________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૪ - ૨૧૯ આકરું કામ, ભાઈ! માર્ગ આવો છે! સંતોએ ખુલ્લો મૂક્યો છે. દિગંબર સંતોએ તો દાંડી પીટીને જગતને જાહેર કર્યો છે. માનો ન માનો... માર્ગ તો આ છે!
“ તે (વિરાધન વિનાનો-નિ૨૫૨ાધ ) જીવ નિશ્ચયપ્રતિક્રમણમય છે. ” – તે જીવ નિશ્ચય પ્રતિક્રમણ સહિત છે, વિરાધન રહિત એટલે કે નિરપરાધ નિશ્ચયપ્રતિક્રમણમય છે. તે ( જીવ ) નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપે વીતરાગભાવમાં શુદ્ધઉપયોગ (મય) થઈ ગયો છે. આહા... હા... હા! પુણ્યનો ભાવ અને પાપનો ભાવ એ તો અશુદ્ધઉપયોગ છે તે તો અપરાધ છે, ગુનો છે. અહીં તો આત્મા તરફનો શુદ્ધઉપયોગ તે આરાધન છે, એ પ્રતિક્રમણમય (છે) “તેથી જ તેને પ્રતિક્રમણસ્વરૂપ કહેવામાં આવે છે. – એ મુનિને, એ આત્માને પ્રતિક્રમણસ્વરૂપ જ કહેવામાં આવે છે. કારણ કે રાગથી રહિત થઈને અંદર સ્વરૂપની વીતરાગપરિણતિમાં તત્પર થયો તે મુનિને આરાધક કહેવામાં આવે છે. ( એવા મુનિ) પ્રતિક્રમણસ્વરૂપ જ છે.
વ્યવહા૨૨ત્નત્રય પણ રાગ છે. આહા... હા! (‘નિયમસાર ') નિશ્ચયપ૨માવશ્યક અધિકારમાં આવ્યું છે. શુભોપયોગમાં પણ પરવશ છે. શુભઉપયોગ થાય છે એ પણ પ૨વશ છે. સ્વ આવશ્યક નથી. (શ્રોતાઃ ) દ્રવ્ય-ગુણ-પર્યાયનો વિચાર કરે તો ? ( ઉત્તર: ) ત્રણ વિચા૨-ભેદ કરે તોપણ પરવશ છે. આત્મા એક દ્રવ્ય છે, એની અનંત શક્તિ છે, એની પર્યાય છે-એવા ત્રણ ભેદ વિચારે તો એ પરવશ છે; કારણ કે વિકલ્પ-ભેદ છે; એ આવશ્યક નથી. આહા... હા! આવી વાત છે, ભાઈ !
અહીં આચાર્ય તો પોકારે છે કે: નિશ્ચય (પ્રતિક્રમણ ) તો આ છે, સત્ય છે. વ્યવહાર આવે છે પણ છે (તે ) અપરાધ. આહા... હા ! સમજાણું કાંઈ ?
એ આધાર આપે છે કે ભાઈ! અહીં જે કહ્યું એ જ (કુંદકુંદાચાર્ય ત્યાં ‘સમયસાર ગાથા-૩૦૪ માં ) કહ્યું છે. (જુઓ પૃ. ૨૨૦).
એ વિશેષ કહેશે.
***
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
,