________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૭ - ૨૬૭ ધારા વહી. આહા.... હા ! એને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. આવી વાત છે !! સમજાણું?
સંવત-૧૯૮૦માં, બોટાદમાં બધા ભાઈ સાંજે પડિકમણ કરવા આવે. એકવાર બધાને મારાથી એમ કહેવાયું કે ભાઈ ! આ પડિકમણ છે એ ઠીક; પણ આત્માનુભવ અને વિભાવ શું ચીજ છે એ ખબર છે? એ તો બોલ્યા નહીં પણ પછી આ (બીજા સાધુ) બોલ્યા કે એ વિભાવ અને અનુભવ; જેવું આપણે ન હોય. આહા... હા! કાંઈ ખબર ન મળે, શું કહે? અને આમ કહેવાતા જૈનના બેરિસ્ટર. આ બેરિસ્ટરમાં એટલી આવડત! ૭૨ની સાલની વાત છે. એકવાર મેં ચીતલમાં પૂછ્યું કે: ધર્માસ્તિકાયમાં ગુણની સંખ્યા કેટલી ? ત્યારે કહ્યું કે એમાં બે ગુણ છે–એક ગતિ અને એક અરૂપી. (શ્રોતા ) ત્યારે આ ચાલતું જ નહોતું. અહીં તો પ્રભુ કહે છે કે દરેક દ્રવ્યમાં સામાન્ય ગુણ પણ અનંત અને વિશેષ પણ અનંત છે. હવે આ મોટા બેરિસ્ટર કહેવાય, એને એટલી ય ખબર નહીં! અહીં તો કહે છે કે આ પણ એક વસ્તુ છે. એ પોતાપણે છે અને પરપણે નથી, તો એમાં અનંત ધર્મ થઈ જાય છે. એને તો સાંભળ્યું ય ન હોય કે એમાં (આત્મામાં) અનંતધર્મત નામનો તો એક ગુણ છે. (એવા) અનંત ધર્મ, અનંત ગુણ, અનંત શક્તિ આત્મામાં છે. એ વિભાવ ને અનુભવ અને એ કંઈ વાત (સંપ્રદાયમાં છે જ નહીં).
ભાઈ ! રાગના ભાવથી છૂટી, ભગવાન પૂર્ણાનંદનો પ્રવાહ વહે છે, તેને અનુસરીને અંદર દશા પ્રગટ કરવી એનું નામ આત્માનો અનુભવ છે. અને એ અનુભવ રત્નચિંતામણિ (છે). આહા.. હા! “અનુભવ ચિંતામણિરતન, અનુભવ હૈ રસકૂપ.” –એ અનુભવ રસનો દરિયો છે. આહા... હા ! જેમાં અનંત પર્યાયો એકીસાથે શુદ્ધપણે પરિણમે (છે). આહા... હા ! એ અનુભવનું નામ પણ ન આવડે કોઈને (-સંપ્રદાયમાં) કે આપણમાં અનુભવની વાત નથી. અહીં કહ્યું:
અનુભવ ચિંતામણિરતન”-રત્નચિંતામણિ. એ આત્માનો રાગથી ભિન્ન પડીને અંદરમાં અનુભવ કરવો એ તો રત્નચિંતામણિ છે. એટલે ચિંતામણિનો પથ્થર મળે તો ચિંતવે તે થાય. એ પથ્થર દેવઅધિષ્ઠિત હોય છે, તેમ ભગવાન આત્મા રાગથી ભિન્ન પડીને ભેદજ્ઞાનમાં આવ્યો ત્યારે જે આત્માનો અનુભવ થાય એ તો રત્નચિંતામણિ છે. અનુભવ હોં! વસ્તુની તો શી વાત કરવી? આહા... હા ! પૂર્ણાનંદનો નાથ ! જેમાં અનંત અતીન્દ્રિય આનંદ ભરચક ભર્યો છે. (અનંત) અતીન્દ્રિય જ્ઞાન, અનંત અતીન્દ્રિય શ્રદ્ધા શક્તિરૂપે, અનંત... અનંત... અનંત અતીન્દ્રિય પ્રભુતા-એનો તો પ્રભુ છે એ ભગવાન ! એની તો વાત શી કરવી અનુભવ પર્યાયમાં થાય તેને પણ અમે અનુભવ રત્નચિંતામણિ કહીએ છીએ. આહા.. હા.. હા!
આ (લખાણ) શાસ્ત્રમાં બધું છે... હોં! પણ વાંચતા નથી. દિગંબર શાસ્ત્રોમાં બધી વસ્તુ છે. એવી (વાત) બીજે ક્યાંય નથી. દિગંબરના શાસ્ત્રમાં તો બધુંય ભર્યું છે. દિગંબરના કોઈ પણ શાસ્ત્ર નાનામાં નાનું- “દ્રવ્યસંગ્રહ લ્યો, “ઇબ્દોપદેશ' લ્યો !
ઇષ્ટ ઉપેદશ-પ્રિય ઉપદેશ, યથાર્થ ઉપદેશ-કોને કહીએ? ત્યાં એમ ૩પમી ગાથામાં કહ્યું કે: જીવ ગતિ કરે ત્યારે ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય. (જીવે ) નિમિત્તથી ગતિ કરી નથી. પોતે ગતિ કરે છે ત્યારે સામે નિમિત્ત ધર્માસ્તિકાય કહેવાય. એવી રીતે (નિમિત્ત) બધાયને ધર્માસ્તિકાયવત્ (હોય છે). એવો પાઠ છે. (તેમ છતાં કેટલાક લોકોને) એ વાત બેસતી નથી. ના! એ નિમિત્ત કંઈક કરે. નિમિત્ત કંઈક (ઉપાદાનમાં) કરે. અગ્નિ આવે તો પાણી ઊનું થાય. છરી નિમિત્ત છે તો શાકના બે કટકા થાય. –બધી જૂઠી વાત છે. એ (શાકના) કટકા થવાનો (એ) પર્યાયનો કાળ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com