________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪ – પ્રવચન નવનીતઃ ભાગ-૨
“ચિવિલાસ” માં દીપચંદજીએ લીધું છે-પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે. પર્યાયનો ભાવ અને ક્ષેત્ર ભિન્ન છે. અને દ્રવ્યનું ક્ષેત્ર ભિન્ન છે. પર્યાયનું વીર્ય ભિન્ન છે. પર્યાયનું સૂક્ષ્મ (C) ભિન્ન છે!
અહીંયાં તો કહે છે કે પણ એ બધા (ભાવ) નાશ પામવા યોગ્ય છે. એનાથી વસ્તુ દૂર છે. (હવે, કહે છે-) “જેણે દુર્વાર કામને નષ્ટ કર્યો છે.” કામ એમાં છે જ નહીં. એવું કહેવું છે. પણ ભાષા એવી લીધી કે, વસ્તુમાં તો કામની ઇચ્છા જ નથી. પણ એનો અર્થ છે કે “જેણે દુર” (અર્થાત્ ) જે નિવારી નહીં શકે, ટાળી નહીં શકે એવી (દુર્નિર્વાર) વિષયવાસના (રૂપ) વિકૃતદશા; (એ) “કામને નષ્ટ કર્યો છે.” (અર્થાત્ ) એમાં (વસ્તુમાં) છે જ નહીં. એનો આશ્રય કરે છે તો (કામ) નાશ થાય છે, તો એને નાશ કર્યો એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ? ત્રીજા (બોલનો) વિશેષ વિસ્તાર છે.
(વિશેષ કહેશે...)
પ્રવચન: તા. ૩-૨-૧૯૭૮ (“નિયમસાર” શ્લોક-૫૪). થોડું ફરીને. આ શુદ્ધભાવ અધિકાર છે. શુદ્ધભાવ ( એટલે) ત્રિકાળી ધ્રુવસ્વરૂપ, જે ત્રિકાળ એકરૂપ રહેવાવાળો, અનંતગુણનો એકરૂપ પિંડ, એને અહીંયા શુદ્ધભાવ કહેવામાં આવે છે. એ શુદ્ધભાવ, “સર્વ તત્ત્વોમાં જે એક સાર છે.” ચાહે તો સંવર, નિર્જરા, મોક્ષ હોય કે પુણ્ય-પાપનાં પરિણામ હોય, એમાં “સાર” એ ધ્રુવ છે. સમ્યગ્દર્શનનો વિષય એટલે કે ધ્યેય (એ) “સાર” (છે) સમ્યગ્દર્શન એ પર્યાય છે, એ તત્ત્વ છે પણ એ તત્ત્વમાં સારતત્ત્વ તો ત્રિકાળી–ધ્રુવ છે ! આહા.... હા !
(શ્રોતા.) સમજાતું નથી. (ઉત્તર) સમજાતું નથી? વધારે સ્પષ્ટ કરીએ: વસ્તુમાં પર્યાય અને દ્રવ્ય–બે પ્રકાર છે. પરના સંબંધની કાંઈ લેવાદેવા નથી. એ જીવની એક સમયની પર્યાયમાં જે ભેદ પડ છે-એક સમયનો પુણ્ય-પાપ ભાવ, એક સમયનો આસ્રવ, સંવર, નિર્જરા અને મોક્ષ-એ બધાં પર્યાયતત્ત્વ છે. (એ) બધાં તત્ત્વોમાં સાર” એક ધ્રુવતત્ત્વ છે. જ્યાં દષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન થાય છે. એને મુક્તિનું પ્રયાણ શરૂ થઈ ગયું.
શ્રેણિક રાજા. (એને) ચારિત્ર નહોતું. વ્રતાદિ નહોતા. પણ અંદર ક્ષાયિક સમકિત પ્રગટ થયું! પહેલાં તો સમકિત હતું પણ પછી ક્ષાયિક તો ભગવાનના સમીપમાં પોતાની યોગ્યતાથી ઉત્પન્ન થયું અને તીર્થકરગોત્ર બાંધ્યું! (સમકિત) પહેલાં (સાતમી) નરકનું આયુ બંધાઈ ગયું હતું. તે ઘટી ગયું. આયુષ્યકર્મ તો છૂટતું નથી. જેમ લાડવામાંથી ઘી પાછું કાઢીને એની નવી પૂરી બની શકે નહીં, તેમ આયુષ્ય બંધાઈ ગયું હોય (તો) તે ગતિ ફરતી નથી, પણ સ્થિતિમાં ફેર પડે. તો નરકનું આયુષ્ય તો બંધાઈ ગયું હતું તે પછી સમકિત પ્રાપ્ત કર્યું! આ આત્મા આનંદકંદ પ્રભુ ધ્રુવ! એ સાર છે. –એવો અનુભવ, (એવી) પ્રતીતિ આનંદના અનુભવની સાથે, અનુભૂતિની સાથે સમ્યગ્દર્શનમાં થઈ. પછી વિકલ્પ આવ્યો તો તીર્થકરગોત્ર બંધાઈ ગયું. અત્યારે નરકમાં છે. આયુષ્યની સ્થિતિ ઘટી ગઈ. (માત્ર ચોર્યાશી હજાર વર્ષની સ્થિતિ રહી ગઈ.) પહેલાં ૩૩ સાગર બંધાયું હતું. પછી આત્મજ્ઞાન થયું, (સમ્યક) દર્શન થયું. તો એમ ભાન થયું કેઃ અનંતકાળમાં અનંતવાર પંચમહાવ્રત પાળ્યાં છતાં આત્મજ્ઞાન વિના લેશ સુખ ના પાયો. “મુનિવ્રત ધાર અનંત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com