્ધોપયોગ (રૂપ) સાધન કર્યું છે, એ જીવને મોક્ષતત્વ કહ્યું છે. આહી... હીં! સમજાણ કાઈ ?
માર્ગ આવો.... ભારે આકરો લાગે. એક તો ધંધા આડે (લોકો) બિચારા નવરા થાય નહીં; પાપ આડે આખો દી'.. આ... આ... આ... (કર્યા કરે, ફુરસદ મળે નહીં) એમાં કોઈ વખતે, કંઈક દેવદર્શન, શાસ્ત્રવચન કે એવું કાંઈક કરે તો એ થોડું પુણ્ય થાય; પણ એમાં આ ધર્મ, તો ક્યાંય રહી ગઈ વાત!
આહા હા ! મુનિઓ-કુંદકુંદાચાર્ય આદિ જંગલોમાં શાસ્ત્રો રચ્યાં. તાડપત્રો ત્યાં પડ્યાં હતા, લઈ લીધાં. સળીઓ વડે કરીને (અક્ષરોનાં) કાણાં પાડ્યાં. તે (લખાણ કરેલાં) પત્રો
ત્યાં પાછા મૂકીને (તેઓ) ચાલ્યા ગયા ! હારે રાખ્યાં નહીં! લખનારને (સાચવવાની) કંઈ પડી નથી કે લાવ.. હું ગામવાળાને તાડપત્ર આપી દઉં! પણ ગૃહસ્થોને ખબર હોય કે મુનિરાજ જંગલમાં છે અને કંઈક શાસ્ત્ર લખે છે. એટલે એ મુનિરાજ ત્યાંથી વિહાર કરે એટલે તે ત્યાં જાય અને તાડપત્ર ત્યાં પડ્યાં હોય એને ભેગાં કરે ને ઉપાડીને (સાચવી લે). આહા.. હા! આવી વાત છે! મુનિરાજની દશા !! અંતરના આનંદમાં ઝૂલી રહ્યા છે. બહાર નીકળતાં એને દુઃખ લાગે છે. આ ( વિકલ્પ) છોડીને ક્યારે અંદરમાં જઉં? એમ વારંવાર સાતમું ગુણસ્થાન આવે છે. આહા... હા! આવી વાતો છે !! અરે ! અનંત કાળનાં આ દુઃખ, જેને નાશ થાય છે, બાપા! એનો ઉપાય તો અલૌકિક જ હોય ને...! સમજાણું કાંઈ ? એ (પંચરત્ન) પાંચ ગાથા પૂરી થઈ.
(... શેષાંશ પૃ. ૧૮૪ ઉપર)
*
*
*
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com