________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૨ પ્રવચન નવનીતઃ ભાગ-૨
પાછું એમ પણ ( કહેવામાં) આવ્યું હતું કે: શુદ્ધભાવ-વીતરાગભાવ હોય એની સાથે રાગ અને નગ્નપણું-દ્રવ્યલિંગ પણ હોય (તો એ) ભાવ અને દ્રવ્યથી (નિશ્ચય ) પમાય. (પરંતુ ખરેખર તો ) ભગવાન પૂર્ણાનંદ પ્રભુનો આશ્રય લઈને જેનો ભાવ આવો શુદ્ધ-શુદ્ધઉપયોગ થયો એની સાથે જે વ્યહાર-રાગ થાય; એ (સાધકને ) હોય છે; પણ એ વ્યવહારથી નિશ્ચય થાય છે, એમ નથી. સમજાણું કાંઈ ? અહીં તો નિશ્ચયમોક્ષમાર્ગ પણ (ખરેખર ) વસ્તુમાં નથી (એમ કહ્યું છે ).
-
આહા... હા! અનિત્ય તે નિત્યનો નિર્ણય કરે, જે અનિત્યપણું વસ્તુમાં નથી. મોક્ષમાર્ગ અનિત્ય છે. કેવળજ્ઞાન પણ અનિત્ય છે. આહા... હા! જે અનિત્ય છે તે ત્રિકાળીનો નિર્ણય કરે, એને સ્વીકારે (છે). આહા... હા ! (‘ સમયસાર') ૩૨૦મી ગાથામાં એ આવે છે ને.. ! “ ધ્યાતા પુરુષ ધ્યાવે છે.”
અહીંયાં તો કહે છે કેઃ “(ધ્યાનાવાલી હોવાનું પણ) શુદ્ધનય કહેતો નથી.” ‘તે છે’ તો ખરી. એમ (માત્ર) વ્યવહારનયે તે ધ્યાનાવલી આત્મામાં છે, વ્યવહારમાર્ગે છે. “હવાવ” છે ને.! ત્રીજું પદ છે: “ સાસ્તીત્યુવાન સતતં વ્યવહારમાર્જ ”- ‘સ+સ્તિ+કૃતિ+વાવ' -તે છે તે કહે છે કોણ-વ્યવહારમાર્ગ ‘ સતતં’.
આ ભગવાનની ભક્તિ ને પૂજા ને મંદિર ને... એ તો એના કારણે થાય, પણ એની ભક્તિ આદિનો ભાવ એ શુભભાવ છે, ધર્મ નથી. આહા... હા... હા !
અહીંયાં તો કહે છે કે જે શુદ્ધભાવ છે (એ) ૫૨ના નિમિત્તે થયો નથી. (તે તો) શુદ્ધસ્વભાવના આશ્રયે થયેલો અંતર્મુખવ્યાપાર તે શુદ્ધ છે, પવિત્ર છે, આનંદનો અનુભવ છે, અતીંદ્રિય આનંદનો અનુભવ છે. પણ એ અનુભવ, ‘સદાશિવમયમાં છે નહીં' (એમ) શુદ્ઘનય કહે છે. આહા... હા ! સમજાણું કાંઈ ?
(શ્રોતાઃ ) ઘડીકમાં કહે કે છે, ઘડીકમાં કહે નથી. (ઉત્ત૨:) બેય છે. એમ જાણવું જોઈએ. દોરડું તો એક જ છે પણ એના છેડા બે હોય કે નહીં? એક આની કોર તાણે ને એક પોચું મૂકે તો દહીંમાંથી (માખણ થાય ). પણ (છેડાને) છોડી દે તો (માખણ) થાય ? ( ન થાય ). એમ બે નય છે. જે નયે છે તે રીતે તેને જાણવું જોઈએ. (પણ) એને બીજી નયમાં ખતવી નાખે તો ય મિથ્યાત્વ છે. અને છે તેને ન માને તોપણ મિથ્યાત્વ છે. સમજાણું કાંઈ ?
.
“તે છે એમ” માત્ર કહ્યું છે. ‘હવાવ’ –એમ કહ્યું. કહેવામાત્ર. એમ છે ને...! આગળ આવશે ‘કહેવામાત્ર વ્યવહાર છે.' એ વ્યવહાર રાગનો... હોં! કળશ-૧૨૧. એ હવે તો આપણે છેલ્લો ને...! “ જે મોક્ષનું કાંઈક કથનમાત્ર ( -કહેવામાત્ર ) કારણ છે તેને પણ ( અર્થાત્ વ્યવહા૨૨ત્નત્રયને પણ) ભવસાગરમાં ડૂબેલા જીવે પૂર્વે ભવભવમાં (ઘણા ભવોમાં) સાંભળ્યું છે અને આચર્યું (−અમલમાં મૂકયું) છે.” આહા... હા ! દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા અનંતવાર કરી છે. આહા... હા! વ્યવહા૨૨ત્નત્રય કહેવામાત્ર છે, એ કાંઈ વસ્તુ નથી. એમ કહે છે. છતાંય કર્યું છે અનંતવાર. અરે! એને ક્યાં (ખબર છે)? અહીં (પણ) કહે છે કે, આ જે મોક્ષમાર્ગ જે ધ્યાનાવલી છે, એ પણ કથનમાત્ર આત્માનો વ્યવહાર છે. સમજાણું કાંઈ? છે ને...! “ એમ (માત્ર) વ્યવહા૨માર્ગે સતત કહ્યું છે.”
આહા... હા ! મુનિરાજ પદ્મપ્રભમલધારિદેવ દિગંબર સંત જંગલમાં (વસનારા કહે છેઃ) હૈ ! જિવેંદ્ર ! આવું તે તત્ત્વ (-તે નય દ્વારા કહેલું વસ્તુસ્વરૂપ ), –શુદ્ધનય ના પાડે, અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com