________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૦ – પ્રવચન નવનીત: ભાગ-૨ પ્રગટયો છે; એને જે રાગ આવે એને આરોપ કરીને વ્યવહારરત્નત્રય કહ્યો. (પરંતુ) ખરેખર એ વ્યવહારરત્નત્રય વસ્તુ (સાધ્ય) નથી. એ અહીંયાં ખુલાસો કરી નાખ્યો. ભાઈ ! એ વ્યવહારરત્નત્રયનો ભાવ સ્વર્ગનું કારણ છે, પુણ્યનું કારણ છે, સ્વર્ગ મળે; સમકિતી છે ને....! એટલે એને તો પુણ્યભાવમાં સ્વર્ગ મળે. અને એને ચોથે-પાંચમે (ગુણસ્થાનમાં) પાપભાવ (પણ) આવે, એને આર્તધ્યાન હોય, રૌદ્રધ્યાન હોય, વિષયની વાસના જરી અસ્થિરતા હોય; છતાં એને સ્વર્ગનું આયુષ્ય બંધાવાનું છે એટલે જ્યારે શુભભાવ આવે ત્યારે જ આયુષ્ય બંધાશે. એને (અશુભ કાળે) ભવિષ્યનું આયુષ્ય નહીં બંધાય. અને તિર્યંચનું અને મનુષ્યનું (પણ આયુષ્ય) નહીં બંધાય. એને તો સ્વર્ગનું જ બંધાશે. વૈમાનિકનો દેવ થાશે; દેવી નહીં. એ અપેક્ષા લઈને કહ્યું છે કે જેને નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે, પણ ધર્મધ્યાન છે, એટલે કે હુજી અપૂર્ણ આશ્રય છે, એને પરનો આશ્રય-વ્યવહાર રહી ગયો છે, એ વ્યવહારનું ફળ સ્વર્ગ છે. પણ એનું સુખ એ તો બેહદ અને અપરિમિત છે, એમ કહેવું છે. ત્યાં ઘણો કાળ છે ને... એ અપેક્ષાએ. બાકી ખરેખર તો એ (સુખ નથી) દુઃખ છે ત્યાં.
“પ્રવચનસાર” (ગાથા-૭૬માં) કહ્યું ને.. [“તો પુણ્ય પણ પાપની જેમ, દુ:ખનું સાધન છે એમ ફલિત થયું.” ] પાપ અને પુણ્યમાં કાંઈ ફેર માનતો હોય તો અમે કહીએ છીએ કે પાપના ફળમાં નરકનું દુઃખ અને પુણ્યના ફળમાં સ્વર્ગમાં પણ ત્યાં રાગથી દુઃખ જ છે. જ્યારે જેના ફળમાં દુઃખ છે તો એનો શુભભાવ સારો અને અશુભભાવ ખરાબ એવા બે ભેદ ક્યાંથી આવ્યા? આહા... હા! (સ્વર્ગનું) ફળ દુઃખ જ છે. અહીં તો જરી બીજ, નરક ને તિર્યંચના દુઃખ કરતાં જરીક શાતાવેદનીય આદિનું સુખ છે, એ ભાષાથી-વ્યવહારથી વાત કરી છે. બાકી શુભભાવ છે એનું ફળ સ્વર્ગનું સુખ છે, એ સુખ ભોગવવાના કાળે તો એનો ભાવ પાપ છે. સ્વર્ગનાં સુખો તરફ લક્ષ જઈને જે રાગ થાય છે એ તો અશુભ-પાપ છે. કઈ કઈ અપેક્ષાઓ હોય, એને ન સમજે ને એકાંત તાણે (એમ ન હોય). આ તો પ્રભુનો સ્યાદ્વાદમાર્ગ છે
આહા. હા ! (અહીં) છે ને...! “પરમ (ભાવની) પારિણામિકભાવની ભાવનારૂપે પરિણમ્યો છે.” વાત ધારી રાખી છે કે ધર્મધ્યાન આવ ને શક્લધ્યાન આવે ને. નહીં; એમ કહે છે. એ રૂપે દશા થઈ છે. આનંદનો નાથ ભગવાન, પ્રભુ અતીન્દ્રિય આનંદર આશ્રય થયો છે, એટલે પરિણતિ થઈ છે એટલે કે વીતરાગીપર્યાય, આનંદવાળી પર્યાય પ્રગટ થઈ છે; એવા જીવને અધૂરું ધર્મધ્યાન છે, પૂરું નથી; તેથી એના શુભભાવના વ્યવહારને (ઉપચારથી) ધર્મધ્યાન ગણીને એમ લીધું કે: ધર્મધ્યાનથી સ્વર્ગ અને મોક્ષ સુખ મળે (છે). અને પાઠમાં તો પછી એટલું લીધું કે સ્વાભાશ્રિત નિશ્ચયધર્મધ્યાન. પરાશ્રિત રાગ છે માટે (તેનાથી) સ્વર્ગનું ફળ એમ (સ્પષ્ટ) નથી કીધું. પણ પરાશ્રિતભાવથી સ્વર્ગ છે એ વાત ત્યાં ગૌણ રાખી દીધી. સ્વાશ્રિત ધ્યાનમાંથી એનો ભાગ બાકી રહી જાય છે એ વાત ગૌણ રાખી. એનું ફળ એને સ્વર્ગ છે. પાઠમાં એમ નથી લીધું-જુઓઃ “સ્વર્ગ અને મોક્ષના નિઃસીમ સુખનું મૂળ સ્વાભાશ્રિત નિશ્ચયધર્મધ્યાન.” સ્વર્ગનું પણ કારણ (નિશ્ચયધર્મધ્યાન, એમ નથી). (શ્રોતાઃ) આપે ગર્ભિત વાત ખોલી દીધી. (ઉત્તર) તો (શું ) આશ્રયમાં એને સ્વર્ગ મળે? પણ અહીં અધૂરું છે અર્થાત સ્વઆશ્રિત છે, એવો નિશ્ચય તો છે, પણ અધૂરું ધર્મધ્યાન છે, શુક્લધ્યાનની દશા જેવું નથી; માટે ત્યાં રાગ હોય છે એનું ફળ એને સ્વર્ગ છે. આહા... હા! પણ કોને? કે, જેને સ્વઆશ્રિત દશા થઈ છે એને. આહા... હા !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com